Athiya Shetty અને K L Rahulના ઘરે દીકરીની ધામધૂમપૂર્વક પધરામણી કરાઈ
- આથિયા શેટ્ટીએ દીકરીના સ્વાગતનો ફોટો કર્યો શેર
- નવેમ્બર 2024માં પ્રેગનન્સીના આવ્યા હતા સમાચાર
- આથિયાનું મેટરનીટી ફોટોશૂટ થયું હતું વાયરલ
Mumbai: તા. 24મી માર્ચના રોજ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એક દીકરીના માતા-પિતા બન્યા હતા. આ નવજાત દીકરીની હવે વિધિવત રીતે ઘરમાં પધરામણી કરવામાં આવી છે. અભિનેત્રીએ આ સ્વાગતનો ફોટો શેર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Instagram સ્ટોરી થઈ રહી છે વાયરલઃ
આથિયા શેટ્ટીએ પોતાની Instagram સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. જેમાં ફૂલો અને કુમકુમથી ભરેલી બે પ્લેટો દેખાઈ રહી છે. આ ફોટા પર 'ઓમ' લખેલું છે. આ કપલે થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ફેન્સને ખુશખબર આપી હતી. આથિયાએ બે હંસનું ચિત્ર શેર કર્યું અને એક પોસ્ટ કેપ્શન આપ્યું કે, 'એક બાળકી સાથે આશીર્વાદ.' 24-03-2025, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ.
View this post on Instagram
નવેમ્બર 2024માં પ્રેગનન્સીના આવ્યા હતા સમાચારઃ
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે નવેમ્બર 2024માં જાહેરાત કરી હતી કે તેઓ તેમના પહેલા બાળકના માતા-પિતા બનવાના છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, 'આપણા સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં આવી રહ્યા છે.' આથિયાએ તારીખ જાહેર કરી ન હતી, પરંતુ તેના પિતા સુનીલ શેટ્ટીએ થોડા અઠવાડિયા પહેલા ખુલાસો કર્યો હતો કે બાળક એપ્રિલમાં આવવાનું છે. તેમણે જણાવ્યું હતું કે, બાળક વિશે વાત કરવી હવે તેમના ડીનર ટેબલનો નિયમિત વિષય બની ગયો છે.
આ પણ વાંચોઃ ટ્રોલર્સ પર ગુસ્સે થઇ Neha Kakkar! મેલબોર્ન કોન્સર્ટમાં બનેલી ઘટના પર જાણો શું કહ્યું
આથિયા શેટ્ટીનું મેટરનિટી ફોટોશૂટ થયું હતું વાયરલઃ
બે અઠવાડિયા પહેલા જ આથિયા શેટ્ટીએ કેએલ રાહુલ સાથેના તેના મેટરનિટી ફોટોશૂટના અદભુત ફોટા શેર કર્યા હતા. આ સુંદર તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. જેમાં બંનેએ તેમની ફેવરિટ મોમેન્ટ કેપ્ચર કરી હતી. જેમાં આથિયા એક અદભુત કાળા ગાઉનમાં ચમકી રહી હતી.
કોમન ફ્રેન્ડે કરાવી હતી બંનેની મુલાકાતઃ
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પહેલી વાર 2019માં એક કોમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને મળ્યા હતા. તેમના લગ્ન જાન્યુઆરી 2023માં થયા હતા. તેમના લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં થયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં આ દંપતીએ તેમની બીજી લગ્ન જયંતી ઉજવી હતી અને હવે તેઓ નવા માતાપિતા બન્યા છે.
આ પણ વાંચોઃ સલમાન ખાનની ઘડિયાળમાં રામમંદિર! ખાસ Watch ની કિંમત જાણી ચોંકી જશો