Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

આ શું??? સ્ટાર કિડ્ Aryan Khan ને જૂતા ચોર્યા, પછી મચી ધમાચકડી... વીડિયો વાયરલ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર Aryan Khan હાલમાં તેના મિત્ર માહિર મહેતાના લગ્નમાં 'જૂતા ચોરી'ની રસ્મમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડિયોમાં આર્યનનો આવો 'દેશી મુંડા' અવતાર જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થયા છે. નેટફ્લિક્સ પર ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યા બાદ આર્યન હવે તેના આ મસ્તીભર્યા અંદાજને કારણે ચર્ચામાં છે.
આ શું    સ્ટાર કિડ્ aryan khan ને જૂતા ચોર્યા  પછી મચી ધમાચકડી    વીડિયો વાયરલ
Advertisement
  • મિત્રના લગ્નમાં Aryan Khanનો વીડિયો વાયરલ
  • જૂતા ચોરીની રસ્મમાં જોવા મળ્યો અનોખો અંદાજ
  • કન્યા પક્ષ સામે જૂતા બચાવવા મેદાને ઉતર્યો કિંગ ખાનનો પુત્ર
  • સોશિયલ મીડિયા પર આર્યન ખાન ‘દેશી મુંડા’ તરીકે છવાયો
  • નેટફ્લિક્સ સિરીઝ બાદ હવે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં

બોલિવૂડના કિંગ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે, પરંતુ હાલમાં જ તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં આર્યન તેના ખાસ મિત્ર માહિર મહેતાના લગ્નમાં 'જૂતા ચોરી' (Juta Churai Ritual) ની રસ્મમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. લગ્નની આ મજાની પળોમાં આર્યન ખાનનો આવો અંદાજ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Advertisement

 Aryan Khan Viral Video : જૂતા બચાવવા માટે આર્યનની મહેનત

વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, આર્યન ખાન તેના મિત્ર એટલે કે વરરાજાના જૂતા બચાવવા માટે કન્યા પક્ષની યુવતીઓ સાથે ખેંચતાણ કરી રહ્યો છે. તેણે પોતાના હાથમાં જૂતા પકડી રાખ્યા છે અને તે કોઈ પણ સંજોગોમાં યુવતીઓને જૂતા આપવા તૈયાર નથી. વેડિંગ પ્લાનર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરવામાં આવેલા આ વિડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. લોકો આર્યન ખાન (Aryan Khan) ને 'દેશી મુંડા' કહીને સંબોધી રહ્યા છે.

Advertisement

કરિયર અને ડાયરેક્શનમાં ડેબ્યૂ

વર્ષ 2025 આર્યન ખાન માટે ખૂબ જ મહત્વનું રહ્યું હતું. તેણે ડાયરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ (Directorial Debut) કર્યું છે. તેની વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' (The Bad's of Bollywood) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી, જેમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ડાયરેક્શનના ક્ષેત્રમાં આર્યનના કામના ખૂબ જ વખાણ થયા હતા, પરંતુ હાલમાં તો તે તેની આ મસ્તીભરી 'લગ્ન મોસમ' ને કારણે ચર્ચામાં છે.

આ પણ વાંચો : World Book Day: અભિનય બાદ કલમથી કમાલ કરી રહી છે બોલિવૂડની આ હસીનાઓ!

Tags :
Advertisement

.

×