Ashish Warang : અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન જેવા સ્ટાર્સ સાથે કામ કરનારા એક્ટરનું નિધન
- સિનેમા જગતમાંથી આવ્યા ખૂબજ દુઃખદ સમાચાર
- અક્ષય કુમાર, અજય દેવગન જેવા સ્ટાર્સ સાથે કામ કરનારા સહ-અભિનેતાનું નિધન
- સૂર્યવંશી, દ્રશ્યમ અને મર્દાની માં કામકરનારા જાણીતા એક્ટર આશિષ વારંગનું અવસાન
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, આમિર ખાન જેવા મોટા બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કરનારા સહ-અભિનેતા અને જાણીતા એક્ટર આશિષ વારંગનું અવસાન થયું છે. આશિષ વારંગે સૂર્યવંશી, દ્રશ્યમ અને મર્દાની જેવી ફિલ્મોમાં અભિનય કર્યું છે. તેમની ઉંમર 55 વર્ષ હોવાનું કહેવાય છે.
મૃત્યુ પાછળનું કારણ હાલ અકબંધ!
તેમના મૃત્યુનું સાચું કારણ હજું સુધી જાણી શકાયું નથી પરંતુ, આ સમાચારે તેમના મિત્રો અને ચાહકોને ચોક્કસ આઘાત પહોંચાડ્યો છે. અભિનેતાએ મોટાભાગે સાઈડ અને સપોર્ટિંગ રોલ ભજવ્યા છે. અભિનેતાને રોહિત શેટ્ટીની સૂર્યવંશીથી સૌથી વધુ લાઈમલાઈટ મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર અને કેટરિના કૈફ જોવા મળ્યા હતા. ઉપરાંત, તેઓ અજય દેવગન સાથે 'દ્રશ્યમ' અને રાની મુખર્જી સાથે 'મર્દાની' માં પણ દેખાયા હતા. નાની ભૂમિકા હોવા છતાં, તેઓ દર્શકોનાં હૃદયમાં સ્થાન બનાવવામાં અને લાઈમલાઈટ મેળવવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો - Baaghi 4 Review : કેવી છે મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baaghi 4' ? જાણો સો. મીડિયા પર દર્શકોએ શું કહ્યું ?
આશિષ વારંગની છેલ્લી ફિલ્મ વિશે જાણો!
આ ઉપરાંત, તેમણે ધર્મવીર નામની મરાઠી ફિલ્મ, ટીવી સિરિયલો અને જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. તેમણે ખૂબ જ ઓછા સમયમાં દક્ષિણનાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરીને પોતાના માટે સારી જગ્યા બનાવી. IMDb અનુસાર, તેઓ છેલ્લે સંજય નિરંજન દ્વારા દિગ્દર્શિત એક્શન ડ્રામા ફિલ્મ 'બોમ્બે' માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં દીપશિખા નાગપાલ, દાનિશ ભટ્ટ અને ગેવી ચહલ પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો - Shilpa Shetty-Raj Kundra સામે Lookout Notice જાહેર, મુંબઈ પોલીસની કાર્યવાહી
આ બોલિવૂડ કલાકારો સાથે કર્યું કામ
તેમની કારકિર્દી દરમિયાન, આશિષ વારંગે ભારતીય સિનેમાનાં કેટલાક ટોચનાં નામો સાથે કામ કર્યું છે, જેમ કે અમિતાભ બચ્ચન, આમિર ખાન, રાની મુખર્જી, અજય દેવગન, અક્ષય કુમાર, કેટરિના કૈફ, રણવીર સિંહ, આશુતોષ રાણા, જોન અબ્રાહમ અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર મોટા સ્ટાર સાથેની તસવીરો શેર કરતા હતા. ઇન્સ્ટાગ્રામ પર, તેમણે એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે અમિતાભ બચ્ચનની પાછળ સ્કૂટી પર બેઠેલા જોવા મળે છે.
આ પણ વાંચો - SunnyDeol એ રામાયણ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ, હનુમાનના રોલમાં જોવા મળશે