Actor Govinda ના કંગાળ થવાની અટકળો વચ્ચે ચોંકાવનારો ઘટસ્ફોટ !
- Actor Govinda ને લઇને ભત્રીજા વિનય આનંદે ચોંકાવનારો ખુલાસો કર્યો
- વિનય આનંદે પોડકાસ્ટમાં એક્ટરને લઇને ચાલતી અટકળોનો જવાબ આપ્યો
- સોશિયલ મીડિયામાં માહિતી કંઇ પણ તથ્ય ચકાસ્યા વગર લખાતી હોવાનો દાવો
Actor Govinda : બોલીવુડના એક સમયના નંબર વન હીરો ગોવિંદા (Bollywood Actor Govinda) આજકાલ પોતાની ફિલ્મો કરતાં લોકો વચ્ચે વધુ ચર્ચામાં છે. એક્ટર અંગે ક્યારેક છૂટાછેડાની અફવાઓ બહાર આવે છે, તો ક્યારેક લોકો દાવો કરે છે કે, તેની કારકિર્દી પડી ભાંગી છે. હવે સોશિયલ મીડિયાએ દાવો સામે આવ્યો કે, ગોવિંદા નાદારીની કગાર પર છે, અને તેની પાસે પૈસા બચ્યા નથી, ત્યારે પરિસ્થિતિ તૂટવાની નજીક પહોંચી ગઈ છે. જેને લઇને ચાહકો મૂંઝવણમાં હતા કે, આ બધી અફવાઓ ક્યાંથી આવી. હવે, ગોવિંદાના ભત્રીજા અને અભિનેતા વિનય આનંદે (Actor Govinda Nephew - Vinay Anand) આ અહેવાલોનો ખુલ્લેઆમ જવાબ આપ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો ------- Rajkot: ફિલ્મના પ્રમોશન માટે આવેલી અભિનેત્રીનો બફાટ, મોના થીબાએ Prostitution ને ગણાવી સમાજ સેવા!
Actor Govinda, તેમને કોઇ ખ્યાલ નથી
તાજેતરમાં પોડકાસ્ટમાં, વિનય આનંદે આ અફવાઓ અને ટ્રોલનો વિરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ગોવિંદા એક સુપરસ્ટાર છે. જો ગોવિંદા આજે ક્યાંય પણ ઉભો રહે, તો તે સરળતાથી 25 થી 30 લાખ રૂપિયા કમાઈ શકે છે. જેઓ તેને ગરીબ માને છે, તેમને કોઈ ખ્યાલ નથી. વિનયે 90 ના દાયકાને યાદ કર્યો, જ્યારે ગોવિંદાનું સ્ટારડમ ચરમસીમાએ હતું. તેમણે કહ્યું કે, તે સમયે લોખંડવાલામાં 12 થી 13 લાખ રૂપિયા મોટી રકમ માનવામાં આવતી હતી, અને તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. એવું કેવી રીતે કહી શકાય કે, 70 થી 80 ફિલ્મો કર્યા પછી, તેને રસ્તાઓ પર છોડી દેવામાં આવે છે ? તેમના મતે, ગોવિંદાએ પોતાની કારકિર્દીમાં એટલું બધું કમાયું છે કે, લોકો કલ્પના પણ કરી શકતા નથી.
આ પણ સ્ટારડમ છે
વિનયે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "જ્યારે હું સોશિયલ મીડિયા ખોલું છું, ત્યારે ગોવિંદાજી દરેક જગ્યાએ હોય છે. આ પણ સ્ટારડમ છે, ભાઈ!" તેઓ કહે છે કે, આજકાલ કંઈ પણ તથ્ય-તપાસ્યા વિના લખાય છે. તે ફક્ત પ્રચાર માટે છે. તમને જણાવી દઈએ કે, વિનય આનંદ પોતે ભોજપુરી ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. તેઓ ગોવિંદા સાથે ફિલ્મ અમ્માનદી અથન્ની ખર્ચા રુપૈયામાં પણ જોવા મળ્યા હતા. તેમને ત્યાંથી ઓળખ મળી હતી.
આ પણ વાંચો ------Rajkot: ફિલ્મના પ્રમોશન માટે આવેલી અભિનેત્રીનો બફાટ, મોના થીબાએ Prostitution ને ગણાવી સમાજ સેવા!


