Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allu Arjun જેલમાંથી છૂટ્યો, મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત

વહેલી સવારે જેલમાંથી છૂટ્યો Allu Arjun પાછળના ગેટથી બહાર આવ્યો અભિનેતા અભિનેતા અલ્લુ અર્જુને જેલમાં વિતાવી રાત 'Pushpa 2'ના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ અલ્લુ અર્જુન (Allu Arjun)ને શનિવારે, 14 ડિસેમ્બર, 2024 ના રોજ...
allu arjun જેલમાંથી છૂટ્યો  મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત
Advertisement
  1. વહેલી સવારે જેલમાંથી છૂટ્યો Allu Arjun
  2. પાછળના ગેટથી બહાર આવ્યો અભિનેતા
  3. અભિનેતા અલ્લુ અર્જુને જેલમાં વિતાવી રાત

'Pushpa 2'ના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ અલ્લુ અર્જુન (Allu Arjun)ને શનિવારે, 14 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 7 વાગ્યે મુક્ત કરવામાં આવ્યો છે. 13 ડિસેમ્બર, 2024 ના રોજ, બપોરે 12 વાગ્યે, અલ્લુ અર્જુન (Allu Arjun)ની હૈદરાબાદમાં તેના જ્યુબિલી હિલ્સ બંગલામાંથી સંધ્યા થિયેટરમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ને ફિલ્મ 'Pushpa 2'ના સ્ક્રિનિંગ દરમિયાન એક મહિલાના મૃત્યુના કેસમાં ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા, કારણ કે અલ્લુ અર્જુન (Allu Arjun)ને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી શુક્રવારે મોડી રાત સુધી જેલ અધિકારીઓ કોર્ટના આદેશની નકલ મેળવી શક્યા ન હતા. આ કારણે અલ્લુને છોડવામાં આવ્યો ન હતો. હવે, આજે જ એટલે કે 14 મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન (Allu Arjun) જેલમાંથી બહાર આવ્યો છે.

અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં મહિલાના મોતના કેસમાં ફસાયા...

સાઉથ સુપરસ્ટારને ચિક્કડપલ્લી પોલીસે 13 ડિસેમ્બરે તેના ઘરેથી અટકાયતમાં લીધી હતી, જેના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. અલ્લુ અર્જુન (Allu Arjun) વિરુદ્ધ BNS ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેતાને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, ત્યારબાદ તે કોર્ટમાં હાજર થયો. સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન મહિલાના મોત બાદ તેના પરિવારે અભિનેતા અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. અભિનેતા વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો : કડકડતી ઠંડીને લઈને IMD ની આગાહી, રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કેવું રહેશે વાતાવરણ!

શું છે મામલો?

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ની ગઈકાલે એટલે કે 13મી ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'Pushpa 2 ધ રૂલ'ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય મહિલા (રેવતી)નું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Allu Arjun ની ધરપકડ પર રાજકારણ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કોંગ્રેસ હંમેશા અભિનેતાઓ સાથે કરે છે અન્યાય

Pushpa 2 નું કલેક્શન...

અલ્લુ અર્જુનની ફિલ્મ 'Pushpa 2 The Rule' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. Sacknilk ના રિપોર્ટ અનુસાર, 'Pushpa 2'એ બોક્સ ઓફિસ પર 174.95 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. અલ્લુ અર્જુનની ફિલ્મે હવે ઘરેલુ બોક્સ ઓફિસ પર 762.1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો : અલ્લુ અર્જુન શાહરૂખ ખાનના કારણે છુટ્યો? વકીલે તેનું નામ લીધું અને જામીન મંજૂર

Tags :
Advertisement

.

×