Bihar Election માં એડિટેડ વીડિયો થકી પ્રચારનો પ્રયાસ, એક્ટરે આપ્યો ખુલાસો
- મનોજ બાજપેયીના એડિટેડ વીડિયોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરાયો
- અભિનેતાએ પોતાના ટ્વીટર પર આ અંગેનો ખુલાસો આપ્યો
- સોશિયલ મીડિયા પરથી એડિટેડ વીડિયો દૂર કરવાનું શરૂ થઇ ગયું
Manoj Bajpayee Fake Video : ડિજિટલ ટેકનોલોજીના દુરુપયોગથી પરેશાન થઈને, ઘણા બોલિવૂડ સ્ટાર્સે ડીપફેક અને એઆઈ-જનરેટેડ ફેક કન્ટેન્ટ (Manoj Bajpayee Fake Video) સામે કાનૂની કાર્યવાહી કરી છે. આમાં ઋત્વિક રોશન, કરણ જોહર, સુનિલ શેટ્ટી, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર જેવા એક્ટર્સનો સમાવેશ થાય છે, જેઓ તેમના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે સક્રિય થયા છે. આ વખતે, મનોજ બાજપેયી ડીપફેકનો ભોગ બન્યા છે. તાજેતરમાં બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે રાજકીય પક્ષો અસંખ્ય વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન, મનોજ બાજપેયી આરજેડીનો પ્રચાર કરતો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સાચો છે, કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ હતી. જો કે, હવે ખુદ અભિનેતાએ સ્પષ્ટતા કરી છે કે, આ વીડિયો સંપૂર્ણપણે બનાવટી છે, અને તેઓ કોઈ પણ પક્ષને ટેકો આપી રહ્યો નથી.
મનોજ બાજપેયીએ સ્પષ્ટતા કરી
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ (Manoj Bajpayee Fake Video) તાજેતરમાં એક વાયરલ એડિટેડ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોમાં તેએ એક રાજકીય પક્ષને ટેકો આપતા જોવા મળી રહ્યા છે. 2025 ની બિહાર ચૂંટણી પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો હતો. મનોજે સ્પષ્ટતા કરી કે, આ વીડિયો સંપૂર્ણપણે બનાવટી અને ભ્રામક છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું, "હું જાહેરમાં સ્પષ્ટ કરવા માંગુ છું કે મારો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ જોડાણ કે નિષ્ઠા નથી. આ વિડિયો વાસ્તવમાં પ્રાઇમ વિડિયો માટે બનાવેલી જાહેરાતનું નકલી સંસ્કરણ છે."
ચાહકોને વિનંતી
મનોજ બાજપેયીએ (Manoj Bajpayee Fake Video) એમ પણ કહ્યું કે, ક્લિપ હવે દૂર કરવામાં આવી છે અને તેમના ચાહકોને અપીલ કરી, "જે લોકોએ તેને શેર કરી છે, તેઓ બધાને વિનંતી કરું છું કે આવી ભ્રામક સામગ્રી ફેલાવવાનું બંધ કરે અને અન્ય લોકોને આમ કરવાથી પ્રોત્સાહિત ના કરે." એક ચાહકે તેમની પોસ્ટનો જવાબ આપતા કહ્યું, "ખુશ છું કે તમે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. આ વિડિયો તેજસ્વી યાદવના X એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો નથી." બીજા યુઝરે લખ્યું, "આજના ડિજિટલ યુગમાં, ડીપફેક્સ અને એડિટેડ વીડિયો લોકશાહી પ્રવચન માટે ગંભીર ખતરો છે." ઘણાએ સૂચવ્યું કે, અભિનેતાએ માનહાનિનો દાવો દાખલ કરવો જોઈએ.
આ પણ વાંચો ---- 'તે માત્ર એક બાળક છે!' KBC જૂનિયરના ઈશિત ભટ્ટ ટ્રોલ થતાં વરુણ ચક્રવર્તી ભડક્યા