ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Allu Arjun ને સંધ્યા થિયેટર કેસમાં કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા

Allu Arjun Stampede Case : નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું
06:55 PM Jan 04, 2025 IST | Aviraj Bagda
Allu Arjun Stampede Case : નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું

Allu Arjun Stampede Case : 3 જાન્યુઆરીએ Nampally Court એ સંધ્યા થિયેટર કેસમાં Allu Arjun ની જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. તેને કાયમી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. હવે સમાચાર છે કે કોર્ટે તેમની સામે કેટલીક શરતો પણ મૂકી છે.

તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને સહી કરવી પડશે

Allu Arjun ને એવી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય અથવા આગામી બે મહિના સુધી તેણે દર રવિવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને સહી કરવી પડશે. આ સિવાય તે અત્યારે વિદેશ પ્રવાસ પણ કરી શકે તેમ નથી. વિદેશ પ્રવાસની પરવાનગી ન મળવાને કારણે Allu Arjun ની પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે.

આ પણ વાંચો: યજુવેન્દ્ર ચહલે ધનશ્રીને અનફોલો કરીને તમામ તસ્વીરો હટાવી, બંન્ને છૂટાછેડા લગભગ નિશ્ચિત

નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું

Allu Arjunના વકીલો આ શરતો સામે કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. નોંધનીય છે કે આ પહેલા Allu Arjun ને તેલંગાણા High Court થી વચગાળાના જામીન મળ્યા હતા. હવે Nampally Court એ તેમને આ શરતો સાથે નિયમિત જામીન આપ્યા છે. Allu Arjun ની ફિલ્મ પુષ્પા 2 એ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. તેના એક દિવસ પહેલા 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું. તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું.

13 ડિસેમ્બરે Allu Arjun ની ધરપકડ કરી હતી

પોલીસે આ મામલામાં 13 ડિસેમ્બરે Allu Arjun ની ધરપકડ કરી હતી. નીચલી કોર્ટે Allu Arjun ને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો, પરંતુ તે દિવસે તેલંગાણા High Court એ તેને આ કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ Allu Arjun ના વકીલે નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ અરજી પર 30 ડિસેમ્બરે સુનાવણી થઈ હતી.

આ પણ વાંચો: જે ફિલ્મ ભારતમાં રિલીઝ ન થઈ શકી, તેની આંતરાષ્ટ્રીય સ્તેર વાહવાહી

Tags :
Allu Arjun Bailallu arjun bail conditionAllu Arjun newsallu arjun pushpa 2allu arjun regular bailAllu Arjun stampede caseGujarat Firstsandhya theatre incident
Next Article