Bharti Singh Divorce Rumors : શું ખરેખર અલગ થઈ રહ્યું છે ટીવીનું ફેવરિટ કપલ? જાણો ભારતી-હર્ષના સંબંધોનું અસલી સત્ય
- ટીવી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના છૂટાછેડાની અફવા!
- સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારો પર કોમેડિયને તોડી ચૂપકીદી
- નવા વ્લોગમાં ભારતીએ ફેન્સને ડરાવ્યા, પછી કહી અસલી સચ્ચાઈ
- "અમે મરીને પણ અલગ નહીં થઈ શકીએ" — ભારતી સિંહ
- 2017માં લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ બે બાળકોના છે માતા-પિતા
ટેલિવિઝન જગતનું સૌથી લોકપ્રિય અને દર્શકોને પોતાના ટાઈમિંગથી હસાવનારું કપલ ભારતી સિંહ (Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા (Haarsh Limbachiyaa) હાલમાં ભારે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ ક્યુટ સેલિબ્રિટી કપલની લાઈફમાં કંઈક બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચે અણબનાવ હોવાની અને તેઓ અલગ થઈ રહ્યા હોવાની અફવાઓ (Bharti Singh Divorce Rumors) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. હવે આ તમામ ચર્ચાઓ પર ખુદ ભારતી સિંહે પોતાના ઓફિશિયલ વ્લોગ (YouTube Vlog) દ્વારા મૌન તોડ્યું છે અને ફેન્સ સામે સત્ય જાહેર કર્યું છે.
વ્લોગમાં પહેલા ફેન્સને ડરાવ્યા, પછી કહી દિલની વાત
પોતાના નવા વ્લોગમાં ભારતી સિંહે હંમેશની જેમ મજાકિયા અંદાજમાં પહેલા ફેન્સના ધબકારા વધારી દીધા હતા. ભારતીએ કેમેરા સામે ભાવુક ડ્રામા કરતા કહ્યું, "હવે હું હર્ષ સાથે નથી રહી શકતી, કારણ કે અમારા બંને વચ્ચે તિરાડ આવી ગઈ છે." જોકે, ફેન્સ કંઈ ઊંધું વિચારે તે પહેલા જ ભારતી ખડખડાટ હસી પડી હતી અને આ વાતોને તદ્દન બકવાસ ગણાવી હતી. તેણે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, "આજકાલ સોશિયલ મીડિયા પર વ્યુઝ મેળવવા માટે લોકો આવી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે જે બિલકુલ ખોટી છે. અમે બંને એકબીજાથી ક્યારેય અલગ થઈ શકીએ તેમ નથી, કદાચ મરીને પણ નહીં!"
2017માં થયા હતા લગ્ન, હાલમાં જ બીજા બાળકનું કર્યું છે સ્વાગત
તમને જણાવી દઈએ કે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના લગ્ન (Bharti Singh Wedding) વર્ષ ૨0૧૭માં ગોવા ખાતે ધૂમધામથી થયા હતા. ત્યારથી આ કપલ સોશિયલ મીડિયા પર ફેન્સનું મનોરંજન પૂરું પાડે છે. વર્ષ ૨0૨૨માં તેમણે પોતાના પહેલા બાળક 'લક્ષ્ય' (ગોલા) નું દુનિયામાં સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, હજુ તાજેતરમાં જ એટલે કે ડિસેમ્બર ૨0૨૫માં ભારતીએ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની મેરિડ લાઈફ (Married Life) એકદમ પરફેક્ટ ચાલી રહી છે અને ફેન્સે આવી કોઈ અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો : Punjabi Singer ઇન્દર કૌરની હત્યા, નહેરમાંથી મૃતદેહ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી


