Allu Arjun ની પુષ્પા 2 એ Dangal નો રેકોર્ડ તોડવા માટે છે તૈયાર...
- આમિર ખાનની ટીમે Allu Arjun ને અભિનંદન પાઠવ્યા
- બીજા ભાગ બાદ હવે ચાહકો પુષ્પા 3 ની રાહ જોઈ રહ્યા
- Pushpa 2 એ વિશ્વભરમાં રૂ. 1760 કરોડનું કલેક્શન કર્યું
Allu Arjun Pushpa 2 Box Office Collection : Allu Arjun ની ફિલ્મ Pushpa 2 નો બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે. સિનેમાઘરોમાં Pushpa 2 ના તોફાનમાં અનેક ફિલ્મો ફેંકાય ગઈ છે. આ ફિલ્મે 25 દિવસમાં એટલું શાનદાર કલેક્શન કર્યું છે કે તે હવે સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે. Pushpa 2 એ તમામ ફિલ્મોને પાછળ છોડીને નંબર 2 પર આવી ગઈ છે. આ લિસ્ટમાં આમિર ખાનની Dangal નંબર 1 પર છે. આમિર ખાને Pushpa 2 ને અભિનંદન પાઠવ્યા છે, જે Dangal નો રેકોર્ડ તોડવાની નજીક છે.
આમિર ખાનની ટીમે Allu Arjun ને અભિનંદન પાઠવ્યા
આમિર ખાનની ફિલ્મ Dangal સૌથી વધુ કમાણી સાથે નંબર વન પર છે. Dangalના ટોટલ કલેક્શનની વાત કરીએ તો તે 2070.3 કરોડ છે. તો હવે, Pushpa 2 આ આંકડાની ખૂબ નજીક આવી ગઈ છે. ફિલ્મ જે રીતે કલેક્શન કરી રહી છે તે જોતા કહી શકાય કે હવે Dangalનો રેકોર્ડ તેના માટે બહુ દૂર નથી. તો આમિર ખાનની ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
આ પણ વાંચો: 49 વર્ષની અભિનેત્રીએ 3 લગ્ન કર્યા છતાં એકલી રહેવાનો વારો આવ્યો
Pushpa 2 એ વિશ્વભરમાં રૂ. 1760 કરોડનું કલેક્શન કર્યું
તેમાં લખ્યું છે કે, ફિલ્મ Pushpa 2 ની બ્લોકબસ્ટર સફળતા માટે આમિર ખાન પ્રોડક્શન તરફથી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન! તમને સતત સફળતા મળે એવી શુભેચ્છા. પ્રેમ. ટીમ AKP. તો Allu Arjun એ આમિર ખાનની ટીમના મેસેજનો જવાબ આપ્યો છે. Allu Arjun એ લખ્યું કે, તમારી હાર્દિક શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. તમને જણાવી દઈએ કે Pushpa 2 એ વિશ્વભરમાં 1760 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
બીજા ભાગ બાદ હવે ચાહકો પુષ્પા 3 ની રાહ જોઈ રહ્યા
હવે Pushpa 2 ને Dangal નો રેકોર્ડ તોડવા માટે વધુ 310 કરોડ રૂપિયા કમાવવા પડશે. Pushpa 2 જે રીતે આગળ કમાણી કરી રહી છે. Pushpa 2 માં Allu Arjun સાથે રશ્મિક મંદન્ના અને ફહદ ફાસિલ લીડ રોલમાં જોવા મળે છે. ફિલ્મના બીજા ભાગ બાદ હવે ચાહકો પુષ્પા 3 ની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા અને Pushpa 2 ની સફળતા જોતા લાગે છે, પુષ્પા 3 પણ સફળતાના શિખરો સર કરશે.
આ પણ વાંચો: Rajamouli ની રૂ. 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ થશે આ અલૌકીક ગુફામાં