Amitabh Bachchan : બિગ બીની પોસ્ટ થઈ રહી છે વાઇરલ
Amitabh Bachchan: બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ સોશિયલ મીડિયા અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબજ એક્ટિવ રહે છે. હવે બિગ બીફરી એક વખત માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ અને બ્લોગ પર એક્ટિવ થઈ ગયા છે. પહલગામ આંતકવાદી હુમલા બાદ દિવસો સુધી ખાલી બ્લોગ નંબર પોસ્ટ કર્યા બાદ હવે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં બિગ બીએ લખ્યું છે કે હાર જાઓ તો અપને હી પીછે છોડ જાતે હૈ… બિગ બીએ આખરે આવું કેમ કહી રહ્યા છે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના લેટેસ્ટ બ્લોગમાં દિવંગત પિતા અને કવિ હરિવંશરાય બચ્ચનનની કવિતા શેર કરી છે જે સંબંધો અને જીવનમાં હાર-જિત વિશે છે. બિગ બીએ પોતાના બ્લોગમાં શરીર અને ઉંમરને લઈને પણ એક લાંબી લચક પોસ્ટ કરી હતી.
एक अजीब सी दौड है ये जिंदगी
અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં પિતાની આ કવિતા શેર કરી છે. કવિતા કંઈક આ પ્રમાણે છે-
एक अजीब सी दौड है ये जिंदगी,
जीत जाओ तो कई
अपने पीछे छूट जाते हैं और
हार जाओ तो अपने ही पीछे छोड जाते हैं…
-हरिवंश राय बच्चन
બિગ બીની આ પોસ્ટ પર યુઝર્સ જાત જાતની રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ હરિવંશ રાય બચ્ચનની આ કવિતાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો બિગ બીની આ પોસ્ટને અભિષેક બચ્ચનની અસફળતા અને ફેમિલીમાં પડેલાં ભંગાણને જોડીને જોઈ રહ્યા છે.
બિગ બીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક શરીર પોતે ખુદ જ મનોભાવો પર હાવી થઈ જાય છે અને આદેશ આપે છે આરામ કરો… તો જેટલું થઈ શકતું હતું એટલું કર્યું, પછી મેં સમર્પણ કરી દીધું અને એ જ કર્યું જે શરીરે ઈચ્છ્યું અને પછી શરીરે મને જણાવ્યું કે અસલી માલિક કોણ છે? -'શ્રી શરીર…'
અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) આગળ જણાવ્યું હતું કે પરંતુ એ પહેલાં એણે મને સમય અને એના પસાર થવાના કારણોનો એક સબક મળ્યો. એ સમયનું કામ અને હવે શું થઈ ગયું છે. 83 વર્ષે મારી પાસે દલીલ કરવા માટે ઘણું બધું હોય છે, પણ મંચને એક ચોક્કસ ગંભીરતાની જરૂર હોય છે.
આ પણ વાંચો : Aamir Khan : ફરીથી પરફેક્ટનિસ્ટે મહાભારત ફિલ્મ કરવાની ઈચ્છા જાહેર કરી, કહ્યું કંઈક આવું...