Asma Abbas Marriage Statement : સાચો પાર્ટનર મળે તો 60ની ઉંમરે પણ કરો લગ્ન! ટ્રોલ થયા બાદ પાકિસ્તાની એક્ટ્રેસે કેમ બદલ્યા સૂર?
Asma Abbas Marriage Statement : પાકિસ્તાની અભિનેત્રી અસ્મા અબ્બાસ પોતાના લગ્ન અંગેના નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છૂટાછેડા લીધેલી મહિલાઓ અને સિંગલ મધર્સના પુનર્લગ્ન અંગે કરેલી ટિપ્પણી બાદ તેમને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. વિવાદ વધતા તેમણે વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી અને 60 વર્ષની ઉંમર પછી લગ્નના ફાયદા અંગે પોતાનો નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો.
Advertisement
Asma Abbas Marriage Statement : ભારતમાં જ્યાં 61 વર્ષના સુપરસ્ટાર આમિર ખાનના ત્રીજા લગ્નની જોરશોરથી ચર્ચા (Discussion) થઈ રહી છે, ત્યારે બીજી તરફ પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી (Actress) અસ્મા અબ્બાસના લગ્ન અંગેના એક નિવેદને સોશિયલ મીડિયા પર નવો વિવાદ છેડ્યો છે. અસ્મા અબ્બાસે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલી મહિલાઓ અથવા સિંગલ મધર્સ (Single mothers) ને ફરીથી લગ્ન કરવાની કોઈ જરૂર નથી.

