ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિગ બોસ 19: અશ્નીર ગ્રોવરને વાઇલ્ડ કાર્ડની ઓફર? સલમાન સાથે ફરી વિવાદ?

પૂર્વ 'શાર્ક' અશ્નીર ગ્રોવરે બિગ બોસ 19 માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે જોડાવા માટેની ઓફરનો સ્ક્રીનશૉટ કર્યો શેર.
11:21 AM Sep 27, 2025 IST | Mihir Solanki
પૂર્વ 'શાર્ક' અશ્નીર ગ્રોવરે બિગ બોસ 19 માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે જોડાવા માટેની ઓફરનો સ્ક્રીનશૉટ કર્યો શેર.
Ashneer Grover Bigg Boss 19

Ashneer Grover Bigg Boss : બિગ બોસ સીઝન 19 હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે, જ્યાં સતત ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. ચાહકો અને સેલિબ્રિટીઝના શો પર પ્રતિક્રિયાઓ આવી રહી છે, તો ક્યારેક અચાનક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તો ક્યારેક ડબલ એવિક્શનનો સરપ્રાઇઝ ડોઝ મળી રહ્યો છે. જોકે, હવે જે વ્યક્તિની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની અફવાઓ ઊડી રહી છે, તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ચોંકાવનારી વાત એ છે કે, ભારતીય બિઝનેસમેન અને ભૂતપૂર્વ 'શાર્ક' અશ્નીર ગ્રોવરને બિગ બોસ 19 ની ટીમ તરફથી શોનો ભાગ બનવા માટે ઓફર મળી છે. અશ્નીર ગ્રોવરે પોતે જ સોશિયલ મીડિયા પર બિગ બોસની ટીમ તરફથી આવેલો એક મેઇલનો સ્ક્રીનશૉટ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.

આ સ્ક્રીનશૉટમાં કાસ્ટિંગ કોઓર્ડિનેટર દ્વારા મોકલેલા મેઇલની ઝલક જોવા મળે છે, જેમાં લખ્યું છે કે, "અમને તમને શોમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થવાની ખાસ તક માટે સંપર્ક કરવામાં ખુશી છે. તમારી પર્સનાલિટી અને સોશિયલ મીડિયા પર તમારું આકર્ષણનું કેન્દ્ર હોવાને કારણે અમારી કાસ્ટિંગ ટીમે તમને આ શોના સંભવિત ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે."

અશ્નીરની મજાક: "સલમાન ભાઈને તો પૂછી લો" (Ashneer Grover Bigg Boss)

આ ઓફર મળતા જ અશ્નીર ગ્રોવરે આ મેઇલનો સ્ક્રીનશૉટ તરત જ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેની સાથે મજાકમાં લખ્યું: "હાહા, (પહેલા) સલમાન ભાઈને તો પૂછી લે. હું તો ત્યાં સુધીમાં ફ્રી થઈ જઈશ. આ મેઇલ મર્જ (ઓટોમેટેડ મેઇલ) કોઈની નોકરી છીનવશે."

સલમાન ખાન સાથે ભૂતકાળમાં વિવાદ (Ashneer Grover Bigg Boss)

અહીં એ યાદ અપાવવું જરૂરી છે કે, ગત સિઝનમાં સલમાન ખાન અને અશ્નીર ગ્રોવર વચ્ચે વિવાદ થયો હતો. અશ્નીરે એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન વિશે કેટલીક વાતો કહી હતી, જે સલમાનને પસંદ નહોતી આવી. તેના જવાબમાં, સલમાન ખાને તેમને પોતાના શોના સ્ટેજ પર બોલાવીને નેશનલ ટીવી પર નારાજગી વ્યક્ત કરી હતી.

અશ્નીર  'રાઇઝ એન્ડ ફોલ' હોસ્ટ કરી રહ્યા છે,

સલમાનના આ વ્યવહારથી અશ્નીર પણ ખુશ નહોતા અને તેમણે બાદમાં સલમાન ખાન વિશે ટીકાત્મક ટિપ્પણીઓ કરી હતી.નોંધનીય છે કે, અશ્નીર ગ્રોવર હાલમાં એક શો 'રાઇઝ એન્ડ ફોલ' હોસ્ટ કરી રહ્યા છે, જે બિગ બોસ 19 ને સારી એવી ટક્કર આપી રહ્યો છે. તેમની એન્ટ્રીથી શોનો ડ્રામા ચોક્કસપણે વધી શકે છે.

આ પણ વાંચો  : વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં થાય છે નવરાત્રિના નવ દિવસ અખંડ 1100 દિપક

Tags :
Bigg Boss 19 Wild CardBigg Boss ControversyRise and Fall showSalman Khan Ashneer Grover
Next Article