ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિરાટ પહેલા આ સ્ટાર્સ સાથે જોડાયું હતું અનુષ્કા શર્માનું નામ, એક ક્રિકેટર પણ છે લિસ્ટમાં સામેલ

અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. 1 મે 1988ના રોજ જન્મેલી અનુષ્કા શર્માએ મોડલિંગ તરીકે કરીયરની શરૂઆત કરી હતી ય અનુષ્કા એ બોલ્ડ એક્ટિંગથી દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી...
11:10 AM May 01, 2023 IST | Vishal Dave
અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. 1 મે 1988ના રોજ જન્મેલી અનુષ્કા શર્માએ મોડલિંગ તરીકે કરીયરની શરૂઆત કરી હતી ય અનુષ્કા એ બોલ્ડ એક્ટિંગથી દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી...

અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. 1 મે 1988ના રોજ જન્મેલી અનુષ્કા શર્માએ મોડલિંગ તરીકે કરીયરની શરૂઆત કરી હતી ય અનુષ્કા એ બોલ્ડ એક્ટિંગથી દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અનુષ્કાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

અનુષ્કાને 2012માં ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ 2014માં અનુષ્કાના કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મ ‘પીકે’ રીલિઝ થઈ હતી. વર્ષ 2017માં અનુષ્કાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. અનુષ્કા છેલ્લે ચાર વર્ષ પહેલા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આજે તે બોલિવૂડની ટોપ સ્ટાર છે. વિરાટ કોહલી પહેલા અનુષ્કાનું નામ ઘણા કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં એક ક્રિકેટર પણ સામેલ છે.

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની લવ લાઈફ ઘણી ચર્ચામાં રહી છે. અનુષ્કા અને વિરાટ કોહલી એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા. બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ સાથે ફરવા લાગ્યા. અનુષ્કા અને વિરાટના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. અનુષ્કા એક પુત્રી વામિકાની માતા છે.

જોકે વિરાટ અનુષ્કાનો પહેલો પ્રેમ નહોતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે અનુષ્કાનો પહેલો પ્રેમ એક્ટર નહીં પરંતુ મોડલ હતો. અનુષ્કાનું દિલ ઝોહેબ યુસુફ નામના મોડલ માટે ધડકતું હતું. બંનેએ એકસાથે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. જોકે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

ફિલ્મોમાં આવ્યા બાદ અનુષ્કાનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડાયું હતું. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહનું નામ સૌથી પહેલા આવે છે. અનુષ્કા અને રણવીરે ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી તેમના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કેટલાક વિવાદને કારણે આ સંબંધ તૂટી ગયો હતો.

આ પછી અનુષ્કાનું નામ ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ જોડાયું હતું, કહેવાય છે કે બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી અને અનુષ્કાએ સુરેશ રૈનાને દિલ આપી દીધું હતું. જોકે બંનેએ ક્યારેય સ્વીકાર્યું ન હતું કે તેઓ રિલેશનશિપમાં છે.

એક સમયે અનુષ્કા શર્માનું નામ રણબીર કપૂર સાથે પણ જોડાયું હતું. સોશિયલ મીડિયા પર બંનેની ખૂબ ચર્ચા થઈ હતી. આ પછી પણ અનુષ્કાના લિંકઅપના સમાચાર હેડલાઇન્સ બન્યા હતા. એ જ રીતે અનુષ્કા શર્માનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે પણ જોડાઈ ગયું છે.

 

 

Tags :
anushka sharmabirthdaylove-affairsMoviesRelationshipVirat Kohli
Next Article