બ્લોકબસ્ટર KGF-2ને 3 વર્ષ પૂરા થયા, KGF-3ની કરાઈ જાહેરાત
- એપ્રિલ 2025માં KGF-2ની રિલીઝને 3 વર્ષ પૂર્ણ થયા છે
- આ પ્રસંગે મેકર્સે KGF-3ની જાહેરાત કરી દીધી છે
- સુપરસ્ટાર યશે પણ ફેન્સને KGF-3 વિશે સંકેત આપ્યા છે
KGF: ફિલ્મ સીરીઝની સફળતાથી સૌ કોઈ પરિચિત છે. આ સીરીઝના બંને પાર્ટ બ્લોકબસ્ટર્સ રહ્યા છે. એપ્રિલ 2022માં KGF-2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી કારણ કે પાર્ટ 1ના લીધે પાર્ટ 2 મચ અવેટેડ બની ગયો હતો. એપ્રિલ 2025માં KGF-2ની રિલીઝને 3 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે મેકર્સે KGF-3ની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતથી જ રોકીભાઈના ફેન્સ એકસાઈટેડ થઈ ગયા છે.
રોકીભાઈ કમબેક સૂન.....
એપ્રિલ 2025માં KGF-2ની રિલીઝને 3 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે મેકર્સે KGF-3ની જાહેરાત કરી દીધી છે. જેમાં 2 વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઘણા યાદગાર દ્રશ્યો ફરીથી બતાવવામાં આવ્યા છે, પરંતુ અંતે એક વોઈસઓવર છે જેણે ફેન્સને એકસાઈટેડ કરી મુક્યા. જેમાં કહેવાયું છે કે, KGF ની વાર્તા... રોકીની વાર્તા... તે અધૂરી રહી શકે નહીં. આ પછી તરત જ KGF ચેપ્ટર 3 સ્ક્રીન પર દેખાય છે અને રોકી ભાઈ કહે છે, ટૂંક સમયમાં મળીશું.
View this post on Instagram
સુપરસ્ટાર રોકીએ પણ આપ્યા સંકેત
દુનિયાભરના દર્શકો KGF-3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની આતૂરતાનો અંત આવ્યો છે. મેકર્સે KGF-2ના 3 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે KGF-3ની જાહેરાત કરી દીધી છે. સુપરસ્ટાર યશે પણ ફેન્સને KGF-3 વિશે સંકેત આપ્યા છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં રોકીભાઈનું પાત્ર ભજવનાર સુપરસ્ટાર યશે પોતે પુષ્ટિ કરી હતી કે KGF 3 પાઈપલાઈનમાં છે. યશે કહ્યું હતું કે, KGF 3 ચોક્કસ બનશે, હું વચન આપું છું. જો કે અત્યારે હું આ ટોક્સિક અને રામાયણ એમ 2 પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.
KGF-2 રહી હતી બ્લોકબસ્ટર
KGF-2 નું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું હતું અને રિલીઝ થતાં જ તેણે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા. તેમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને બીજા ઘણા કલાકારો જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Tamil New Year 2025: એ. આર. રહેમાને તમિલ ફેન્સને આપી ભેટ, Tamil Memorial Digital ની કરી જાહેરાત