ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Virat Kohli ની ટેસ્ટ નિવૃત્તિ પર અનુષ્કા શર્મા સિવાય આ સ્ટાર્સ પણ થયા ભાવૂક

વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ એક ભાવનાત્મક પોસ્ટ કરી છે. જો કે અનુષ્કા શર્મા સિવાય બી ટાઉનના આ સેલેબ્સ પણ ભાવૂક થયા છે. તેમણે પણ સોશિયલ મીડિયામાં તેમની પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
04:22 PM May 12, 2025 IST | Hardik Prajapati
વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ એક ભાવનાત્મક પોસ્ટ કરી છે. જો કે અનુષ્કા શર્મા સિવાય બી ટાઉનના આ સેલેબ્સ પણ ભાવૂક થયા છે. તેમણે પણ સોશિયલ મીડિયામાં તેમની પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
Virat Kohli Gujarat First

Virat Kohli : આજે ટેસ્ટ ક્રિકેટમાંથી શાનદાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) એ નિવૃત્તિ જાહેર કરી છે. આ ઘટના પર તેની પત્ની અને બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પ્રતિક્રિયા આપી છે. અનુષ્કા શર્માએ એક ભાવનાત્મક પોસ્ટમાં Virat Kohli ના સંઘર્ષો અને રમત પ્રત્યેના અતૂટ પ્રેમને યાદ કર્યો. અનુષ્કા શર્મા સિવાય બી ટાઉનના અનેક સેલેબ્સે વિરાટ કોહલીની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે. જેમાં વિક્કી કૌશલ, રણવીર સિંહ અને અંગદ બેદી વગેરેનો સમાવેશ થાય છે.

ટેસ્ટ ફોર્મેટમાં 14 વર્ષની કારકિર્દી

વિરાટ કોહલીએ 14 વર્ષ પછી ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ Anushka Sharma એ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી છે. તેણીએ સ્ટેડિયમ ગ્રાઉન્ડ પરથી તેમની સાથે એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ક્રિકેટર સફેદ જર્સીમાં જોવા મળી રહ્યો છે અને તેણે અભિનેત્રીના ખભા પર હાથ રાખ્યો છે. બંને સાથે હસતા પણ દેખાય છે. અનુષ્કાએ આ સાથે પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી છે. તેણીએ લખ્યું કે, તે રેકોર્ડ્સ અને સીમાચિહ્નો વિશે વાત કરશે પણ મને હંમેશા યાદ રહેશે કે તેણે ક્યારેય આંસુ નથી બતાવ્યા, તેનો અપ્રતિમ સંઘર્ષો અને રમતના આ ફોર્મેટને આપેલો અતૂટ પ્રેમ.

આ પણ વાંચોઃ  વિરાટ કોહલીએ ફેન્સને આપ્યો ઝટકો, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

અન્ય સેલેબ્સની પ્રતિક્રિયા

આજે ટેસ્ટ ક્રિકેટમાંથી શાનદાર ક્રિકેટર વિરાટ કોહલીએ નિવૃત્તિ જાહેર કરી છે. આ ઘટના પર અનુષ્કા શર્મા સિવાય બી ટાઉનના અનેક સેલેબ્સે વિરાટ કોહલીની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે. જેમાં Vicky Kaushal, Ranveer Singh અને અંગદ બેદી વગેરેનો સમાવેશ થાય છે. વિકી કૌશલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, તમે તમારી રીતે રમ્યા અને મને તે ખૂબ જ યાદ આવશે. અદ્ભુત ટેસ્ટ કારકિર્દી માટે શુભેચ્છાઓ અને યાદો, ચેમ્પિયન માટે આભાર. જ્યારે અંગદ બેદીએ ક્રિકેટરનો ફોટો શેર કરીને એક લાંબી પોસ્ટ શેર કરી અને ભાવુક થઈ ગયો. હાર્ડી સંધુ અને રણવીર સિંહે પણ બેટ્સમેનના નિર્ણયને સલામ કરી.

vikki Kaushal

આ પણ વાંચોઃ યુદ્ધના તણાવ વચ્ચે રિકી પોન્ટિંગના એક નિર્ણયે પંજાબ કિંગ્સમાં ભરી નવી ઊર્જા

Tags :
14-year CareerAngad Bedianushka sharmaBollywood CelebritiesCelebrity ReactionsChampion CricketerCricketer Strugglesemotional postGujarat FirstGUJARAT FIRST NEWSHardy SandhuInstagram Tributeranveer singhretirementtest cricketUnwavering Love for GameVicky KaushalVirat Kohli
Next Article