Bharti Singh Second Baby: ગોલાને મળ્યો નાનો ભાઈ! ભારતી અને હર્ષ ફરી એકવાર માતા-પિતા બન્યા
- કોમેડી ક્વીન ભારતી સિંહ ફરી એકવાર માતા બની
- હર્ષ લિમ્બાચિયા અને ભારતીના ઘરે બીજા બાળકની કિલકારી ગુંજી
- માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ હોવાના અહેવાલ
- સોશિયલ મીડિયા પર 'ગોલા'ના નાના ભાઈના આગમનની જોરદાર ચર્ચા
- 2017માં લગ્ન કરનાર આ કપલને પહેલેથી જ એક પુત્ર છે
Bharti Singh Second Baby : એન્ટરટેઈનમેન્ટ જગતની સૌથી લોકપ્રિય જોડી ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના ઘરે ફરી એકવાર પારણું બંધાયું છે. સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર પોતાની કોમેડીથી લોકોને હસાવનારી ભારતી સિંહ બીજીવાર માતા બની છે. અહેવાલો મુજબ, ભારતીએ આજે સવારે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે, જેના કારણે લિમ્બાચિયા પરિવારમાં દિવાળી જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Bharti Singh Second Baby : બીજા સંતાનનું આગમન
ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના જીવનમાં આ ખુશીનો અવસર ફરીથી આવ્યો છે. ૨૦૧૭માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ કપલને પહેલેથી જ એક પુત્ર છે, જેને તેઓ પ્રેમથી 'ગોલા' (લક્ષ્ય) કહીને બોલાવે છે. હવે ગોલાને રમાડવા માટે નાનો ભાઈ આવી જતાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો આ ક્ષણને ખૂબ જ ખાસ ગણાવી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ છે.
View this post on Instagram
Bharti Singh Second Baby : સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ
જોકે, આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે, પરંતુ હજુ સુધી ભારતી કે હર્ષ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કે ફોટો શેર કરવામાં આવ્યો નથી. આ જોડી હંમેશા પોતાની પર્સનલ લાઈફની અપડેટ્સ વ્લોગ કે પોસ્ટ દ્વારા આપતી હોય છે, તેથી ચાહકો હવે તેમની સત્તાવાર પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારતી અને હર્ષની મજબૂત બોન્ડિંગ
ભારતી સિંહ ભારતની ટોચની કોમેડિયન છે, જ્યારે હર્ષ એક સફળ લેખક અને પ્રોડ્યુસર છે. આ જોડીએ 'ખતરા ખતરા ખતરા', 'હુનરબાઝ' અને 'લાફ્ટર શેફ્સ' જેવા અનેક હિટ શોમાં પોતાની કેમિસ્ટ્રીથી લોકોના દિલ જીત્યા છે. હવે તેમના જીવનમાં નવા સભ્યના આગમનથી સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ફેન્સ ભારતી અને તેના નવજાત પુત્રના સારા સ્વાસ્થ્ય વિશે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : Ikkis-The Final Trailer : યુદ્ધ પર આધારિત ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રૂંવાડા ઊભા કરી દેશે!


