Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ranveer Singh Aditya Dhar Movie: રણવીર સિંહ અને આદિત્ય ધર ફરી આવશે સાથે; 'ધુરંધર'ની સફળતા બાદ નવા પ્રોજેક્ટની તૈયારી

Ranveer Singh Aditya Dhar Movie: 'ધુરંધર' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડી ફરી એકવાર નવા પ્રોજેક્ટ માટે તૈયાર છે. આદિત્ય ધરે નવી ફિલ્મનો આઈડિયા ફાઈનલ કરી લીધો છે અને આવતા વર્ષથી તેનું શૂટિંગ શરૂ થઈ શકે છે. રણવીર સિંહ અત્યારે ફિલ્મ 'પ્રલય'માં વ્યસ્ત છે, જે બાદ તે આ મેગા પ્રોજેક્ટમાં જોડાશે.
ranveer singh aditya dhar movie  રણવીર સિંહ અને આદિત્ય ધર ફરી આવશે સાથે   ધુરંધર ની સફળતા બાદ નવા પ્રોજેક્ટની તૈયારી
Advertisement
  • 'ધુરંધર'ની સફળતા બાદ ફરી એકવાર જોડી જામશે
  • આદિત્ય ધરને મળ્યો નવો દમદાર ફિલ્મનો આઈડિયા
  • આવતા વર્ષથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની શક્યતા
  • રણવીર સિંહ સાથે પ્રોજેક્ટ અંગે વાતચીત શરૂ થઈ
  • ગ્રાન્ડ સ્કેલ પર બનશે આદિત્ય ધરની આગામી ફિલ્મ

બોલિવૂડમાં અત્યારે સૌથી સફળ જોડી ગણાતી રણવીર સિંહ અને આદિત્ય ધર (Aditya Dhar) ફરીથી એક મેગા પ્રોજેક્ટ માટે હાથ મિલાવી રહ્યા છે. પિંકવિલાના અહેવાલ મુજબ, આદિત્ય ધરે આ નવી ફિલ્મનો કોન્સેપ્ટ નક્કી કરી લીધો છે અને હાલમાં તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. જો બધું યોજના મુજબ પાર ઉતરશે, તો આવતા વર્ષથી આ ગ્રાન્ડ સ્કેલ ફિલ્મનું શૂટિંગ (Film Shooting) શરૂ કરી દેવામાં આવશે.

Ranveer Singh 03_GUJARAT_FIRST

Advertisement

ગ્રાન્ડ સ્કેલ અને દમદાર સ્ટોરી

આ પ્રોજેક્ટ અત્યારે તેના પ્રારંભિક તબક્કામાં છે. આદિત્ય ધર રણવીર સિંહ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને બંને વચ્ચે પ્રાથમિક વાતચીત પણ થઈ ચૂકી છે. આ ફિલ્મ પણ 'ધુરંધર'ની જેમ જ વિશાળ પાયા પર બનાવવામાં આવશે. હાલમાં સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે (Screenplay) પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જ અન્ય કલાકારોની પસંદગી કરવામાં આવશે.

Advertisement

Aditya Dhar File Photo

રણવીર સિંહનો વર્કફ્રન્ટ

રણવીર સિંહ અત્યારે તેની અપકમિંગ ઝોમ્બી ફિલ્મ 'પ્રલય'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું કામ પૂરું થયા બાદ જ તે આદિત્ય ધરની નવી ફિલ્મ પર કામ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે આ જોડીની છેલ્લી ફિલ્મ 'ધુરંધર' એ ભારતમાં ૮૪૦ કરોડ અને તેની સીક્વલે ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ (Box Office) ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે આ નવી ફિલ્મ શું નવો ઈતિહાસ રચે છે, તેના પર સૌની નજર રહેશે

આ પણ વાંચો : Karan Aujla ના નામે કરાલેયી પોસ્ટથી ખળભળાટ, ચાહકોને લાગ્યો આંચકો !

Tags :
Advertisement

.

×