Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anant Ambani Birthday: જામનગર બન્યું બોલિવૂડ હબ! જુઓ કોણ આવ્યું

Ambani Family Celebration: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણી જામનગરમાં શરૂ થઈ ગઈ છે. શાહરૂખ ખાન, રણવીર સિંહ, અનન્યા પાંડે અને બોની કપૂર સહિતના અનેક બોલિવૂડ કલાકારો આ જશ્નમાં સામેલ થવા જામનગર પહોંચ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન બાદ ફરી એકવાર અંબાણી પરિવાર જામનગરમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરી રહ્યો છે.
anant ambani birthday  જામનગર બન્યું બોલિવૂડ હબ  જુઓ કોણ આવ્યું
Advertisement

10 એપ્રિલે Anant Ambani 31st Birthday ઉજવશે
જામનગર ખાતે જામશે અંબાણી પરિવારનો જશ્ન
કિંગ ખાન ફેમિલી અને પેટ ડોગ સાથે જામનગર પહોંચ્યા
રણવીર સિંહ સહિત બોલિવૂડ સ્ટાર્સનું જામનગર એરપોર્ટ પર આગમન

Anant Ambani 31st Birthday: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) આગામી 10 એપ્રિલે પોતાનો 31મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે જામનગર (Jamnagar) ખાતે અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 8 એપ્રિલથી જ બોલિવૂડના દિગ્ગજ કલાકારો જામનગર પહોંચવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે એરપોર્ટ પર સેલેબ્રિટીઝનો મેળાવડો જામ્યો હતો.

Advertisement

શાહરૂખ ખાનનો રોયલ અંદાજ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan) પોતાની પત્ની ગૌરી ખાન (Gauri Khan) અને પુત્ર અબરામ (AbRam) સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન અહીં 'સોલ્ટ એન્ડ પેપર' લુકમાં ખૂબ જ આકર્ષક લાગતા હતા. સફેદ ટી-શર્ટ, કેઝ્યુઅલ બોટમ અને માથા પર બ્લેક બેન્ડ બાંધેલા કિંગ ખાનનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રસપ્રદ વાત એ છે કે, તેઓની સાથે તેમનો પાલતુ શ્વાન પણ જોવા મળ્યો હતો.

Advertisement

રણવીર સિંહનો કૂલ લુક

શાહરૂખ ઉપરાંત, યુવા પેઢીના સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પણ જામનગર પહોંચ્યા હતા. સફેદ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં રણવીર સિંહ એકદમ 'કૂલ' દેખાતા હતા. કાળા ચશ્મા અને તેની આગવી સ્ટાઈલ સાથે રણવીરે મીડિયાના કેમેરામાં પોઝ આપ્યા હતા. હાલમાં રણવીર સિંહ તેની ફિલ્મ 'ધુરંધર 2' (Dhurandhar 2) ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, જે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.

અન્ય સ્ટાર્સની હાજરી

આ ભવ્ય સેલિબ્રેશન (Celebration) માં હાજરી આપવા માટે અનન્યા પાંડે (Ananya Panday), નુપુર સેનન (Nupur Sanon), સ્ટેબિન બેન (Stebin Ben), શનાયા કપૂર (Shanaya Kapoor), અગસ્ત્ય નંદા (Agastya Nanda) અને બોની કપૂર (Boney Kapoor) જેવા કલાકારો પણ જામનગર આવી પહોંચ્યા છે. અંબાણી પરિવારના કોઈપણ પ્રસંગમાં બોલિવૂડની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે.

ભૂતકાળની ભવ્યતાની યાદ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના લગ્ન વર્ષ 2024માં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. જામનગરમાં માર્ચ મહિનામાં યોજાયેલા પ્રી-વેડિંગ (Pre-wedding) ફંક્શનમાં રિહાના (Rihanna) જેવા આંતરરાષ્ટ્રીય સિતારાઓએ પર્ફોર્મન્સ આપ્યું હતું. તે સમયે શાહરૂખ, સલમાન અને આમિર ખાને એકસાથે સ્ટેજ શેર કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે ફરી એકવાર અનંતના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં આવો જ ભવ્ય માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: Anant Ambani ના 31માં જન્મદિનની મહાભેટ, અંબાણી પરિવાર સાળંગપુરમાં બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા

Tags :
Advertisement

.

×