Dilip Kumar-બોલીવુડને સદીઓમાં ન મળે એવો અભિનેતા
Dilip Kumar. જન્મ પેશાવરમાં.પેશાવરે બે બોલીવુડ હસ્તીઓ આપી.એક રાજકપૂર અને બીજા દિલીપકુમાર. એમના પિતા ફ્રુટના વેપારી. મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન.સંજોગોવશ પેશાવરથી મુંબઈ આવ્યા.ચૌદ વરસના થયા ત્યાં સુધી ખાનસાબ યુસુફે એક પણ ફિલ્મ જોઈ નહોતી.
મુંબઈમાં શિક્ષણ.પણ સંજોગ એવા ઉભા થયા કે ભણતર અધૂરું મૂકી યુસુફે પુનાની મીલીટરી કેન્ટીનમાં નોકરી કરવી પડી....ત્યાં સેટ થયા..પણ નસીબમાં મુંબઈ લખ્યું હતું.એ મુંબઈ આવ્યા.ફ્રુટનો વેપારતો ચાલુ જ.એ અંગે એક વાર એ નૈનીતાલ ગયા.ત્યાં બોમ્બે ટોકીઝનાં સર્વેસર્વા દેવિકારાણી મળ્યાં.યુસુફને જોઇને જ એમણે કહી દીધુ કે એ ફિલ્મો માટે જ બન્યો છે. વાત ભૂલાઈ ગયેલી.એક વાર લોકલ ટ્રેનમાં એમને એક સજ્જન મળ્યાં.એ હતા ડો.મસરાણી.એમણે તો યુસુફ એટલેકે દિલીપને કહી દીધું કે બધાં કામ પડતા મૂકી બોમ્બે ટોકીઝ (Bombay Talkies) પહોંચી જા અને હિમાંશુરોયને મળ. હવે યુસુફને લાગ્યું કે નસીબ કઇ બીજું જ કહે છે.એ હિમાન્શુરાય અને દેવિકારાનીને મળ્યા...
બોલીવુડને દિલીપકુમાર મળ્યા
બોમ્બે ટોકીઝની ફિલ્મ "જવારભાટા" મળી. પરદા પર મોહમ્મદ યુસુફખાન નામ તો ન ચાલે. એ માટે નામકરણ વિધિ થઇ.કોઈએ વાસુદેવ તો કોઈએ વામનકુમાર નામ સૂચવ્યું પણ ગુજરાતી નિર્માતા કેદાર શર્માએ દિલીપકુમાર રાખ્યું અને દિલીપકુમાર એટલે અભિનય સાબિત થયું.
જવારભાટા રીલીઝ થઇ.એ જમાનામાં મીડિયા સાવ મર્યાદિત.એક ફિલ્મી મેગેઝીન ફિલ્મ ઇન્ડિયા પ્રકાશિત થાય જે પાછળથી ફિલ્મફેર બન્યું.એમાં બાબુભાઈ પટેલ જે લખે એને દર્શકો અને નિર્માતાઓ બ્રહ્મવાક્ય ગણે. એ લખે પણ તટસ્થ પણ બિલકુલ કડવી ભાષામાં. જ્વારભાટા ફિલ્મ વિષે એમણે બહુ કડવું લખ્યું.એમાય નવા હીરોની તો ધજ્જિયા ઉડાડી...આવું જ બીજી ફિલ્મમાં થયું..પણ ત્રીજી ફિલ્મ 'જુગ્નું' માં બાબુલાલે ફિલ્મની આકરી ટીકા કરી પણ દિલીપકુમારના અભિનયના મોફાટ વખાણ કર્યા. દિલીપના અભિનયમાં ચમત્કાર નહોતો થયો પણ સેલ્ફ ટ્રેઈનીંગનું પરિણામ હતું.
બોલીવુડને સદીઓમાં ન મળે એવો અભિનેતા
Dilip Kumar ફિલ્મો જોતા. માર્લોન બ્રાંડો મેરિલીન મનરો જેવા કલાકારના અભિનયનું અવલોકન કરતા.એ પોતે વોઈસ મોડ્યુલેશનની પ્રેક્ટીસ કરતા...અને એમાં માસ્ટર કી મળી પાત્રમય કેમ ન બનવું? અને એ અમલમાં મૂક્યું...અને બોલીવુડને સદીઓમાં ન મળે એવો અભિનેતા મળ્યો.દિલીપકુમારના અભિનયથી અંજાઈ એમને ટ્રેજેડી ભૂમિકાઓ જ મળતી કારણ એમાં વાત્સવિક અભિનયથી દર્શકોનો એ માનીતો અભિનેતા થઇ ગયેલો.એમને ટ્રેજેડી સિવાય ભાગ્યેજ કોઈ બીજા રોલમાં લોકો લેતાં...અને પાત્ર જીવતાં જીવતાં દિલીપકુમાર માનસિક ડીપ્રેશનમાં પહોંચી ગયા.એમની સારવાર થઇ...
દિલીપકુમાર જેવો ડાન્સ કરનાર હજી સુધી કોઈ પાક્યો નથી
દિલીપકુમારને ય અભિનયમાં ચેન્જ જોઈતો હતો. સાઉથના પ્રોડક્શન હાઉસ જેમિની ફિલ્મ્સે Dilip Kumar અને ટ્રેજેડીક્વીન મીનાકુમારીને લઇ એક કોમેડી ફિલ્મ બનાવી.અને એ સુપરહિટ રહી.બસ હવે દિલીપકુમાર પાસે પસંદગીના વિકલ્પો હતા...વરસે માત્ર એકાદ ફિલ્મ આપનાર દિલીપકુમારની ડીમાંડ વધી...એક પછી એક હિટ ફિલ્મ્સ આવતી ગઈ..આ એક જ કલાકાર એવો છે જેની કોઈ પણ ફિલ્મનો કોઈ પણ સીન લો-વાહ બોલાઈ જશે.એમાય દિલીપકુમાર જેવો ડાન્સ કરનાર હજી સુધી કોઈ પાક્યો નથી.કોઈ પણ ગીત લો એના સ્ટેપ્સ ગમશે જ ...આનું કારણ માત્ર અને માત્ર એમનું પાત્રમય બની જવું....
·
Dilip Kumar-દિલીપકુમારનો યુગ હતો.પ્રેમ સંબંધની નવાઈ ન હોય.કામીનીકૌશલ હોય કે સુરૈયા કે મધુબાલા....પણ એમણે પ્રેમપ્રકરણને ક્યારે ય પબ્લીસીટી સ્ટંટ નથી બનાવ્યો. દીલીપ્કુમારમાં સ્ક્રીપ્ટમાં ગજબની સૂઝ હતી.એટલે ક્યારેક એ ફેરફાર સૂચવતા.આટલા મોટા સ્ટારના સુચન મોટે ભાગે દિગ્દર્શકો સ્વીકારતા..પણ એક વાત એવી પણ ચાલતી કે દિલીપકુમાર ફિલ્મ મેકિંગમાં બહુ દાખલ કરે છે.ફિલ્મ ગંગાજમના'નું શુટિંગ નીતિન બોઝ જેવો દિગ્દર્શક અર્ધેથી છોડી દે એવા પણ બનાવો બન્યા છે... રામ ઔર શ્યામ,સગીના મહતો,ગોપી,ગંગા જમુના,નયાદૌર જેવી ફિલ્મોના એ દિલીપકુમારને સલામ!
આ પણ વાંચો-Controversy: Pushpa 2 ફિલ્મનો કર્યો વિરોધ, રાજ શેખાવતને રાજપૂત સમાજે સંભળાવી ખરીખોટી