ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શોલેના જેલર: અસરાનીના આઇકોનિક 'હમ અંગ્રેજો કે જમાને કે...' રોલ પાછળ છે હિટલરનું રહસ્ય!

દિવંગત અભિનેતા અસરનીનો 'શોલે'માં 'અંગ્રેજો કે જમાને કે જેલર' નો રોલ અત્યંત લોકપ્રિય છે. આ આઇકોનિક પાત્ર માટે તેમણે જર્મન તાનાશાહ હિટલરના લુક અને બોલવાની શૈલીનું અનુકરણ કર્યું હતું. સલીમ-જાવેદે આપેલા પુસ્તકમાંથી પ્રેરણા લઈ, અસરનીએ FTII જઈને આ ભૂમિકાની તૈયારી કરી, જે તેમની ઓળખ બની ગયો.
11:18 PM Oct 20, 2025 IST | Mihir Solanki
દિવંગત અભિનેતા અસરનીનો 'શોલે'માં 'અંગ્રેજો કે જમાને કે જેલર' નો રોલ અત્યંત લોકપ્રિય છે. આ આઇકોનિક પાત્ર માટે તેમણે જર્મન તાનાશાહ હિટલરના લુક અને બોલવાની શૈલીનું અનુકરણ કર્યું હતું. સલીમ-જાવેદે આપેલા પુસ્તકમાંથી પ્રેરણા લઈ, અસરનીએ FTII જઈને આ ભૂમિકાની તૈયારી કરી, જે તેમની ઓળખ બની ગયો.
Asrani Sholay Jailor

Asrani Sholay Jailor : દિગ્ગજ ફિલ્મ અભિનેતા અસરાની (Asrani) નું 84 વર્ષની વયે નિધન થયું છે. ભલે તેમણે 350 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેમને સૌથી વધુ પ્રસિદ્ધિ ફિલ્મ 'શોલે' (Sholay) માંથી મળી. આ ફિલ્મમાં 'અંગ્રેજો કે જમાને કે જેલર' (Angrezo ke Zamane ke Jailor) નું તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે. જીવના અંત સુધી તેઓ આ રોલ માટે જાણીતા અને ઓળખાતા રહ્યા. આ રોલ માટે તેમની પસંદગીની વાર્તા પણ જેટલી રસપ્રદ છે, તેટલી જ રસપ્રદ છે તેમની આ ભૂમિકાની તૈયારી.

હિટલર જેવી મૂછો અને લુકની પ્રેરણા – Sholay Jailor Look Hitler

આ વાત ત્યારેની છે જ્યારે 'શોલે' ફિલ્મ માટે કલાકારોની પસંદગી ચાલી રહી હતી. અસરાનીને ફિલ્મમાં જેલરના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 'શોલે'ના પટકથા લેખક સલીમ અને જાવેદે અસરાનીને આ રોલ વિશે માહિતી આપવા માટે બોલાવ્યા. આ ભૂમિકાની તૈયારી કરવા માટે, બંનેએ અસરાનીને 'વર્લ્ડ વૉર સેકન્ડ' નામની એક પુસ્તક આપી. આ પુસ્તકના કવર પર જર્મન તાનાશાહ હિટલર (Hitler) નો ફોટો હતો.

અસરાનીને પોતાના રોલ માટેની પ્રેરણા અહીંથી જ મળી. જો તમે 'શોલે' ફિલ્મ જોશો, તો તમને ખ્યાલ આવશે કે અસરાનીની મૂછો અને તેમનો આખો દેખાવ હિટલરના લુકથી જ પ્રેરિત છે.

ડાયલોગની તૈયારી માટે ગયા FTII – Asrani Sholay Dialogue Preparation

અસરાનીએ પોતાના આ રોલની તૈયારી માટે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, પુણે (FTII) ની પણ મુલાકાત લીધી. ત્યાં હિટલરના અવાજની રેકોર્ડિંગ્સ રાખેલી હતી. અસરાનીએ હિટલરની શૈલીને કૉપી કરવાનું શરૂ કર્યું. પાછળથી, 'હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈં' ડાયલોગ બોલતી વખતે તેમણે હિટલરની જ શૈલીનું અનુકરણ કર્યું હતું. આજે પણ દર્શકોના મનમાં તેમનો આ ડાયલોગ છવાયેલો છે.

અસરાનીને મળી સૌથી વધુ પ્રસિદ્ધિ – Asrani Death Sholay Role

ભલે ફિલ્મમાં અસરાનીનો રોલ બહુ મોટો નહોતો, પરંતુ તેમણે આ ભૂમિકાને જે અંદાજમાં ભજવી, તે તેમની ઓળખનો એક ભાગ બની ગયો. આજે પણ અસરાનીના ચાહકો તેમને આ ભૂલે નહીં તેવા રોલ માટે ખૂબ યાદ કરે છે.

આ પણ વાંચો : અંગ્રેજ કે જમાને કે જેલર : દિગ્ગજ કૉમેડિયન અસરાનીનું 84 વર્ષની વયે નિધન, સિનેમા જગત શોકમાં

Tags :
Asrani DeathAsrani Sholay DialogueBollywoord newsGovardhanAsraniSholay FilmSholay Jailor
Next Article