ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Allu Arjun: સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પહોંચ્યો પોલીસ સ્ટેશન, આ સવાલો પર થઈ રહી છે પૂછપરછ

અલ્લુ અર્જુન સંધ્યા થિયેટર કેસમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 23 ડિસેમ્બરે પોલીસે તેને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
01:41 PM Dec 24, 2024 IST | Hardik Shah
અલ્લુ અર્જુન સંધ્યા થિયેટર કેસમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 23 ડિસેમ્બરે પોલીસે તેને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
allu arjun

અલ્લુ અર્જુન સંધ્યા થિયેટર કેસમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 23 ડિસેમ્બરે પોલીસે તેને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. અલ્લુ અર્જુને પહેલા જ કહ્યું છે કે, તે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. હવે તે પોલીસ સ્ટેશનમાં છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અલ્લુ અર્જુન પોલીસ સમક્ષ હાજર

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' રિલીઝ થયાને 19 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન ફિલ્મ જોવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. જ્યાં તેના ચાહકોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. હવે અલ્લુ અર્જુન આ મામલે પોલીસ સમક્ષ હાજર થયો છે. તેને 23 ડિસેમ્બરે નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

પોલીસે મોકલી હતી નોટીસ

મહિલાનું મૃત્યુ 'પુષ્પા 2'ના પ્રીમિયરના દિવસે થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે પછી તે જામીન પર બહાર આવ્યો હતો. તાજેતરમાં, તેને ફરીથી પોલીસની નોટિસ મળી છે, ત્યારબાદ તે સમગ્ર મામલાની તપાસ માટે ચિક્કડપલ્લી પોલીસ સમક્ષ હાજર થયો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ સ્ટેશનની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા

આ સમયે અલ્લુ અર્જુન સાથે તેના પિતા અલ્લુ અરવિંદ અને કાકા ચંદ્રશેખર રેડ્ડી પણ હાજર છે. હાલ પોલીસ તેનું નિવેદન નોંધી રહી છે. હાલમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાસ્તવમાં, ચિક્કડપલ્લી એસીપી રમેશ અને સીઆઈ રાજુ નાઈક આ મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસે અલ્લુ અર્જુનની પૂછપરછ માટે 20 પ્રશ્નો તૈયાર કર્યા છે.

અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી રહી છે

અલ્લુ અર્જુનને આ પ્રશ્નો પૂછી શકાય છે, તમે થિયેટરમાં આવવા વિશે કોને જાણ કરી હતી? રોડ શો માટે તમે કોઈની પરવાનગી લીધી હતી કે નહીં? શું તમને કોઈએ કહ્યું નથી કે પરવાનગી નકારવામાં આવી હતી? આ સિવાય કેટલાક પ્રશ્નો પણ છે. તમારા પરિવારના કયા સભ્યો થિયેટરમાં આવ્યા હતા? શું તમને નહતી ખબર કે, તમે થિયેટરમાં હતા ત્યારે રેવતીનું મૃત્યુ થયું હતું ? ACP અને CI તમને મળ્યા હતા એ વાત સાચી નથી? તમારી સાથે કેટલા બાઉન્સર આવ્યા હતા? તમે ક્યાંથી આવ્યા હતા?

ચાહકો પર હુમલો કરનારા બાઉન્સરો વિશે શું માહિતી છે? તમે પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું, તેનો અર્થ શું છે? તમે મહિલાનાના મૃત્યુ વિશે ક્યારે ખબર પડી? શું તે સાચું નથી કે તમે 2:45 વાગ્યે થિયેટરમાં હતા? તમે 850 મીટરનો રોડ શો કેમ કર્યો? જતી વખતે તમારે ફરીથી નમસ્તે કેમ કરવુ પડ્યું? આ સિવાય અન્ય કેટલાક પ્રશ્નો છે જે તેમને પૂછી શકાય છે.

આ પણ વાંચો:  Gulzar - 'કિનારા' (૧૯૭૭): સ્વયં સાથેના ગજગ્રાહની વધુ એક હૃદયસ્પર્શી કથા

Tags :
Allu ArjunChikkadapally police stationcooperateGujarat FirstHyderabadInvestigationnotice and summonedpolicepolice stationquestioningSandhya Theatre caseSecurity
Next Article