Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાનદાર STREE ની બોક્સ ઓફિસ ઉપર આંધળી કમાણી, 11 દિવસમાં આંકડો 500 કરોડને પાર!

STREE 2 એ રૂ. 500 કરોડની ક્લબમાં પ્રવેશ કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો STREE 2 એ 11 દિવસમાં આ કમાણી હાંસલ કરી છે 'સ્ત્રી 2'એ ભારતમાં રૂ. 426 કરોડ અને વિદેશમાં રૂ. 78.5 કરોડ કમાવ્યા છે ફિલ્મ STREE 2...
શાનદાર stree ની બોક્સ ઓફિસ ઉપર આંધળી કમાણી  11 દિવસમાં આંકડો 500 કરોડને પાર
Advertisement
  • STREE 2 એ રૂ. 500 કરોડની ક્લબમાં પ્રવેશ કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો
  • STREE 2 એ 11 દિવસમાં આ કમાણી હાંસલ કરી છે
  • 'સ્ત્રી 2'એ ભારતમાં રૂ. 426 કરોડ અને વિદેશમાં રૂ. 78.5 કરોડ કમાવ્યા છે

ફિલ્મ STREE 2 ની ચર્ચાઓ હાલના સમયમાં ખૂબ જ વધી ગઈ છે. રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અને અપારશક્તિ ખુરાનાની ફિલ્મએ દર્શકોના દિલમાં એવી રીતે જગ્યા બનાવી છે કે તેના ક્રેઝમાં 11 દિવસ બાદ પણ કોઈ ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી. અમર કૌશિકના દિગ્દર્શનમાં બનેલી આ હોરર-કોમેડી ફિલ્મ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ હવે બોલીવુડની નામી ફિલ્મો જેવી કે જવાન, એનિમલ, ગદર 2 અને પઠાણ ફિલ્મની કમાણીને ટક્કર આપી રહી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

STREE 2 નીકળી 500 કરોડને પાર

Advertisement

ફિલ્મ STREE 2 એ રૂ. 500 કરોડની ક્લબમાં પ્રવેશ કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. મેડૉક ફિલ્મ્સના દિનેશ વિજન દ્વારા નિર્મિત, આ ફિલ્મ 2018ની સુપરહિટ 'સ્ત્રી'ની સિક્વલ છે. મેકર્સે આ સારા સમાચાર રવિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે STREE 2 એ 11 દિવસમાં આ કમાણી હાંસલ કરી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતા અંગે ફિલ્મના નિર્માતાઓએ તેમના પોસ્ટમાં વધુમાં ઉમેર્યું કે 'સ્ત્રી 2'એ ભારતમાં રૂ. 426 કરોડ અને વિદેશમાં રૂ. 78.5 કરોડ કમાવ્યા છે, જેથી કુલ બિઝનેસ રૂ. 505 કરોડની આસપાસ પહોંચ્યો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર નિખિલ અડવાણીની 'વેદા' અને મુદસ્સર અઝીઝની 'ખેલ ખેલ મેં' જેવી ફિલ્મો સાથે ટક્કર આપી રહી છે.

Advertisement

અક્ષય કુમાર અને વરુણ ધવને ફિલ્મને બનાવી વધુ સ્પેશિયલ

નોંધનીય છે કે 'STREE 2' માં મુખ્ય ભૂમિકામાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અને અપારશક્તિ ખુરાના છે. ફિલ્મમાં વરુણ ધવન અને અક્ષય કુમાર ખાસ કેમિયો રોલમાં દેખાયા છે, જે ફિલ્મને એક લેવલ ઉપર લઈ જાય છે. હજી આગળના સમયમાં પણ આ ફિલ્મ કમાણીના મામલામાં નવા રેકોર્ડ બનાવી શકે છે.

આ પણ વાંચો : ઈટલીમાંથી મશહૂર અભિનેત્રીનો ચુંબન કરતો વાયરલ થયેલો જુઓ Video

Tags :
Advertisement

.

×