સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હવે 'માતા સીતા'ના રોલમાં: ફેન્સ ખુશ, યુઝર્સ ગુસ્સે
- સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા માતા સીતાનો ભજવશે રોલ (Anjali Arora Mata Sita)
- અંજલિ અરોરા સીતા માતાનો રોલ ભજવવાની વાત પર થઈ ટ્રોલ
- બોલ્ડ ડાન્સ અને ઈમેજને લઈને યૂઝર્સે અંજલિ અરોરાને કરી ટ્રોલ
Anjali Arora Mata Sita : 'કાચા બદામ' ગીત પરના બોલ્ડ ડાન્સથી રાતોરાત સ્ટાર બનેલી સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હવે મોટી પડદા પર જોવા મળશે. સમાચાર આવી રહ્યા છે કે તે જલ્દી જ ધાર્મિક ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવશે, જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.
અંજલિ અરોરાએ કન્ફર્મ કર્યું છે કે તે ફિલ્મ 'શ્રી રામાયણ કથા' દ્વારા અભિનયની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેમાં તે માતા સીતાનું મુખ્ય પાત્ર નિભાવશે. આ પૌરાણિક ફિલ્મનું નિર્દેશન અભિષેક સિંહ કરશે, જ્યારે પ્રકાશ મહોબિયા અને સંજય બુંદેલા તેના નિર્માતા છે. માતા સીતાના લૂકમાં તેમનો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તે ભગવા રંગની સાડી પહેરીને હાથમાં ફળોની ડાળી સાથે દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા અને ટીકા
અંજલિ અરોરા તેના બોલ્ડ ડાન્સ વીડિયો અને લવ લાઈફ (તે ભાજપના યુવા નેતા આકાશ સનસનવાલ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે) માટે જાણીતી છે. આ જ કારણોસર, માતા સીતાના રોલને લઈને તેમની ઉગ્ર ટીકા થઈ રહી છે, યુઝર્સ આ ભૂમિકા પર આશ્ચર્ય અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે 'કાચા બદામ' કે 'દિલ પર ચલાઈ છુરિયાં' જેવા ગીતો પર વાયરલ થયેલા સ્ટારને માતા સીતાના રોલમાં જોવું 'ઘોર કલયુગ' જેવું છે.
યૂઝર્સે રાવણની સાથે કરી સરખામણી (Anjali Arora Mata Sita)
એક યુઝરે કટાક્ષ કર્યો કે "જો થાઈલેન્ડના બારમાં નાચનારી અંજલિ અરોરા માતા સીતાનો રોલ કરશે, તો હું આ વખતે રાવણની સાથે છું." અન્ય યુઝર્સ ધાર્મિક પાત્ર માટે તેમની બોલ્ડ ઈમેજ પર સવાલ ઉઠાવી રહ્યા છે. અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઇંગ છે. જોકે, આ નવા પાત્રને લઈને તે હાલમાં ભારે વિવાદમાં ઘેરાયેલા છે.
આ પણ વાંચો : શ્વેતા તિવારીએ લગાવી સ્ટેજ પર આગ, 17 વર્ષ બાદ રોનિતા રૉય સંગ કર્યુ ખુલ્લેઆમ આવુ કામ