Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Amitabh On Ikkis: ફિલ્મ ‘ઈક્કીસ’ જોયા પછી ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થયા ‘બીગ બી’, દોહિત્રની કરી ભરપૂર પ્રશંસા

ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ઈક્કિસ જોઈને બોલીવૂડના શહેનશાહ ભાવુક થઈ ગયા હતા. અમિતાભ બચ્ચને ફિલ્મમાં પોતાના દોહિત્ર અગસ્ત્ય નંદાના અભિનયની ખૂબ પ્રશંસા પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ ઈક્કિસમાં અમિતાભની પુત્રી શ્વેતા નંદાનો દિકરો બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં ધર્મેન્દ્રએ તેના પિતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ રિલિઝ થાય તે પહેલા જ ધર્મેન્દ્રનું નિધન થયું.
amitabh on ikkis  ફિલ્મ ‘ઈક્કીસ’ જોયા પછી ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થયા ‘બીગ બી’  દોહિત્રની કરી ભરપૂર પ્રશંસા
Advertisement
  • Amitabh On Ikkis: અમિતાભ બચ્ચને આપ્યો રિવ્યૂ
  • દોહિત્ર અગસ્ત્ય નંદાની પ્રથમ ફિલ્મથી ખૂબ ખુશ થયા બીગ બી
  • ફિલ્મ જોયા પછી અમિતાભ બચ્ચને દોહિત્રના અભિનયની પ્રશંસા કરી

Amitabh On Ikkis: બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઘણીવાર સોશિયલ મીડિયા અથવા તેમના બ્લોગ (Blog) પર બોલીવૂડ સેલિબ્રિટીઝ અને ફિલ્મોની ચર્ચા કરતા હોય છે. પોતાના વિચારો પોતાના ચાહકો સુધી પહોંચાડતા હોય છે. જ્યારે હવે તેમનો દોહિત્ર અગસ્ત્ય નંદાની (Grandson Agastya Nanda) પ્રથમ ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે. ત્યારે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને આ ફિલ્મ પર બ્લોગ લખીને તેમણે પોતાનો રિવ્યૂ (Review) આપ્યો છે.

Amitabh On Ikkis AMITABH 01_GUJARAT_FIRST

Advertisement

Amitabh On Ikkis: ફિલ્મની રિલિઝિંગ ડેટ લંબાવાઈ

અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ઈક્કિસ પહેલા તો 25 ડિસેમ્બરે રિલિઝ થવાની હતી. પરંતુ રણવીર સિંહની ધુરંધરના (Dhurandhar) લીધે ડેટ પાછી ઠેલવી દેવામાં આવી છે. નિર્માતાઓએ હવે રિલિઝ ડેટ 1 જાન્યુઆરી નક્કી કરી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય સેકન્ડ લેફ્ટનન્ટ (Second Lieutenant) અરુણ ખેતરપાલ (Arun Khetarpal) ની ભૂમિકામાં છે. જ્યારે ધર્મેન્દ્રએ (Dharmendra) તેના પિતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મ જોયા પછી, બીગ બીએ તે સમય યાદ કર્યો, જ્યારે અગસ્ત્ય નંદાનો જન્મ થવાનો હતો.

Advertisement

Amitabh On Ikkis AMITABH 02_GUJARAT_FIRST

Amitabh On Ikkis: અમિતાભનો રિવ્યૂ બ્લોગ

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, "ભાવનાઓ છલકાઈ રહી છે. આજે રાત્રે, ફિલ્મ 'ઈક્કિસ'માં મારા દોહિત્રને ચમકતો જોયો. જ્યારે તેની માતા શ્વેતાને પ્રસવ પીડા પછી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પછી તેનો જન્મ... થોડા કલાકો પછી, તેને અમારા હાથમાં ઉઠાવીને અમે ચર્ચા કરતા હતા, કે તેની આંખો વાદળી છે કે નહીં, તે ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તેને મારા હાથોમાં પકડવો, તેનું મારી દાઢી સાથે રમવું.. અને હવે તે મોટો થઈ ગયો છે. આજે તેને અભિનેતા તરીકે સ્ક્રીન પર જોયો. હું ફિલ્મના દ્રશ્યો પરથી મારી નજર હટાવી ના શક્યો.

બ્લોગમાં અગત્સ્યની પ્રશંસા

બીગ બીએ વધુમાં લખ્યું કે તેઓ ફિલ્મની સમીક્ષા નાના તરીકે નહીં, પરંતુ સિનેમા પ્રેમી તરીકે કરી રહ્યા છે. તેમણે અગસ્ત્યના અભિનય (Acting) ની પ્રશંસા કરતા કહ્યું, "અગસ્ત્યની પરિપક્વતા, પાત્ર પ્રત્યેની તેની અખંડ પ્રામાણિકતા, કોઈ કૃત્રિમતા નથી. ફક્ત અરુણ ખેતરપાલ, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એક બહાદુર 21 વર્ષીય સૈનિક... દરેક શોટમાં સંપૂર્ણતા... જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે તમે ફક્ત અગસ્ત્યને જોતા રહો છો. આ એક નાના નહીં પણ એક એક સિનેમા પ્રેમી બોલી રહ્યો છે.

Amitabh On Ikkis AMITABH 03_GUJARAT_FIRST

અક્ષય કુમારની ભત્રીજીનું પણ ડેબ્યૂ

અમિતાભ બચ્ચને ફિલ્મની સ્ક્રિપ્ટ અને દિગ્દર્શનની વધુ પ્રશંસા કરી. નોંધનીય છે કે, ઈક્કિસ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar) ની ભત્રીજી પણ ડેબ્યૂ કરી રહી છે. અમિતાભના દોહિત્ર અગસ્ત્યની સાથે અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા (Simar Bhatia) જોવા મળશે.

આ પણ વાંચો----2025 Best movies: સૈયારાથી ધુરંધર સુધીની આ ફિલ્મો રહી બેસ્ટ, જુઓ કલેક્શન

આ પણ વાંચો---- Akshaye Khanna ના ફેન ક્લબમાં Shilpa Shetty નો ઉમેરો, ખુશીમાં ઝૂમી ઉઠી

Tags :
Advertisement

.

×