Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બલ્લે...બલ્લે.. હોલીવૂડ સ્ટાર Will Smith અને Diljit Dosanjhનો વીડિયો વાયરલ, બંનેએ કર્યા જોરદાર ભાંગડા

હોલીવુડ સ્ટાર Will Smith અને Diljit Dosanjh સાથે ભાંગડા કર્યા હોવાનો વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. વિલ સ્મિથે આ વીડિયોમાં મન મુકીને ભાંગડા કર્યા છે. વાંચો વિગતવાર
બલ્લે   બલ્લે   હોલીવૂડ સ્ટાર will smith અને diljit dosanjhનો વીડિયો વાયરલ  બંનેએ કર્યા જોરદાર ભાંગડા
Advertisement
  • આજે દિલજીતની ઈન્ટરનેશનલ ઓળખને મળી નવી ઊંચાઈ
  • વિલ સ્મિથે મન મુકીને ભાંગડા ડાન્સનો આનંદ માણ્યો
  • Diljit Dosanjh બોર્ડર 2 અને નો એન્ટ્રી 2માં દેખાવાનો છે

પંજાબી અને બોલીવૂડ ગાયક Diljit Dosanjh પોતાના એક વીડિયોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં દિલજીત લોકપ્રિય હોલીવુડ અભિનેતા Will Smith સાથે જોવા મળે છે અને બંને ભાંગડા કરતા જોવા મળે છે. દિલજીત દોસાંઝે Will Smith સાથે ભાંગડા કરીને પોતાની ઈન્ટરનેશનલ ઓળખને એક નવી ઊંચાઈ આપી છે.

દિલજીતે Will Smithને ભાંગડા કરાવ્યા

દિલજીત અને સ્મિથ બંનેએ આ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં દિલજીત સફેદ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. જ્યારે વિલ સ્મિથે વાદળી રંગના કપડાં પહેર્યા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, દિલજીત દોસાંઝે કેપ્શનમાં લખ્યું, પંજાબી આ ગયે ઓયે. એકમાત્ર વિલ સ્મિથ સાથે. કિંગ વિલ સ્મિથને ભાંગડા કરતા અને પંજાબી ઢોલના સૂરનો આનંદ માણતા જોવું પ્રેરણાદાયક છે.

Advertisement

આ પણ વાંચોઃ Rajinikanthની મચ અવેટેડ ફિલ્મ કુલીની રિલીઝ ડેટ જાહેર....જાણો શું છે Aamir Khan સાથે કનેકશન ?

Advertisement

વીડિયો વાયરલ

Diljit Dosanjh વિશે બધા જાણે છે અને તેમના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. હાલમાં, તે તેના તાજેતરના વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે જેમાં લોકપ્રિય હોલીવુડ અભિનેતા Will Smith તેની સાથે ભાંગડા કરતો જોવા મળે છે. બંનેનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લાઈક્સની સાથે તેના પર કોમેન્ટ્સ પણ વધી છે.

યુઝર્સની રંગ બે રંગી કોમેન્ટ્સ

દિલજીત અને સ્મિથને સોશિયલ મીડિયા પર સાથે જોયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વિડીયોએ ચાહકોના મન ઉડાવી દીધા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને આની બિલકુલ અપેક્ષા નહોતી. એક યુઝરે ટિપ્પણી કરી, જે સહયોગની અમને ખબર નહોતી, પણ ખરેખર તેની જરૂર હતી. બીજા યુઝરે લખ્યું, કેટલો અણધાર્યો સહયોગ, શ્રેષ્ઠ. ત્રીજા યુઝરે લખ્યું કે, હવે મને આશ્ચર્ય પણ નથી થતું, Will Smith દરેક જગ્યાએ કેમિયો કરી રહ્યો છે.

દિલજીતનું વર્કફ્રન્ટ

Diljit Dosanjhના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની પાસે સની દેઓલની 'બોર્ડર 2' અને 'નો એન્ટ્રી 2' જેવી ફિલ્મો છે. બોર્ડર 2માં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન અને અહાન શેટ્ટી મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. દિલજીત અર્જુન કપૂર અને વરુણ ધવન સાથે નો એન્ટ્રી 2 માં પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ શું તમે Manoj Kumarની ક્રાંતિ ફિલ્મ વિશેની આ બાબતો જાણો છો ???

Tags :
Advertisement

.

×