Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Asha Bhosle ને હાર્ટ એટેક: મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડાયા, ચાહકોમાં ચિંતા

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેને 92 વર્ષની વયે હૃદયરોગનો હુમલો આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ ઈમરજન્સી યુનિટમાં સારવાર લઈ રહ્યા છે. સાત દાયકાથી સંગીત જગત પર રાજ કરનારા આશા તાઈની તબિયત બગડતા દેશભરમાં તેમના ચાહકોમાં ચિંતા પ્રસરી છે અને દરેક તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
asha bhosle ને હાર્ટ એટેક  મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડાયા  ચાહકોમાં ચિંતા
Advertisement
  • Asha Bhosle Heart Attack : મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ!
  • 92 વર્ષીય દિગ્ગજ ગાયિકાને બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં ખસેડાયા
  • ડો. પ્રતિત સમદાનીની વિશેષ ટીમ આશા તાઈની તબિયત પર રાખી રહી છે નજર
  • હૃદયરોગના હુમલાના સમાચારથી સંગીત જગત અને ચાહકોમાં ભારે ચિંતા પ્રસરી
  • હોસ્પિટલ ખાતે પરિવારના સભ્યોની હાજરી, ઝડપી રિકવરી માટે દેશભરમાં પ્રાર્થના

Asha Bhosle Heart Attack : બોલિવૂડના સુરીલા યુગના સાક્ષી અને કરોડો દિલો પર રાજ કરનારા 92 વર્ષીય ગાયિકા આશા ભોસલે (Asha Bhosle Heart Attack) અંગે માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમને હૃદયરોગનો હુમલો આવતા મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ યુનિટ (Emergency Medical Unit) માં ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ છે.

Advertisement

Asha Bhosle Heart Attack : ડોક્ટરોની ટીમ કાર્યરત

બ્રીચ કેન્ડી હોસ્પિટલના જાણીતા ડોક્ટર પ્રતિત સમદાનીએ (Dr. Pratit Samdani) આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આશા ભોસલેને તેમની દેખરેખ હેઠળ એડમિટ કરવામાં આવ્યા છે. જોકે, તેમણે આશા તાઈની વર્તમાન સ્થિતિ અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે. આશા ભોસલેનો પરિવાર (Family) અત્યારે હોસ્પિટલમાં તેમની સાથે હાજર છે અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Advertisement

સાત દાયકાની સુરીલી સફર

આશા ભોસલે બોલિવૂડના લેજન્ડરી સિંગર્સ (Legendary Singers) માંના એક છે. તેમણે ૧૯૫૦ ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની મોટી બહેન લતા મંગેશકર (Lata Mangeshkar) ની જેમ જ તેમણે પણ સંગીત જગતમાં આગવી ઓળખ ઉભી કરી હતી. ૧૯૫૨ માં આવેલી ફિલ્મ 'સંગદિલ' થી તેમને ખ્યાતિ મળી હતી. ત્યારબાદ ૧૯૫૭ માં બી.આર. ચોપરાની ફિલ્મ 'નયા દૌર' (Naya Daur) માં મોહમ્મદ રફી સાથે ગાયેલા ગીતોએ તેમને સફળતાના શિખરે પહોંચાડ્યા હતા. સંગીત પ્રેમીઓ અત્યારે આશા તાઈ જલ્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો : ' Dhurandhar ' એક્ટર રણવીર સિંહ પહોંચ્યા નાગપુર, મોહન ભાગવત સાથેની મુલાકાતથી સોશિયલ મીડિયા પર ગરમાવો

Tags :
Advertisement

.

×