Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amitabh Bachchan : 82 વર્ષની ઉંમરે પણ 'બંદા યે બિન્દાસ હૈ'

Amitabh Bachchan ની  છેલ્લી 5 ફિલ્મોએ અબજો રૂપિયાની કમાણી કરી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સુપરસ્ટારની ફિલ્મો એક પછી એક સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને સારું કલેક્શન પણ કરી રહી છે. હવે તે...
amitabh bachchan   82 વર્ષની ઉંમરે પણ  બંદા યે બિન્દાસ હૈ
Advertisement

Amitabh Bachchan ની  છેલ્લી 5 ફિલ્મોએ અબજો રૂપિયાની કમાણી કરી છે.

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સુપરસ્ટારની ફિલ્મો એક પછી એક સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને સારું કલેક્શન પણ કરી રહી છે. હવે તે આંતરરાષ્ટ્રીય સ્ટાર પણ બની ગયા છે. અભિનેતાની એક્ટિંગને દુનિયા સલામ કરી રહી છે. તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે.

Advertisement

અમિતાભ બચ્ચન સદીના મેગાસ્ટાર

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક પછી એક ફિલ્મો કરી રહ્યા છે. તે 82 વર્ષનો થઈ ગયા  છે અને હજુ પણ તે ઉદ્યોગના સૌથી સક્રિય કલાકારોમાંનો એક છે. તેમની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તે છવાઈ ગયા છે અને લોકો તેમની એક્ટિંગના દિવાના છે.

Advertisement

પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898'માં તે મોટાભાગના દ્રશ્યોમાં પ્રભાસને ઢાંકી ડેટ જોવા મલ્યા.  હવે તે સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે લગભગ 3 દાયકા પછી સાથે ફિલ્મમાં આવ્યા અને તેમની જોડી દુનિયાભરમાં દર્શકોને પ્રિય થઈ ગઈ છે. તેમની ફિલ્મ વેટ્ટીયનની કમાણીનો લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે.

બ્રહ્માસ્ત્ર- 431 કરોડ

Amitabh Bachchanની આ ફિલ્મ વર્ષ 2022માં આવી હતી. આ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ હતી. વિદેશમાં પણ આ ફિલ્મનું કલેક્શન સારું રહ્યું હતું. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની કેમેસ્ટ્રી પણ બતાવવામાં આવી છે. આ ફિલ્મે કુલ 431 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

ગુડબાય - 5 કરોડ

Amitabh Bachchan ને તેમની ઉંમરના આ તબક્કે પણ તમામ પ્રકારના રોલ મળી રહ્યા છે અને તેઓ તમામ પ્રકારના અભિનયના પડકારોનો સામનો કરી રહ્યા છે. ફિલ્મ ગુડ બાય વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને માત્ર 5 કરોડ રૂપિયા જ કલેક્શન કરી શકી.

ઊંચાઈ- 49 કરોડ

ઊંચાઈ ફિલ્મનું બજેટ બહુ ઊંચું ન હોવા છતાં, ફિલ્મ થિયેટરોમાં યોગ્ય કમાણી કરવામાં સફળ રહી. રાજ્શ્રી પ્રોડક્શનની આ ફિલ્મમાં Amitabh Bachchan ઉપરાંત બોમન ઈરાની, નીના ગુપ્તા અને સારિકા સહિત ઘણા સ્ટાર્સ હતા. ચાહકોને આ ફિલ્મ પસંદ પડી અને તેણે યોગ્ય કમાણી કરી.

કલ્કિ 2898 એડી- 1200 કરોડ

આ ફિલ્મે સાબિત કરી બતાવ્યું કે અમિતાભ બચ્ચનને શા માટે સદીના મેગાસ્ટાર કહેવામાં આવે છે. 82 વર્ષની ઉંમરે અભિનેતાએ એવી જબરદસ્ત એક્શન બતાવી કે દુનિયા તેની પ્રશંસક બની ગઈ. તેમણે આખી ફિલ્મનો બોજ પોતાના ખભા પર લઈ લીધો અને ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી. આ ફિલ્મે વિશ્વભરમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે Amitabh Bachchan ના ચાહકો  ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.

વેટ્ટીયન- 250 કરોડ

3 દાયકા પછી, અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી ફરી એક વાર ફિલ્મ વેટ્ટૈયન સાથે ફરી એક વખત સફળ રહી. ફિલ્મ વેટ્ટાયન વિશે વાત કરીએ તો, આ ફિલ્મ ભારતમાં રૂ. 150 કરોડના આંકડાને સ્પર્શવાની નજીક પહોંચી ગઈ છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં વિશ્વભરમાં રૂ. 250 કરોડની કમાણી કરશે.

5 ફિલ્મોએ જંગી કમાણી કરી

અમિતાભ બચ્ચનને હંમેશા લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને આજે પણ તેમના ફેન્સની કોઈ કમી નથી.

કોણ માનશે કે 82 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની 5 ફિલ્મોનું કુલ કલેક્શન 1,935 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે ?  આ એક ઐતિહાસિક ઘટના છે. 

આ પણ વાંચો- Entertainment :ગંદી બાત વેબ સિરીઝની આ હસીનાએ ફરી ઇન્ટરનેટ પર આગ લગાવી

Tags :
Advertisement

.

×