ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Saiyaara ને પાછળ છોડી એનિમેટેડ ફિલ્મ Mahavatar Narsimha ની છપ્પરફાડ કમાણી

Mahavatar Narsimha BO Collection : ભારતીય બોક્સ ઓફિસ પર હાલમાં "સૈય્યારા, સન ઓફ સરદાર 2" અને "ધડક 2" જેવી ફિલ્મોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એક એનિમેટેડ ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મ છે "મહાવતાર નરસિંમ્હા". 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના 13મા દિવસે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ "સૈય્યારા"ને પણ પાછળ છોડી દીધી છે.
02:11 PM Aug 07, 2025 IST | Hardik Shah
Mahavatar Narsimha BO Collection : ભારતીય બોક્સ ઓફિસ પર હાલમાં "સૈય્યારા, સન ઓફ સરદાર 2" અને "ધડક 2" જેવી ફિલ્મોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એક એનિમેટેડ ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મ છે "મહાવતાર નરસિંમ્હા". 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના 13મા દિવસે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ "સૈય્યારા"ને પણ પાછળ છોડી દીધી છે.
Mahavatar Narsimha BO Collection

Mahavatar Narsimha BO Collection : ભારતીય બોક્સ ઓફિસ પર હાલમાં "સૈય્યારા, સન ઓફ સરદાર 2" અને "ધડક 2" જેવી ફિલ્મોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એક એનિમેટેડ ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મ છે "Mahavatar Narsimha". 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના 13મા દિવસે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ "સૈય્યારા"ને પણ પાછળ છોડી દીધી છે. 6 ઓગસ્ટ 2025ના શરૂઆતી આંકડા અનુસાર, આ ફિલ્મે એક દિવસમાં 6 કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે તેની કુલ કમાણી 112.80 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આ ફિલ્મે 18 જુલાઈના રોજ રિલીઝ થયેલી "સૈય્યારા"ને પણ આ દિવસે માત આપી, જેની કમાણી માત્ર 2 કરોડ રૂપિયા રહી.

માઉથ પબ્લિસિટીનો જાદુ

"Mahavatar Narsimha" ભગવાન નરસિંહ, હિરણ્યકશ્યપ અને પ્રહલાદની પૌરાણિક કથાનું એનિમેટેડ સંસ્કરણ છે, જેનું દિગ્દર્શન અશ્વિન કુમારે કર્યું છે. આ ફિલ્મે દર્શકોનો પ્રેમ અને સમર્થન મેળવ્યું છે, જેનું મુખ્ય કારણ તેની શક્તિશાળી વાર્તા અને ઉચ્ચ ગુણવત્તાનું એનિમેશન છે. 6 ઓગસ્ટ સુધીમાં, ફિલ્મે થિયેટરોમાં 13 દિવસ પૂર્ણ કર્યા હતા અને આ દિવસે તેણે 6 કરોડ રૂપિયાની નોંધપાત્ર કમાણી કરી. આ આંકડો સેકનિલ્કના બોક્સ ઓફિસ રિપોર્ટ પર આધારિત છે. વળી, "સન ઓફ સરદાર 2"એ 1.64 કરોડ અને "ધડક 2"એ લગભગ 1 કરોડની કમાણી કરી, જેની સરખામણીમાં "મહાવતાર નરસિંમ્હા"એ બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.

કમાણીનો દૈનિક વૃદ્ધિ ગ્રાફ

"મહાવતાર નરસિંમ્હા"ની કમાણીની શરૂઆત ધીમી હતી, પરંતુ દર્શકોના સકારાત્મક પ્રતિસાદે તેને નવી ઊંચાઈઓ આપી. પ્રથમ દિવસે, ફિલ્મે તમામ ભાષાઓમાં 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી, જેમાં હિન્દી વર્ઝનનો હિસ્સો 1.35 કરોડ હતો. બીજા દિવસે કમાણી વધીને 4.6 કરોડ થઈ, જેમાં હિન્દી ભાષાએ 3.25 કરોડનું યોગદાન આપ્યું. ત્રીજા દિવસે રવિવારે ફિલ્મે 9.5 કરોડની છલાંગ લગાવી. ચોથા દિવસે 6 કરોડ, પાંચમા અને છઠ્ઠા દિવસે 7.7 કરોડ, સાતમા દિવસે 7.5 કરોડ, આઠમા દિવસે 7.7 કરોડ, નવમા દિવસે 15.5 કરોડ અને દસમા દિવસે 23.1 કરોડની કમાણી નોંધાઈ. 11મા દિવસે 7.35 કરોડ, 12મા દિવસે 8.5 કરોડ અને 13મા દિવસે 6 કરોડનો પ્રારંભિક અંદાજ છે.

Mahavatar Narsimha આગળની સફળતાની આશા

ફિલ્મની કમાણીનો આ ગ્રાફ દર્શાવે છે કે "Mahavatar Narsimha"ની લોકપ્રિયતા સતત વધી રહી છે. સપ્તાહના અંતે તેની કમાણીમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે. આ ફિલ્મે એક એનિમેટેડ ફિલ્મ તરીકે પૌરાણિક કથાને આધુનિક રીતે રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો :  Saiyaara : 2025 ની સૌથી મોટી રોમેન્ટિક હિટ, જાણો ફિલ્મના 10 રસપ્રદ રહસ્યો!

Tags :
Gujarat FirstHardik ShahMahavatar NarsimhaMahavatar Narsimha BO CollectionMahavatar Narsimha box office collection day 13Mahavatar Narsimha gross collectionMahavatar Narsimha left son of sardaar 2 dhadak 2 behindMahavatar Narsimha opening day collectionMahavatar Narsimha screentimeSaiyaara
Next Article