Bigg Boss 19 Winner:ગૌરવ ખન્નાનો મોટો ખુલાસો, અંબાણી પરિવારના ઇવેન્ટનું આયોજન, હજી નથી મળી જીતેલી કાર
- Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાનું છલકાયું દર્દ
- સોશિયલ મીડિયા બ્લોગમાં જણાવી વાત
- બિગ બોસ-19માં જીતેલી કાર હજું નથી મળી?
Bigg Boss 19 Winner: "બિગ બોસ 19" ના વિજેતા ગૌરવ ખન્ના (Gaurav Khanna) એ તાજેતરમાં જ તેની નવી લોન્ચ થયેલી યુટ્યુબ ચેનલ (YouTube channel) પર ચાહકો સાથે કેટલીક મનોરંજક અને હળવાશભરી ક્ષણો શેર કરી. તેણે પોતાના નજીકના એક મિત્ર અને, બિગ બોસ 19 ના ફાઇનલિસ્ટ (Finalist) પ્રણિત મોરે સાથે રિયાલિટી શોમાં જીતેલી કાર વિશે પણ વાત કરી. વાસ્તવમાં ગૌરવ ખન્નાએ પોતાના બ્લોગમાં અંબાણી પરિવાર (Ambani family) ના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવા વિશે પણ વાત કરી હતી. આ અનુભવને તેમના માટે એક મોટી વ્યક્તિગત સિદ્ધિ ગણાવી હતી.
Bigg Boss 19 Winner: રિલાયન્સ ફેમિલી શોનું આયોજન કરશે ગૌરવ
ગૌરવે હાઇ-પ્રોફાઇલ રિલાયન્સ ફેમિલી શોના આયોજન વિશે વિસ્તૃત વાત કરી. જે ઇવેન્ટ હોસ્ટ (Event host) તરીકેનો તેમનો પહેલો અનુભવ હતો. ગૌરવે કહ્યું,
"આ મારો પહેલો પ્રસંગ છે જ્યારે હું કોઈ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છું. તે ખૂબ જ અલગ છે. સ્ક્રિપ્ટ (Script) ખૂબ લાંબી છે. એવું લાગે છે કે હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. હું ઘોડા પર બેસીને સ્ટેજ પર પ્રવેશ કરીશ. બે શો હશે, અને દરેક શોમાં 40 હજાર લોકોની ભીડ હશે. એક અલગ ઉર્જા હશે."
આ પણ વાંચો------Entertainment: ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે વેકેશન એન્જોઈ કરી રહી સૈફ અલી ખાનની લાડલી
ગૌરવ ખન્નાએ કહ્યું, "હું રિલાયન્સ ફેમિલી (Reliance Family) શોનું આયોજન કરી રહ્યો છું. જે દર વર્ષે ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ પર યોજાય છે. મને આ તક મળવાનો ખૂબ આનંદ છે. મને પહેલા પણ આ માટે કહેવામાં આવ્યું હતું. કમનસીબે તે સફળ થયું નહોતું. સદભાગ્યે આ વર્ષે તે સફળ બન્યું છે. તે કોઈ ટેલિવિઝન કાર્યક્રમ નથી, પરંતુ વ્યક્તિગત રીતે મારા માટે એક સિદ્ધિ છે."
Bigg Boss 19 Winner: બિગ બોસમાં જીતેલી કાર નથી મળી
ગૌરવ ખન્નાએ પોતાના બ્લોગમાં એક દુઃખ વ્યક્ત કર્યું, તેને બિગબોસ 19માં જીતેલી કાર હજુ ના મળવાનો વસવસો વ્યક્ત કર્યો. ગૌરવ બિગ બોસ 19 ના ફાઇનલિસ્ટ પ્રણીત મોરેને એક હોટલમાં ડિનર માટે મળ્યો હતો. ગૌરવે પ્રણીતને મીઠાઈનો બોક્સ આપ્યો. કોમેડિયને જવાબ આપ્યો, "બિગ બોસના ઘરમાં તમે જે કાર જીતી હતી તે મને ભેટ આપો." ગૌરવે હસીને જવાબ આપ્યો, "મને હજુ સુધી મળી નથી."
ગૌરવે ડિસેમ્બરમાં બિગ બોસ 19 જીત્યા પછી તરત જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેથી ચાહકો ટેલિવિઝનથી આગળના જીવન પર નજીકથી નજર નાખી શકે. પોતાના પહેલા વિડીયોમાં, અભિનેતાએ ઉદ્યોગમાં પોતાની સફર અને રિયાલિટી શો (Reality show) માં વિતાવેલા મુશ્કેલ મહિનાઓ વિશે વાત કરી.
ગૌરવે પ્રણિત અને મૃદુલને શ્રેય આપ્યો
ગૌરવે કહ્યું, "મારા બે નાના ભાઈઓ, પ્રણિત અને મૃદુલે મને બેસાડીને કહ્યું કે, મારે સોશિયલ મીડિયા (Social media) પર આવવું જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આ દુનિયા વિશે કોઈ ખ્યાલ નથી. આ તમારા બંને માટે છે. તમે બંને આ ક્ષેત્રમાં મારા સિનિયર છો. અને જો હું ભૂલ કરું તો હું માફી માંગુ છું. મને લાઈવ કેવી રીતે જવું તે પણ ખબર નથી. આ હું કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું."
આ પણ વાંચો-----Naagin Fame Sudha Chandran ધાર્મિક પ્રસંગે ધુણવા લાગી, લોકોએ સંભાળી
આ પણ વાંચો-----Jay Bhanushali - Mahhi Vij Divorce : લગ્નના 14 વર્ષ બાદ સેલિબ્રીટી કપલ છુટ્ટા પડશે


