Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ashish Vidyarthi Accident :અભિનેતા આશિષ વિદ્યાર્થી અને પત્ની રૂપાલીનો ગુવાહાટીમાં અકસ્માત

બોલીવુડ અભિનેતા આશિષ વિદ્યાર્થી અને તેમની પત્ની રૂપાલીનો ગુવાહાટીમાં માર્ગ અકસ્માત થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે એક બાઇક સવારે તેમને ટક્કર મારી હતી. આશિષે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને પોતે અને પત્ની સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે રૂપાલી હાલ તબીબી નિરીક્ષણ હેઠળ છે અને અકસ્માત કરનાર બાઇક સવાર પણ ભાનમાં આવી ગયો છે. તેમણે ચાહકોના પ્રેમ અને ચિંતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ashish vidyarthi accident  અભિનેતા આશિષ વિદ્યાર્થી અને પત્ની રૂપાલીનો ગુવાહાટીમાં અકસ્માત
Advertisement
  • બોલીવુડના દિગ્ગજ અભિનેતાનો થયો અકસ્માત (Ashish Vidyarthi Accident) 
  • ગુવાહાટી રોડ પર થયો અકસ્માત
  • અભિનેતા અને તેમની પત્નીને સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને તેમની પત્નીનો અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ અભિનેતા આશિષ વિદ્યાર્થી (Ashish Vidyarthi Accident) અને તેમની પત્ની રૂપાલી ગુવાહાટીમાં એક માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા પણ હાલ તેઓ સારા હોવાની પુષ્ટિ અભિનેતા આશિષ વિધાર્થીએ કરી છે.

Ashish Vidyarthi Accident : શુક્રવારે રાત્રે થયો હતો અકસ્માત

નોંધનીય છે કે અભિનેતા આશિષ વિધાર્થી અને તેમની પત્ની રૂપાલીનો અકસ્માત શુક્રવારની રાત્રે થયો હતો અને આ અકસ્માતમાં બંને ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગેની સત્તાવાર પુષ્ટિ આશિષ વિધાર્થીએ કરી છે. હાલ બંને સ્વસ્થ છે. આશિષે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાઇવ વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, "હું એક વિચિત્ર સમયે લાઇવ થઈ રહ્યો છું, ફક્ત તમને બધાને જણાવવા માટે, કારણ કે હું હાલમાં ઘણી ન્યૂઝ ચેનલો પર શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યો છું. ગઈકાલે, રૂપાલી અને હું રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અને એક બાઇકે અમને ટક્કર મારી. અમે બંને ઠીક છીએ. રૂપાલી નિરીક્ષણ હેઠળ છે. બધું બરાબર છે, હું ઠીક છું. મને થોડી ઇજા થઈ છે... પણ હું ઠીક છું."

Advertisement

Advertisement

Ashish Vidyarthi Accident : હેલ્થ અપડેટ આપી

ઉલ્લેખનીય છે કે લાઇવ પ્રસારણ દરમિયાન આશિષ વિદ્યાર્થીએ પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવવા માટે ચાહકોને ચાલતા બતાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "તમને જણાવી દઉં કે હા, એક અકસ્માત જરૂર થયો હતો, પરંતુ અમે ઠીક છીએ અને કોઈ ગભરાવા જેવી વાત નથી. મેં હમણાં જ પોલીસ પાસેથી પેલા બાઇક સવાર વિશે પણ જાણકારી મેળવી છે, તે હવે ભાનમાં આવી ગયો છે. ઈશ્વર કરે બધું સારું થાય. અમે તેની પૂરી કાળજી રાખી રહ્યા છીએ.સોશિયલ મીડિયાના કેપ્શનમાં તેમણે લખ્યું કે, "રૂપાલી અને હું સુરક્ષિત છીએ. હાલ અમે તબીબી નિરીક્ષણ હેઠળ છીએ, પરંતુ ચિંતા જેવું કંઈ નથી. તમારા પ્રેમ બદલ આભાર.

આશિષ વિદ્યાર્થીએ વર્ષ 2023માં રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલાં તેઓ 22 વર્ષ સુધી પીલુ વિદ્યાર્થી સાથે લગ્નજીવનમાં હતા અને વર્ષ 2022માં બંને પરસ્પર સંમતિથી અલગ થયા હતા. તાજેતરમાં, આશિષ કરણ જોહરના રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ'ની પ્રથમ સીઝનમાં જોવા મળ્યા હતા, જેમાં તેઓ 'સર્કલ ઓફ ડાઉટ'માં બહાર થયા હતા.

આ પણ વાંચો: Nupur Sanon Wedding: નૂપુર સેનન અને સ્ટેબિન બેનની સગાઈ, જાણો ક્યાં લેશે સાત ફેરા?

Tags :
Advertisement

.

×