Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Alia Bhatt ની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા જતા Pakistani બરાબર ભેરવાયો !

Alia Bhatt ની AI તસ્વીરોનો દુરઉપયોગ સામે આવ્યો છે, આ ફોટા વાયરલ થતા કેટલાક લોકો મૂંઝવણમાં હતા કે, આલિયા પાકિસ્તાની બ્રાન્ડનો પ્રચાર કેવી રીતે કરી શકે. જો કે, તપાસ કરતા સત્ય ખુલીને સામે આવ્યું છે. હકીકતમાં, આલિયાએ ક્યારેય આ બ્રાન્ડના કપડાં પહેર્યા નથી. તેના જૂના ફોટા AI નો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવ્યા છે, જેમાં અભિનેત્રીનો ચહેરો એ જ રહે છે
alia bhatt ની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા જતા pakistani બરાબર ભેરવાયો
Advertisement
  • Alia Bhatt ની AI તસ્વીરોનો દુરઉપયોગ સામે આવ્યો છે
  • ભારતના પાડોશી અને ભિખારી દેશમાં આ પ્રયોગ કરાયો છે
  • સોશિયલ મીડિયામાં આ દુરઉપયોગનો ભારે વિરોધ થઇ રહ્યો છે

Alia Bhatt : દિવસેને દિવસે AI નો ઉપયોગ વધુ ખતરનાક બની રહ્યો છે. ઘણી બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોના પ્રમોશન માટે પ્રખ્યાત સેલિબ્રિટીઓને રાખે છે, દરમિયાન એક પાકિસ્તાની કપડા બ્રાન્ડે પોતાના કપડાં વેચવા માટે બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટના (Bollywood Actress) ચહેરાનો ઉપયોગ ચતુરાઈથી કર્યો છે. પાકિસ્તાનની કથિત બ્રાન્ડના wajayesha.official નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલે (Pakistani Brand Controversy) તેના પેજ પર તેના કપડાંનો પ્રચાર કરવા માટે આલિયા ભટ્ટના ફોટાનો ઉપયોગ કર્યો છે. આ ફોટામાં, બોલિવૂડ અભિનેત્રી વિવિધ રંગોના સિલ્ક સુટમાં પોઝ આપતી જોઈ શકાય છે.

Alia Bhatt, ચહેરો જૂનો, ફોટાનું એડિટિંગ નવું

આ ફોટા વાયરલ થતા કેટલાક લોકો મૂંઝવણમાં હતા કે, આલિયા પાકિસ્તાની બ્રાન્ડનો પ્રચાર કેવી રીતે કરી શકે. જો કે, તપાસ કરતા સત્ય ખુલીને સામે આવ્યું છે. હકીકતમાં, આલિયાએ ક્યારેય આ બ્રાન્ડના કપડાં પહેર્યા નથી. તેના જૂના ફોટા AI નો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવ્યા છે (Misuse Of AI), જેમાં અભિનેત્રીનો ચહેરો એ જ રહે છે, પરંતુ દરેક ફોટામાં પોશાક બદલવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, આલિયાએ ક્યારેય પાકિસ્તાની બ્રાન્ડનો પ્રચાર કર્યો નથી, આ ફોટા બનાવટી અને ઉપજાવી કાઢેલા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ---------------- Vijay Varma એ કાર્તિક આર્યનને કહ્યા ‘PR ના કિંગ’, સોશિયલ મીડિયા પર શરૂ થયો ફેન્સ વચ્ચે જંગ; જાણો શું છે વિવાદ

Alia Bhatt, શીશા સિલ્ક કલેક્શનને પ્રેમ

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ પાકિસ્તાની બ્રાન્ડે માત્ર વ્યાપારી લાભ માટે આલિયા ભટ્ટના ફોટાનો દુરુપયોગ જ નથી કર્યો, પરંતુ બેશરમીથી પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આલિયા તેમના શીશા સિલ્ક કલેક્શનને પ્રેમ કરે છે.

આલિયા કેસ નોંધાવશે

બ્રાન્ડે આલિયા વિશે આ પોસ્ટ કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. હવે આ પેજને કોમેન્ટ સેક્શનમાં ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકો "AI" સાથે કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે બીજાએ કોમેન્ટ કરી, "શું આલિયાને આ ફોટોશૂટ વિશે ખબર છે?" જેના જવાબમાં બ્રાન્ડે જવાબ આપ્યો, "કાશ તેણીને ખબર હોત." જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી, "આલિયા કેસ નોંધાવશે," ત્યારે બ્રાન્ડે કહ્યું, "આવું કંઈ નહીં થાય."

હવે ફોટા પણ ચોરી કરશો

આ પાકિસ્તાની બ્રાન્ડને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભારતીય ચાહકો ભારે ગુસ્સે ભરાયા છે, તેમણે લખ્યું, "તમે પહેલા ફિલ્મો અને ગીતો ચોરી કરતા હતા, હવે શું તમે અમારા સેલિબ્રિટીના ફોટા પણ ચોરી કરશો ?" સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આટલી બધી ટ્રોલિંગ છતાં, બ્રાન્ડે હજુ સુધી આ ફોટા દૂર કર્યા નથી. હવે જોઈએ કે, આલિયા આના વિરુદ્ધ કાર્યવાહી કરશે કે નહીં.

આ પણ વાંચો ---------------- Rajpal Yadav ના જેલવાસનું કારણ પૈસા નહીં...!, જાણો અભિનેતાએ શું કહ્યું

Tags :
Advertisement

.

×