Badshah FIR: બાદશાહ સામે પોલીસની લાલ આંખ, લુક આઉટ સર્ક્યુલરથી દેશ છોડવા પર બ્રેક!
- બાદશાહના ગીત પર પ્રતિબંધ, સિંગર સામે FIR! (Badshah FIR Haryana Police)
- પંચકૂલા સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગંભીર ગુનો
- દેશ છોડી ન શકે તે માટે લુક આઉટ સર્ક્યુલરની તૈયારી
- સગીર બાળકીઓ અને વાંધાજનક શબ્દોના ઉપયોગનો આક્ષેપ
- પરવાનગી વગર હરિયાણા રોડવેઝની બસ વાપર્યાની તપાસ
Badshah FIR Haryana Police : જાણીતા સિંગર અને રૅપર બાદશાહ (Badshah) ફરી એકવાર કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. હરિયાણાના પંચકૂલામાં તેમના નવા ગીત 'લોંગ ટટીરી' (Long Tattiri) ને લઈને વિવાદ વકરતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે બાદશાહ વિરુદ્ધ FIR (First Information Report) નોંધવાની સાથે જ તે દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક આઉટ સર્ક્યુલર [Lookout Circular] જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
#WATCH | Chandigarh: On FIR registered against rapper-singer Badshah over alleged objectionable lyrics in his recently released Haryanvi track 'Tateeree', Haryana Minister Mahipal Dhanda says, "This kind of singing, which is degrading Haryana's culture, is not appropriate. As… pic.twitter.com/OWhOFe4d8g
— ANI (@ANI) March 6, 2026
Badshah FIR Haryana Police : શા માટે નોંધાયો ગુનો?
પંચકૂલાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા [BNS] અને ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ [Indecent Representation of Women Act] હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ગીતના વીડિયોમાં શાળાનો ગણવેશ પહેરેલી સગીર બાળકીઓને અભ્યાસથી દૂર ભાગતી અને દફતર ફેંકતી બતાવવામાં આવી છે. આ ઉપરાંત, ગીતમાં 'બાદશાલા' જેવા શબ્દોનો ઉપયોગ કરીને શિક્ષણના પવિત્ર વાતાવરણને દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગીતના શબ્દોમાં મહિલાઓ પ્રત્યે વાંધાજનક અને અશ્લીલ ભાષાનો ઉપયોગ પણ જોવા મળ્યો છે.
સરકારી મિલકતોનો ઉપયોગ તપાસ હેઠળ
આ વિવાદ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત નથી. ગીતના વીડિયોમાં જીંદ ડેપોની હરિયાણા રોડવેઝ બસ [Haryana Roadways Bus] અને એક સરકારી શાળા પણ દેખાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું શૂટિંગ માટે પરિવહન વિભાગ કે શિક્ષણ વિભાગની મંજૂરી લેવામાં આવી હતી? જો પરવાનગી વગર સરકારી બસ અને શાળાનો ઉપયોગ થયો હશે, તો બાદશાહ અને તેની ટીમ સામે કલમ 120-B (ષડયંત્ર) હેઠળ વધારાની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ ગીતને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ [YouTube] પરથી હટાવવા માટે નોટિસ જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Dhurandhar 2 ના ટ્રેલર સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કોણ છે 'બડે સાહબ'?


