ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિનેમાઘરોમાં જલ્દી જ આવી રહી છે વધુ એક Horror-Thriller ફિલ્મ

Baida : સાઉથની ફિલ્મો આજે લોકોના દિલોમાં ખૂબ રાજ કરી રહી છે. ગત વર્ષોમાં “તુમ્બાડ” અને “બ્રહ્મયુગમ” જેવી સુપરનેચરલ ફિલ્મો અનેક મંચો પર ખૂબ વખણાઈ છે. આ ફિલ્મો એ પોતાની અનોખી વાર્તા, સ્ટોરીટેલિંગ અને કલાકારના પ્રદર્શન દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
12:38 PM Jan 22, 2025 IST | Hardik Shah
Baida : સાઉથની ફિલ્મો આજે લોકોના દિલોમાં ખૂબ રાજ કરી રહી છે. ગત વર્ષોમાં “તુમ્બાડ” અને “બ્રહ્મયુગમ” જેવી સુપરનેચરલ ફિલ્મો અનેક મંચો પર ખૂબ વખણાઈ છે. આ ફિલ્મો એ પોતાની અનોખી વાર્તા, સ્ટોરીટેલિંગ અને કલાકારના પ્રદર્શન દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
horror thriller film Baida

Baida : સાઉથની ફિલ્મો આજે લોકોના દિલોમાં ખૂબ રાજ કરી રહી છે. ગત વર્ષોમાં “તુમ્બાડ” અને “બ્રહ્મયુગમ” જેવી સુપરનેચરલ ફિલ્મો અનેક મંચો પર ખૂબ વખણાઈ છે. આ ફિલ્મો એ પોતાની અનોખી વાર્તા, સ્ટોરીટેલિંગ અને કલાકારના પ્રદર્શન દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે, ટૂંક સમયમાં એક નવી સુપરનેચરલ સાયન્સ-ફાઇ ફિલ્મ “Baida” દર્શકો માટે આવી રહી છે. તાજેતરમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક વીડિયો રિલીઝ થયો છે, જેને જોઈને દર્શકોને “તુમ્બાડ” ની યાદ આવી ગઈ.

Baida ના ફર્સ્ટ લુકે દર્શકોની ઉત્સુકતા વધારી

“Baida”ના ફર્સ્ટ લુક વીડિયોને જોતા જ, દર્શકોને એક અનોખી અને ભ્રમથી ભરેલી દુનિયા જોવા મળી. વીડિયોમાં ખાલી ઘરો, ભયંકર જંગલ, ફાનસના ઝરકારા અને ભ્રમની જાળને દર્શાવવામાં આવી છે, જે દર્શકોને ખૂબ ઉત્સુક અને ડરમણો અનુભવ આપે છે. આ ફિલ્મ સુધાંશુ રાયની એક લોકપ્રિય ઓડિયો વાર્તા પર આધારિત છે, જે ભારતના “હિન્દી હાર્ટલેન્ડ” માં સેટ છે.

55 સેકન્ડના વીડિયોમાં શું જોવા મળ્યું?

“Baida” એ એક સાયન્સ-ફાઇ ફિલ્મ છે જે ભ્રમના જાળાને દર્શાવે છે. ફિલ્મની વાર્તા એક એવી દુનિયામાં ગૂંથેલી છે, જ્યાં દર્શકો એક ભ્રમિત જાળામાં ફસાઈ જતાં જોવા મળે છે. 55 સેકન્ડના આ ટ્રેલરમાં, ફાનસના વિસ્મયકર્તા પ્રકાશથી લઈને, ગાઢ જંગલ, અને વિમુક્ત સ્થાનો પર ભ્રમના જાળાઓ દર્શાવવામાં આવ્યા છે, જે દર્શકને એક ડરામણા અને રસપ્રદ વાતાવરણ સુધી લઈ જાય છે.

ફિલ્મના કલાકારો અને ભૂમિકા

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુધાંશુ રાય નિભાવશે, જે તે ફિલ્મના નાયક હશે. તેનું પાત્ર વિવિધ ફ્રેમ્સ અને પરિમાણોમાંથી પસાર થાય છે. બૈદાની પહેલી ઝલક એટલી જોરદાર છે કે તેને જોયા પછી દર્શકોના રૂંવાડા ઉડી જાય છે. આ ફિલ્મમાં ચૈપટ્ટી ફેમ શોભિત સુજય, ડિટેક્ટીવ બુમરાહ ફેમ મનીષા રાય, તરુણ ખન્ના, હિતેન તેજવાની, સૌરભ રાજ જૈન અને પ્રદીપ કાબરા જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મના સંપાદકો કાંતારા અને 777 ચાર્લી પેમ પ્રતીક શેટ્ટી છે.

આ પણ વાંચો :  Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!

Tags :
55-second teaserBaida film release dateBaida movieBramha YugamChilling atmosphereFamous actorsFirst look videoGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHeartland settingHorror and mysteryPuneet Sharma directorScience fiction supernatural thrillerSoham ShahSudhanshu RaiSupernatural thriller filmsSuspenseful storyThriller movie anticipationTumbbad comparison
Next Article