Atul Kulkarni : આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…
Atul Kulkarni : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના થયેલાં આંતકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો હતો. આંતકવાદીઓએ લોકોને તેમનો ધર્મ પૂછી-પૂછીને તેમની હત્યા કરી હતી. દેશવાસીઓથી લઈને સેલેબ્સ પણ આ હુમલાને વખોડી રહ્યા છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા હુમલા બાદ પહેલી જ વખત પહેલગામની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
હિંદુસ્તાં કી યે જાગીર હૈ કે નફરત પ્યાર સે હારી હૈ
મળતી માહિતી મુજબ અભિનેતા અતુલ કુલકર્ણી (Atul Kulkarni) કાશ્મીર પહોંચ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર પહેલગામના અનેક ફોટો પણ શેર કર્યા છે. આ ફોટો સાથે તેમણે પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે:
હિંદુસ્તા કી યે જાગીર હૈ, હમારી હિમ્મત ભારી હૈ,
હિંદુસ્તાં કી યે જાગીર હૈ કે નફરત પ્યાર સે હારી હૈ,
ચલિએ જી કશ્મીર ચલે, સિંધુ, ઝેલમ, કિનાર ચલેં, મેં આયા હું… આપ ભી આયે…
અત્રે ઉલ્લેખનીય છે તે અતુલ કુલકર્ણીએ મુંબઈથી શ્રીનગરની ફ્લાઈટ લીધી હતી અને આ સમયે તેમણે ખાલી ફ્લાઈટનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે એરલાઈનના ક્રુએ જણાવ્યું કે તેમની આ ફ્લાઈટ પહેલાં ફૂલ હતી, પણ હુમલા બાદ તે સાવ ખાલી પડી ગઈ છે. આપણે આ ફ્લાઈટ ફરી ફૂલ કરવાની છે, ચાલો કાશ્મીર જઈએ. આપણે આંતકવાદને હરાવવો છે.
અતુલે કાશ્મીરની સુંદર ઘાટીઓના ફોટો શેર કર્યા હતા અને વીડિયો શેર કર્યા છે. આ સાથે તેમણે લોકોને કાશ્મીર આવવા માટે અપીલ કરી છે. અતુલે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ જો આંતકવાદી છે, એમણે શું કર્યું છે? એ લોકો કરવા શું માંગે છે? એ લોકો આપણને કહી રહ્યા છીએ કે તમે કાશ્મીર ના આવો. ભાઈ આપણે એમને એટલું તો કહી શકીએ કે અમે તમારી વાત ના માનીએ. મારી લોકોને રિક્વેસ્ટ છે કે જો તમે બુકિંગ કેન્સલ કરાવી છે તો પ્લીઝ બીજી વખત બુકિંગ કરાવો. અમે લોકો તો મોટી સંખ્યામાં આવીશું.
સોશિયલ મીડિયા પર અતુલ કુલકર્ણીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ તેમની પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો અને વીડિયો ના જોયા હોય તો જોઈ લો… અતુલ કુલકર્ણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અભિનેતા છે. તેમણે અનેક ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કર્યું છે.
અહેવાલ- કનુ જાની