Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dua Lipa એ Samsung વિરૂદ્ધ રૂ. 125 કરોડનો દાવો માંડ્યો, જાણો કારણ

Dua Lipa એ મોટી ટેક કંપની વિરૂદ્ધ દાવો માંડ્યો છે, ફરિયાદ મુજબ, સેમસંગે દુઆના ચહેરાનો ઉપયોગ જાણ બહાર મોટા માર્કેટિંગ અભિયાન માટે કર્યો હતો. આ માટે, ન તો તેમને કોઈ પૈસા આપવામાં આવ્યા હતા અને ન તો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ જાહેરાત પર દુઆનો કોઈ નિયંત્રણ નહોતો. ફરિયાદમાં કહેવાયું કે, દુઆએ ક્યારેય આ કામ માટે પરવાનગી આપી ન હતી.
dua lipa એ samsung વિરૂદ્ધ રૂ  125 કરોડનો દાવો માંડ્યો  જાણો કારણ
Advertisement
  • Dua Lipa એ મોટી ટેક કંપની વિરૂદ્ધ દાવો માંડ્યો
  • પોપ સ્ટારના ફોટાનો વગર પરવાનગીએ ઉપયોગ કર્યાનો આરોપ
  • કંપનીને અગાઉ પરવામાં આવેલી રજૂઆત નકારતા આ નોબત આવી

Dua Lipa : આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર દુઆ લિપા અને ટેક જાયન્ટ સેમસંગ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે (International Pop Star Vs Samsung). દુઆએ દાવો દાખલ કર્યો છે કે, સેમસંગે તેની સ્પષ્ટ પરવાનગી વિના તેના નામ, છબી અને લોકપ્રિયતાનો ઉપયોગ તેની જાહેરાતો અને પ્રમોશનમાં કર્યો છે. આ વિવાદથી મનોરંજન અને જાહેરાત જગતમાં કોપીરાઈટ અને સેલિબ્રિટીના અધિકારો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.

Dua Lipa, ફોટાનો ઉપયોગ કરાયો

અહેવાલ અનુસાર, દુઆએ દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ સેમસંગ સામે કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં (US District Court) લગભગ 125 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે સેમસંગ ગયા વર્ષથી તેના ટીવી પેકેજિંગ પર ઓસ્ટિન સિટી લિમિટ્સ ફેસ્ટિવલમાં દુઆના પરફોર્મન્સનો ફોટો વાપરી રહ્યું છે. આ વાતની જાણ થયા પછી, તેમણે કંપનીનો સંપર્ક કર્યો અને તે ફોટો દૂર કરવાની વિનંતી કરી.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Moive : દિલ રાજુની ફિલ્મમાં સલમાન ખાનનો ક્યારેય ન જોયેલો લુક જોવા મળશે!

Dua Lipa, વિનંતી નકારી કાઢી

દુઆએ શરૂઆતમાં મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો, ફક્ત તેનો ફોટો દૂર કરવાની વિનંતી કરી, પરંતુ સેમસંગે તેને ગંભીરતાથી લેવાને બદલે તેની વિનંતીને નકારી કાઢી હતી. આનું સીધું પરિણામ એ આવ્યું કે દુઆને કાનૂની માર્ગ અપનાવવાની ફરજ પડી હતી. હવે આ મામલો ફક્ત એક ફોટાનો નથી, પરંતુ 'સન્માન' અને 'અધિકારો' માટેની લડાઈ બની ગયો છે. તેમની વાત ન સાંભળવી હવે સેમસંગ માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે.

દુઆનો કોઈ નિયંત્રણ નહોતો

ફરિયાદ મુજબ, સેમસંગે દુઆના ચહેરાનો ઉપયોગ તેની જાણ બહાર એક મોટા માર્કેટિંગ અભિયાન માટે કર્યો હતો. આ માટે, ન તો તેમને કોઈ પૈસા આપવામાં આવ્યા હતા અને ન તો તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ જાહેરાત પર દુઆનો કોઈ નિયંત્રણ નહોતો. ફરિયાદમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દુઆએ ક્યારેય આ કામ માટે પરવાનગી આપી ન હતી અને જો તેને પૂછવામાં આવ્યું હોત તો પણ તેણે ક્યારેય હા પાડી ન હોત.

ફોટો જોઇને ટીવીની ખરીદી

મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સેમસંગ દુઆના ફોટાનો ઉપયોગ નફો કમાવવા માટે કરી રહી છે, ભલે તે ફોટાનો કોપીરાઇટ તેમની પાસે હોય. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે લોકો દુઆનો ફોટો જોઈને સેમસંગ ટીવી ખરીદી રહ્યા છે. આના પુરાવા તરીકે X ની કેટલીક પોસ્ટ્સ પણ ટાંકવામાં આવી છે. એક યુઝરે લખ્યું, 'મારો ટીવી ખરીદવાનો ઇરાદો નહોતો, પણ બોક્સ પર દુઆનો ફોટો જોયા પછી, મેં તે ખરીદી લીધું.'

બ્રાન્ડ વેલ્યુને નુકશાન થયું

બીજા યુઝરે તો એમ પણ લખ્યું કે દુઆની છબી જ તેમના માટે ટીવી ખરીદવા માટે પૂરતું કારણ હતું. ફરિયાદમાં દલીલ કરવામાં આવી છે કે, દુઆ એક પ્રીમિયમ બ્રાન્ડ છે અને ફક્ત પસંદગીની કંપનીઓ સાથે જ કામ કરે છે. આવી સ્થિતિમાં, સેમસંગના આ પગલાથી તેની બ્રાન્ડ વેલ્યુને નુકસાન થયું છે. ઉપરાંત, પોપ સ્ટારના ચહેરાનો ઉપયોગ કોપીરાઈટ, પ્રચાર કાયદા અને ટ્રેડમાર્ક નિયમોનું ઉલ્લંઘન હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો - Dhurandhar ના ચાહકો માટે Good News, વર્ષના અંતે મળી શકે છે મોટી સરપ્રાઇઝ

Tags :
Advertisement

.

×