Dadasaheb Phalke Award Winner: અનંત નાગના નામે વધુ એક મોટી સિદ્ધિ, દાદાસાહેબ ફાળકે એવોર્ડથી થશે સન્માન
કન્નડ સિનેમાના એક એવા દિગ્ગજ કલાકાર, જેમણે દાયકાઓ સુધી અલગ-અલગ ભાષાની ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા, તેમના નામની હવે દેશના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માનોમાં ગણાતા એવોર્ડ સાથે જાહેરાત થઈ છે. ‘માલગુડી ડેઝ’થી લોકપ્રિય બનેલા આ અભિનેતાની સફરમાં 300થી વધુ ફિલ્મો અને અનેક યાદગાર ભૂમિકાઓ સામેલ છે.
Advertisement
Anant Nag Dadasaheb Phalke Award : ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને વર્ષ 2024ના દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award)થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ જગતમાં તેમના લાંબા અને નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન માટે તેમની પસંદગી કરવામાં આવી છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે યોજાનારા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (National Film Awards) સમારોહ દરમિયાન આ સન્માન આપવામાં આવશે.

