ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bigg Boss 18 : ઈશા અને અવિનાશની તૂટી દોસ્તી! જુઓ આ Video

બિગ બોસ 18 માં એશા સિંહ અને અવિનાશ મિશ્રાની દોસ્તીમાં તિરાડ પડી રહી છે. એશા Time God બન્યા બાદ તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી છે. રાશન ટાસ્ક દરમિયાન, અવિનાશ દિગ્વિજયને વધુ રાશન આપે છે જેના કારણે એશા ગુસ્સે થાય છે. એશા માને છે કે અવિનાશે તેની ભૂમિકા અને અધિકારને ઓળખાવ્યો નથી, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. આ ઘટના બાદ એશા અને અવિનાશ વચ્ચે તણાવ વધી રહ્યો છે અને તેમની મિત્રતામાં તિરાડ પડવાની શક્યતા છે.
10:14 AM Nov 29, 2024 IST | Hardik Shah
બિગ બોસ 18 માં એશા સિંહ અને અવિનાશ મિશ્રાની દોસ્તીમાં તિરાડ પડી રહી છે. એશા Time God બન્યા બાદ તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી છે. રાશન ટાસ્ક દરમિયાન, અવિનાશ દિગ્વિજયને વધુ રાશન આપે છે જેના કારણે એશા ગુસ્સે થાય છે. એશા માને છે કે અવિનાશે તેની ભૂમિકા અને અધિકારને ઓળખાવ્યો નથી, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. આ ઘટના બાદ એશા અને અવિનાશ વચ્ચે તણાવ વધી રહ્યો છે અને તેમની મિત્રતામાં તિરાડ પડવાની શક્યતા છે.
Eisha Singh and Avinash Mishra fight in Bigg Boss 18

Bigg Boss 18 : Bigg Boss 18 માં છેલ્લા ઘણા દિવસોથી ડ્રામા જોવા મળી રહ્યો છે. ઘરની સૌથી રોમેન્ટિક જોડી કહેવાતી ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા (Eisha Singh and Avinash Mishra) ને તમે હંમેશા પ્રેમથી એકબીજા સાથે વાત કરતા જોયા હશે. પણ ઈશા સિંહના Time God બન્યા બાદથી તેમના સંબંધમાં તિરાડ પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ઈશા જ્યારે Time God બની હતી ત્યારે તેણે અવિનાશ અને વિવિયન પાસેથી ખૂબ કામ કરાવ્યું હતું. દરમિયાન અવિનાશ અને વિવિયન (Avinash and Vivian) એમ કહેતા જોવા મળે છે કે તેમણે તેને Time God બનાવીને ભૂલ કરી છે. જોકે, આ તેઓ મજાકમાં વાત કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલા પ્રોમોમાં ઈશા અને અવિનાશ વચ્ચે ફાઈટ જોવા મળી રહી છે. શું છે આખો મામલો, ચાલો જાણીએ આ આર્ટિકલમાં...

અવિનાશ અને ઈશાના સંબંધમાં ખટાશ

બિગ બોસની આ સિઝનની શરૂઆતથી જ ઈશા અને અવિનાશ વચ્ચે મિત્રતા ખાસ રહી છે. પરંતુ ઈશાના Time God બનતા ઘરમાં કઇંક એવું બની રહ્યું છે કે, તેના પોતાના ખાસ મિત્ર અવિનાશ સાથે સંબંધમાં ખટાશ આવવા લાગી છે. મળતી માહિતી અનુસાર, આ પૂરી વાતની જડ એક ટાસ્ક છે, જેમા ઘરમાં રાશનના વિતરણને લઇને વિવાદ ઉભો થયો છે. ટાસ્કમાં ઈશા Time God હોવાના કારણે વધુ અધિકાર ધરાવતી હતી. ઈશાનું માનવું હતું કે તે કોઈ રીતે બધા માટે યોગ્ય નિર્ણય લઈ શકે. પરંતુ આ ટાસ્ક દરમિયાન અવિનાશ દિગ્વિજયને વધુ રાશન આપી દે છે, જેને લઈને ઈશા ગુસ્સે થઇ જાય છે. ઈશા કહે છે, "હું Time God છું, તમે મને નહીં કહો કે શું સાચું છે અને શું ખોટું. ઈશા કહે છે કે અમારી પાસે બધો ખોરાક હતો, તમે તેને કેમ આપ્યો." આ ઘટના બાદ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. અવિનાશે આ માટે ઈશાને જવાબ આપતાં કહ્યું કે, ઈશા હવે તું મને પરેશાન કરે છે. જેના પર ઈશા કહે છે કે તમે આજે તેની તરફેણ કરી છે. જ્યારે અવિનાશ આનો જવાબ આપી રહ્યો છે, ત્યારે ઈશા સિંહ ઉભી થઈને ત્યાંથી નીકળી જાય છે.

મિત્રતામાં તિરાડનું મુખ્ય કારણ

મિત્રતામાં તિરાડનું મુખ્ય કારણ રાશન ટાસ્ક સાથે સંકળાયેલી ઈશાની નિરાશા અને અવિનાશના નિર્ણયોને લઈને રહેલા મતભેદ છે. ઈશા માને છે કે તે Time God તરીકે વધુ પ્રભાવશાળી નિર્ણય લઈ શકી હોત, પરંતુ તેને એવો અનુભવ થયો કે અવિનાશે તેની ભૂમિકા અને અધિકારને માન્યતા આપી ન હોતી. 'બિગ બોસ' ના ઘરમાં સતત બદલાતા સંબંધો અને ટાસ્કના દબાણ વચ્ચે મિત્રતાની કસોટી સામાન્ય બાબત છે. ઈશા અને અવિનાશની દોસ્તી શરૂઆતથી મજબૂત હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં બંને વચ્ચેનું વૈચારિક તણાવ તેમના સંબંધ પર કેટલી અસર કરશે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો:  Bigg Boss 18 : નવા ટાઈમ ગોડે વિવિયન અને અવિનાશને કામે લગાડ્યા

Tags :
Avinash MishraAvinash Mishra and Isha SinghAvinash Mishra Eisha Singh argumentAvinash Mishra ration task controversyAvinash Vivian regret Time God decisionBigg Boss 18Bigg Boss 18 broken friendshipBigg Boss 18 Eisha Singh upsetBigg Boss 18 latest dramaBigg Boss 18 latest promo videoBigg Boss 18 ration task fightBigg Boss 18 task tensionBigg Boss 18 Time God controversybigg-bossEisha Avinash ration task disputeEisha SinghEisha Singh and Avinash Mishra fightEisha Singh Avinash Mishra friendship issuesEisha Singh Time God dramaEisha Singh Time God role Bigg BossGujarat FirstHardik ShahIsha SinghVivian Dsena
Next Article