ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બ્લોકબસ્ટર KGF-2ને 3 વર્ષ પૂરા થયા, KGF-3ની કરાઈ જાહેરાત

સુપરસ્ટાર યશની KGF એ વિશ્વભરમાં સફળતાના ઝંડા લહેરાવ્યા છે. આ ફ્રેન્ચાઈઝના 2 પાર્ટ બ્લોકબસ્ટર રહ્યા છે. મેકર્સે KGF-2 ના 3 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે KGF-3ની જાહેરાત કરી છે. આ જાહેરાત માત્રથી જ ફેન્સ એકસાઈટેડ છે.
03:20 PM Apr 15, 2025 IST | Hardik Prajapati
સુપરસ્ટાર યશની KGF એ વિશ્વભરમાં સફળતાના ઝંડા લહેરાવ્યા છે. આ ફ્રેન્ચાઈઝના 2 પાર્ટ બ્લોકબસ્ટર રહ્યા છે. મેકર્સે KGF-2 ના 3 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે KGF-3ની જાહેરાત કરી છે. આ જાહેરાત માત્રથી જ ફેન્સ એકસાઈટેડ છે.
KGF 3 announcement, Gujarat First,

KGF: ફિલ્મ સીરીઝની સફળતાથી સૌ કોઈ પરિચિત છે. આ સીરીઝના બંને પાર્ટ બ્લોકબસ્ટર્સ રહ્યા છે. એપ્રિલ 2022માં KGF-2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી કારણ કે પાર્ટ 1ના લીધે પાર્ટ 2 મચ અવેટેડ બની ગયો હતો. એપ્રિલ 2025માં KGF-2ની રિલીઝને 3 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે મેકર્સે KGF-3ની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતથી જ રોકીભાઈના ફેન્સ એકસાઈટેડ થઈ ગયા છે.

રોકીભાઈ કમબેક સૂન.....

એપ્રિલ 2025માં KGF-2ની રિલીઝને 3 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે મેકર્સે KGF-3ની જાહેરાત કરી દીધી છે. જેમાં 2 વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઘણા યાદગાર દ્રશ્યો ફરીથી બતાવવામાં આવ્યા છે, પરંતુ અંતે એક વોઈસઓવર છે જેણે ફેન્સને એકસાઈટેડ કરી મુક્યા. જેમાં કહેવાયું છે કે, KGF ની વાર્તા... રોકીની વાર્તા... તે અધૂરી રહી શકે નહીં. આ પછી તરત જ KGF ચેપ્ટર 3 સ્ક્રીન પર દેખાય છે અને રોકી ભાઈ કહે છે, ટૂંક સમયમાં મળીશું.

આ પણ વાંચોઃ  Vadodra:સલમાન ખાનને ધમકી ભર્યા મેસેજ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વડોદરામાં ધામા, યુવકની કલાકો સુધી કરી પૂછપરછ

સુપરસ્ટાર રોકીએ પણ આપ્યા સંકેત

દુનિયાભરના દર્શકો KGF-3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની આતૂરતાનો અંત આવ્યો છે. મેકર્સે KGF-2ના 3 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે KGF-3ની જાહેરાત કરી દીધી છે. સુપરસ્ટાર યશે પણ ફેન્સને KGF-3 વિશે સંકેત આપ્યા છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં રોકીભાઈનું પાત્ર ભજવનાર સુપરસ્ટાર યશે પોતે પુષ્ટિ કરી હતી કે KGF 3 પાઈપલાઈનમાં છે. યશે કહ્યું હતું કે, KGF 3 ચોક્કસ બનશે, હું વચન આપું છું. જો કે અત્યારે હું આ ટોક્સિક અને રામાયણ એમ 2 પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.

KGF-2 રહી હતી બ્લોકબસ્ટર

KGF-2 નું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું હતું અને રિલીઝ થતાં જ તેણે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા. તેમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને બીજા ઘણા કલાકારો જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ  Tamil New Year 2025: એ. આર. રહેમાને તમિલ ફેન્સને આપી ભેટ, Tamil Memorial Digital ની કરી જાહેરાત

Tags :
Blockbuster KGF 2Gujarat FirstGUJARAT FIRST NEWSKGF 2 anniversarykgf 3 announcementKGF 3 confirmedKGF 3 latest news 2025KGF 3 official announcementKGF 3 release updatekgf 3 teaserkgf 3 trailerkgf chapter 3KGF franchiseKGF movie seriesPrashant Neel KGF 3Rocky Bhai comebackRocky Bhai returnsYash KGF 3Yash new movieYash Rocky Bhai
Next Article