ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bigg Boss 19 : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો સલમાનનો શૉ, જાણો આ વખતે શું છે ખાસ?

Bigg Boss 19 માં 'લોકશાહી'ની થીમ, AIનો ઉપયોગ, અને સલમાન સાથે નવા હોસ્ટ જોવા મળશે. જાણો ક્યારે અને ક્યાં થશે પ્રીમિયર.
12:41 PM Aug 21, 2025 IST | Mihir Solanki
Bigg Boss 19 માં 'લોકશાહી'ની થીમ, AIનો ઉપયોગ, અને સલમાન સાથે નવા હોસ્ટ જોવા મળશે. જાણો ક્યારે અને ક્યાં થશે પ્રીમિયર.
Bigg Boss 19

Bigg Boss 19 : ટેલિવિઝન પર સૌથી વધુ ચર્ચિત રિયાલિટી શોમાંથી એક, સલમાન ખાનનો 'બિગ બોસ' તેની 19મી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. આ શોને લઈને દર્શકોમાં પહેલાથી જ ભારે ઉત્સાહ છે, કારણ કે નિર્માતાઓ આ વખતે ઘણા મોટા ફેરફારો કરી રહ્યા છે. આ સીઝનમાં શોનું ફોર્મેટ જ અલગ નહીં હોય, પરંતુ તેમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI)નો પણ ઉપયોગ કરવામાં આવશે, જે રમત રમવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે.

બિગ બોસ 19' 24 ઓગસ્ટે કલર્સ ચેનલ અને જિયો સિનેમા પર પ્રસારિત થશે. આ વખતે દર્શકો ટીવી પહેલાં OTT પર શો જોઈ શકશે. આ શો રાત્રે 10:30 વાગ્યે ટીવી પર પ્રસારિત થશે, પરંતુ તે જિયો સિનેમા પર રાત્રે 9 વાગ્યે સ્ટ્રીમ થશે.

'લોકશાહી' આ વખતે થીમ

'બિગ બોસ 19'નું મુખ્ય આકર્ષણ તેની નવી થીમ છે, જે સંપૂર્ણપણે રાજકારણ અને 'લોકશાહી' પર આધારિત છે. આ વખતે ઘરમાં કેપ્ટનની જગ્યાએ 'લીડર' પસંદ કરવામાં આવશે. અહેવાલ છે કે આખા ઘરને બે અલગ અલગ ટીમોમાં વહેંચવામાં આવશે અને આ ટીમો વચ્ચે ચૂંટણી દ્વારા લીડરની પસંદગી કરવામાં આવશે.

સલમાન ખાન સાથે વધુ હોસ્ટ હશે

આ સિઝન વિશે વધુ એક મોટા સમાચાર બહાર આવ્યા છે. આ વખતે 'બિગ બોસ' 3 મહિનાને બદલે 5 મહિના ચાલશે. શોને લાંબો ચલાવવા માટે સલમાન ખાન સાથે વધુ બે હોસ્ટ પણ ઉમેરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહર અને ફરાહ ખાન પણ 'બિગ બોસ 19' હોસ્ટ કરતા જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પ્રીમિયરમાં સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે

શોના પ્રીમિયર એપિસોડમાં સલમાન ખાનના સ્વેગ અને સ્પર્ધકોની એન્ટ્રી ઉપરાંત, ઘણા વધુ સ્ટાર્સ પણ હાજર રહેશે. એવા અહેવાલો છે કે અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ પ્રીમિયરમાં સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરી શકે છે.

આ પણ વાંચો :  કેટલુ ભણેલા છે Gaur Gopal Das ? ફૈમિલી-લાઈફ સ્ટાઈલ જોઈને તમે પણ રહી જશો દંગ, જીવે છે લક્ઝરી લાઈફ

Tags :
Bigg Boss 19Bigg Boss 19 release dateBigg Boss 19 themeKARAN JOHARsalman khan
Next Article