Ananya Panday Dance controversy : ફરી એકવાર ટ્રોલ થઈ અનન્યા પાંડે, જાણો શું છે 'નેપો-નાટ્યમ' વિવાદ
Ananya Panday Dance controversy : બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમની નવી ફિલ્મ 'ચાંદ મેરા દિલ' (Chand Mera Dil) ના એક ડાન્સ સીન વાયરલ થતા જ ઈન્ટરનેટ પર મીમ્સ (Memes) અને ટ્રોલિંગની જાણે સુનામી આવી ગઈ છે. આ ફિલ્મમાં અનન્યાએ 'ચાંદની' નામની એવી યુવતીનું પાત્ર ભજવ્યું છે, જે એક ભરતનાટ્યમ ડાન્સરની પુત્રી છે. જોકે, ફિલ્મમાં એક કોલેજ રિયુનિયન સીક્વન્સ દરમિયાન અનન્યાનું 'ભરતનાટ્યમ ફ્યુઝન પરફોર્મન્સ' (Bharatnatyam Fusion Performance) દર્શકોને બિલકુલ પસંદ નથી આવ્યું. જેવું આ ક્લિપ વાયરલ થયું કે તરત જ યુઝર્સ આકરા પાણીએ જોવા મળ્યા હતા.
Ananya Panday Dance controversy : સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટ્રોલિંગ
ડાન્સ સીન રિલીઝ થતા જ એક્સ (X), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને રેડિટ (Reddit) પર મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘણા યુઝર્સે અનન્યાના ડાન્સ મૂવ્સને 'રોબોટિક', 'અજીબ' અને 'ઓવર ફ્યુઝન' ગણાવ્યા છે. એટલું જ નહીં, કેટલાક યુઝર્સે તો રમૂજમાં આને 'નેપો-નાટ્યમ' (Nepo-Natyam) નામ આપી દીધું છે.
Ananya Panday Dance controversy : અભિનેત્રી રિદ્ધિમાં પંડિતે આપ્યો પ્રતિક્રિયા
અભિનેત્રી રિદ્ધિમા પંડિત (Ridhima Pandit) ની પ્રતિક્રિયાએ આ વિવાદમાં વધુ રંગ પૂર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે "આવું પરફોર્મન્સ આપવા માટે ખૂબ મોટા ગટ્સની જરૂર હોય છે." તેમના આ કટાક્ષને નેટીઝન્સે અનન્યા પરનો સીધો હુમલો ગણાવ્યો છે. ક્લાસિકલ ડાન્સ પ્રેમીઓ પણ ભરતનાટ્યમ જેવી શાસ્ત્રીય શૈલીને ફિલ્મી ફ્યુઝનમાં કદરૂપી રીતે રજૂ કરવા બદલ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો જૂના ક્લાસિકલ વીડિયો શેર કરીને શ્રીદેવી કે સાઈ પલ્લવી જેવા કલાકારોના ગ્રેસ સાથે અનન્યાની સરખામણી કરી રહ્યા છે.
ચંકી પાંડે અને ટીમનો બચાવ
વિવાદ વકરતા અભિનેતા ચંકી પાંડે (Chunky Panday) પોતાની પુત્રીના સમર્થનમાં મેદાને આવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે લોકો આ ડાન્સને ખોટી રીતે જોઈ રહ્યા છે. આ કોઈ શુદ્ધ ભરતનાટ્યમ રજૂઆત નથી, પરંતુ કોલેજ રિયુનિયનનો એક ફ્યુઝન એક્ટ (Fusion Act) છે, જેમાં મનોરંજન માટે આધુનિક ડાન્સ ફોર્મ્સ ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફિલ્મના આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર (Assistant Choreographer) એ પણ અનન્યાની મહેનતને બિરદાવતા કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો એ જ મોટી વાત છે.
અગાઉ પણ ટ્રોલ થઈ હતી અનન્યા
જોકે, સોશિયલ મીડિયા પર આ ડાન્સ સીન સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. અગાઉ 'લાઈગર' (Liger) અને 'ગહેરાઈયાં' (Gehraiyaan) જેવી ફિલ્મોમાં એક્ટિંગને લઈને ટ્રોલ થઈ ચૂકેલી અનન્યા માટે આ કોઈ નવી વાત નથી. હાલ તો 'ચાંદ મેરા દિલ' નો આ સીન ઈન્ટરનેટ માટે એક નવો 'મીમ મટીરીયલ' (Meme Material) બની ગયો છે. એક વાત સ્પષ્ટ છે કે વિવાદો ગમે તે હોય, અનન્યા પાંડે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે.
It is deeply disheartening to see that Bharatanatyam, which is regarded as the mother of Indian classical dance and has survived for over 2,000 years, is being presented in such a satirical/mocking manner. Ananya Panday cannot even strike a proper posture, let alone master the… pic.twitter.com/MLAuPxGZKM
— Anviksha (@Anviksha_) May 25, 2026
આ પણ વાંચો : Sadhguru Jaggi Vasudev ની શરણમાં Ranveer Singh, જાણો શુ પુછ્યું !


