Varun Dhawan એ Arjun Kapoor ની દોસ્તી નિભાવી, કહ્યું, 'પૈસા આપીને નફરત....!'
- Varun Dhawan પોતાના મિત્ર અર્જૂન કપુર માટે ઢાલ બનીને આવ્યો
- અર્જૂન કપુર કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે
- વરૂણે ટ્રોલર્સને મજાક કરવા કહ્યું, પરંતુ અપમાનજનક વર્તન અંગે રોષ ઠાલવ્યો
- અગાઉ જાહ્નવી કપુર પણ આ બાબતે પોતાનો અનુભવ જણાવી ચૂકી છે
Varun Dhawan : વરુણ ધવન પોતાના નજીકના મિત્ર અર્જુન કપૂર માટે ઢાલ બનીને ઉભો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અર્જુનને સતત નિશાન બનાવી રહેલા ટ્રોલ્સને (Arjun Kapoor Social Media Trolling) વરુણે યોગ્ય જવાબ આપ્યો છે. વરુણે સ્પષ્ટપણે કહ્યું કે, કોઈની ટીકા કરવી ઠીક છે, પરંતુ વ્યક્તિગત હુમલા કરવાની કોઈ જરૂર નથી. તેમણે ટ્રોલ્સને સલાહ આપી કે, તેઓ પોતાની મર્યાદા ઓળંગે નહીં, અને નફરત ફેલાવવાને બદલે માનવતા બતાવે.
Varun Dhawan, બિલકુલ ખોટું છે
મીડિયા સાથે તાજેતરની વાતચીતમાં, વરુણે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ (Varun Dhawan On Trollers) અને તેના મિત્ર અર્જુન કપૂરને નિશાન બનાવવા પર ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, મજાક અને અપમાન વચ્ચે એક પાતળી રેખા છે, જેને લોકો પાર કરી રહ્યા છે. જ્યારે અર્જુન કપૂર સામે ટ્રોલિંગ અને ઉત્પીડન વિશે પૂછવામાં આવ્યું ત્યારે, વરુણે તરત જ જવાબ આપ્યો કે, "આ બિલકુલ ખોટું છે."
આ પણ વાંચો ----------- Dhurandhar 2 ની સુનામી વચ્ચે આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ચકાચક કમાણી કરી !
Varun Dhawan, મજાક કરતા રોકવું જોઇએ નહીં
વરુણે કહ્યું કે, "હળવા મજાક અને વ્યક્તિગત હુમલામાં ઘણો તફાવત છે. કોઈને નીચું દેખાડવા માટે બોલવું, અથવા તેનું અપમાન કરવું ક્યારેય સ્વીકાર્ય નથી. મજાક મજાક છે. મજાક કરો, હું પોતે તેના પર હસી શકું છું, કોઈ તમને રોકી રહ્યું નથી, અને કોઈએ તમને રોકવું જોઈએ નહીં. પરંતુ મને સમજાતું નથી કે, લોકો કોઈને નીચું દેખાડવા માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે."
નફરતભર્યું વાતાવરણ અસહ્ય
વરુણે કહ્યું, "અમે જાહેર વ્યક્તિઓ છીએ, તેથી લોકોને ટીકા કરવાનો અધિકાર છે, અને મને તેનાથી કોઈ વાંધો નથી. જો કંઈક ખરાબ હોય, તો લોકો તે કહેશે, પરંતુ પૈસા આપીને કોઈની વિરુદ્ધ બનાવેલ નફરતભર્યું વાતાવરણ અસહ્ય છે." તેમણે સ્વીકાર્યું કે, તેઓ આજે જે છે તેના માટે તેમના પ્રેક્ષકો ઋણી છે, પરંતુ આજકાલ વસ્તુઓ પ્રભાવિત થઈ શકે છે.
પેઇડ પીઆરની પરેશાની
થોડા અઠવાડિયા પહેલા, જાહ્નવી કપૂરે પણ ટ્રોલિંગ (Janhvi Kapoor On Trolling) વિશે વાત કરતા કહ્યું હતું કે, તે દુઃખદાયક છે, ખાસ કરીને જ્યારે તે ઉત્પીડનમાં ફેરવાય છે, જેમ તેણીએ તેના ભાઈ અર્જુન કપૂર સાથે જોયું હતું. તેણીએ કહ્યું કે, તે "પેઇડ પીઆર" ગેમથી પોતાને પરેશાન થવા દેતી નથી.
આ પણ વાંચો ----------- Dhurandhar 2 ની સુનામી વચ્ચે આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ચકાચક કમાણી કરી !


