Sidharth Malhotra father death : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને મોટો આઘાત, પિતાનું થયું નિધન!
- Bollywood actor Sidharth Malhotra
- જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું અવસાન
- સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિંદ્રામાં અવસાન થયું
- પિતાના મોતથી આઘાતમાં અભિનેતા
Bollywood actor Sidharth Malhotra : બોલિવૂડ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા અને મર્ચન્ટ નેવીના પૂર્વ કેપ્ટન સુનીલ મલ્હોત્રાનું અવસાન થયું છે. પિતાના નિધનના સમાચાર મળતા જ સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈથી તાત્કાલિક દિલ્હી રવાના થઈ ગયા હતા, જ્યાં તેમના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલ ઘડીમાં પરિવારને સંભાળવા માટે સિદ્ધાર્થ હાલમાં દિલ્હીમાં જ છે.
પિતાની વિદાય પર સિદ્ધાર્થની ભાવુક પોસ્ટ
સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર પિતાના નિધનની પુષ્ટિ કરતા એક અત્યંત હૃદયસ્પર્શી સંદેશ અને કેટલીક તસવીરો શેર કરી છે. પિતા સુનીલ મલ્હોત્રાના વ્યક્તિત્વનું વર્ણન કરતા સિદ્ધાર્થે લખ્યું કે, "તેઓ સત્ય, નિષ્ઠા અને ઉચ્ચ સંસ્કારોના પ્રતીક હતા. તેમણે પોતાનું આખું જીવન પોતાના આદર્શો અને મૂલ્યોને આધારે જીવ્યું છે અને કોઈ પણ સંજોગોમાં તેની સાથે સમાધાન કર્યું નથી." સિદ્ધાર્થે પિતાના સ્વભાવ વિશે વધુમાં જણાવ્યું કે, તેઓ શિસ્તબદ્ધ હોવાની સાથે સાથે નમ્ર પણ હતા. તેમની પાસે સત્તા અને શક્તિ હતી, પરંતુ ક્યારેય અહંકાર જોવા મળ્યો નહોતો. જીવનમાં આવેલી અનેક મુશ્કેલ કસોટીઓ અને બીમારીનો સામનો તેમણે અત્યંત સકારાત્મકતા અને હિંમત સાથે કર્યો હતો.
He was a man of rare honesty, integrity and culture.
He lived by values that never bent. Discipline without harshness. Strength without ego. Positivity, even when life tested him beyond measure.
From commanding the seas as a Merchant Navy Captain to facing illness with quiet… pic.twitter.com/aSIV7Iy1kL
— Sidharth Malhotra (@SidMalhotra) February 17, 2026
તમારી પ્રામાણિકતા મારો વારસો છે : Sidharth Malhotra
પોતાના લાંબા અને ભાવુક સંદેશમાં સિદ્ધાર્થે પિતાને પોતાના જીવનનો સૌથી મોટો આધાર ગણાવ્યા છે. તેમણે લખ્યું, "પપ્પા, તમે જે પ્રામાણિકતાથી જીવન જીવ્યા છો, તે જ મારો અસલી વારસો છે. તમારી હિંમત મને દરરોજ માર્ગદર્શન પૂરું પાડે છે. તમે ઊંઘમાં જ શાંતિથી અમને છોડીને ચાલ્યા ગયા, પરંતુ તમારા જવાથી જે શૂન્યાવકાશ સર્જાયો છે, તે ક્યારેય ભરી શકાશે નહીં. હું આજે જે કંઈ પણ છું, તે માત્ર તમારા કારણે જ છું. હું હંમેશા તમારા મૂલ્યો અને નામને આગળ લઈ જઈશ."
પિતા સાથેનો અતૂટ સંબંધ
સિદ્ધાર્થ તેના પિતા સુનીલ મલ્હોત્રાની ખૂબ જ નજીક હતા. તેમણે અગાઉના અનેક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેમના પિતા જ તેમના 'રિયલ લાઈફ હીરો' છે. મર્ચન્ટ નેવીમાં કેપ્ટન હોવાને કારણે તેમના પિતાએ જ સિદ્ધાર્થને જીવનમાં શિસ્ત, સમયપાલન અને સખત મહેનતનું મહત્વ સમજાવ્યું હતું. સિદ્ધાર્થ માટે તેમના પિતા માત્ર વડીલ નહીં પણ એક પ્રેરણારૂપ માર્ગદર્શક હતા.
આ પણ વાંચો : Pravina Deshpande Passes Away: મરાઠી અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું 60 વર્ષની વયે નિધન


