Arjun Kapoor Mother Post: "તમને જલ્દી મળીશ", શું અર્જુન કોઈ ખોટું પગલું ભરશે? ચાહકોમાં ફફડાટ
- અર્જુન કપૂરની પોસ્ટથી ચિંતા (Arjun Kapoor Mother Post)
- માતાને લખ્યું: 'જલ્દી મળીશ'
- ફેન્સને સુશાંતની યાદ આવી
- "જિંદગી ક્રૂર છે" - અર્જુન
- મલાઈકા સાથે બ્રેકઅપનું દર્દ?
Arjun Kapoor Mother Post : બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) પોતાની દિવંગત માતા મોના કપૂર (Mona Kapoor) ની કેટલી નજીક હતા, તે વાત જગજાહેર છે. અર્જુન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. તાજેતરમાં માતાની બર્થ એનિવર્સરી (Birth Anniversary) પર અર્જુન કપૂરે એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી હતી. પરંતુ આ પોસ્ટમાં લખાયેલી એક લાઈનને કારણે સોશિયલ મીડિયા પર ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે અને તેની સરખામણી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની છેલ્લી પોસ્ટ સાથે કરી રહ્યા છે.
Arjun Kapoor Mother Post : Arjun Kapoor Mother Post : અર્જુનની પોસ્ટમાં દર્દ છલકાયું
અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર માતાને યાદ કરતા લખ્યું છે કે, "હેપ્પી બર્થડે મા, આજે હું તમને ખૂબ મિસ કરી રહ્યો છું. જિંદગી મારી સાથે હંમેશા નિર્દયી અને ક્રૂર (Ruthless) રહી છે, પરંતુ કોઈ વાંધો નહીં... હું આ પડકારોનો સામનો કરીને ફરી બેઠો થયો છું. કારણ કે તમે જ મને શીખવ્યું છે કે મુશ્કેલીઓ સામે કેવી રીતે લડવું. આપણે આ સફરમાં સાથે રહીશું, તમે અને હું." જોકે, આ પોસ્ટમાં આગળ અર્જુને જે લખ્યું, તે વાંચીને નેટીઝન્સ ચોંકી ગયા છે. તેણે લખ્યું, "હું તમને જલ્દી જ ફરી મળીશ (I will see you again soon). એક દિવસ આપણે તમારો બર્થડે સાથે ઉજવીશું."
View this post on Instagram
Arjun Kapoor Mother Post : સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી પોસ્ટ સાથે કનેક્શન?
અર્જુન કપૂરની પોસ્ટની લાઈન "હું તમને જલ્દી મળીશ" ચાહકોને ખટકી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ (Social Media Users) દાવો કરી રહ્યા છે કે એક્ટર કોઈ ગંભીર માનસિક તાણ અથવા પરેશાનીમાંથી પસાર થઈ રહ્યો છે. ઘણા લોકોએ અર્જુનની આ પોસ્ટને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ સાથે જોડી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે ૩ જૂન ૨૦૨૦ના રોજ પોતાની માતા સાથેનો ફોટો શેર કરીને એક દર્દભરી કવિતા લખી હતી અને ત્યારબાદ ૧૪ જૂને તેમણે આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. સુશાંત પણ પોતાની માતાની ખૂબ નજીક હતા. હવે અર્જુનની પોસ્ટ જોઈને ચાહકો કોમેન્ટ્સમાં તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેને હિંમત આપી રહ્યા છે.
અર્જુન કપૂરના જીવનમાં ઉતાર-ચઢાવ અને સંઘર્ષ
સ્ટારકિડ હોવા છતાં અર્જુન કપૂરનું જીવન સરળ રહ્યું નથી. બાળપણમાં મેદસ્વીપણું (Obesity) અને માતા-પિતા (બોની કપૂર અને મોના કપૂર) ના છૂટાછેડા (Divorce) ને કારણે તે ભારે તણાવમાં રહ્યો હતો. અંગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અર્જુને બોલિવૂડમાં એન્ટ્રી તો કરી, પરંતુ તેના ખાતામાં હિટ કરતાં ફ્લોપ ફિલ્મો (Flop Films) વધારે આવી. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ (Trolling) અને બોડી શેમિંગનો તે અવારનવાર શિકાર બને છે. તાજેતરમાં જ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રહેલી મલાઈકા અરોરા (Malaika Arora) સાથે તેનું બ્રેકઅપ (Breakup) થયું છે. આમ, કરિયર અને પર્સનલ લાઈફમાં એકલતાનો સામનો કરી રહેલા અર્જુનની આ પોસ્ટે સૌને વિચારતા કરી દીધા છે.
મોના કપૂર: એક અધૂરી કહાની
અર્જુનની માતા મોના કપૂરનું માત્ર 48 વર્ષની વયે કેન્સર (Cancer) અને હાઈપરટેન્શનને કારણે નિધન થયું હતું. બોની કપૂર સાથે 1983માં લગ્ન થયા હતા અને 1996માં તેમના છૂટાછેડા થયા હતા. અર્જુન અને તેની બહેન અંશુલા કપૂર (Anshula Kapoor) અવારનવાર પોતાની માતાને યાદ કરતા ભાવુક થઈ જાય છે.
આ પણ વાંચો : Movie-Vadh 2 : સંજય મિશ્રા અને નીના ગુપ્તાએ બદલી નાખી 'સુપરસ્ટાર'ની વ્યાખ્યા!


