Katrina Kaif : માતા બન્યા બાદ અભિનેત્રી પહેલી વખત કેમેરામાં કેદ થઇ !
- Katrina Kaif ની લાંબા સમય બાદ પહેલી ઝલક સામે આવી છે
- પુત્રને જન્મ આપ્યા બાદ અભિનેત્રી પહેલી વખત કેમેરામાં કેદ થઇ
- અભિનેત્રીના ચાહકોએ કોમેન્ટમાં પ્રેમ વરસાવ્યો
- કેટરિના સાથે યાસ્મીન કરાચીવાલા જોવા મળી
Katrina Kaif : બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (Bollywood Actress Katrina Kaif) તેના પુત્ર વિવાનને જન્મ આપ્યા પછી પહેલી વાર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ છે. કેટરિનાએ 7 નવેમ્બર, 2025 ના રોજ તેમના પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારથી, વિકી કૌશલ વિવિધ કાર્યક્રમો અને પ્રસંગોમાં એકલા જોવા મળ્યા છે, પરંતુ કેટરિના જાહેરમાં દેખાવવાથી દૂર રહી છે. તાજેતરમાં લોકપ્રિય અભિનેત્રી કેટરિના કૈફ આખરે પાપારાઝીના કેમેરાની ફ્રેમમાં કેદ થઇ ગઇ હતી, જેને જોઇને ચાહકોનો દિલ ખીલી ઉઠ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો ------- ગ્લેમર છોડી ભક્તિના માર્ગે Poonam Pandey ? વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના સત્સંગમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી એક્ટ્રેસ
Katrina Kaif, ચાહકોએ કોમેન્ટમાં પ્રેમ વરસાવ્યો
કેટરિના કૈફ, સેલિબ્રિટી પિલેટ્સ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા (Celebrity Pilates Trainer – Yasmin Karachiwala) સાથે બહાર નીકળી હતી. અભિનેત્રીએ એક સાદું કાળું જેકેટ પહેર્યું હતું, અને તેના વાળ પોનીટેલમાં બાંધેલા હતા. તેની કારની અંદર બેસીને, તેણીએ ચાહકો અને કેમેરા સામે જોઇને હાથ લહેરાવ્યો હતો, અને સ્માઇલ પણ કર્યું હતું. જો કે, કેટરિના કૈફએ પાપારાઝી માટે પોતાનો માસ્ક કાઢ્યો નહતો. કેટરિનાનો આ વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ થકી સામે આવ્યો છે, અને ચાહકોએ તેના પર કોમેન્ટ કરી કે, તે ચમકતી અને ખૂબ જ ખુશ દેખાતી હતી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, "ભલે તેણીએ માસ્ક પહેર્યો હોય, પણ મને લાગે છે કે, તે ખરેખર ખુશ છે." અન્યએ લખ્યું કે, "ઓહ, તે ખૂબ ખુશ દેખાય છે... તેની ત્વચા અને ચમક જુઓ."
લગ્નના ચાર વર્ષ બાદ સંતાનનું આગમન
થોડા સમય માટે ખાનગીમાં ડેટિંગ કર્યા પછી, વિકી અને કેટરિનાએ 9 ડિસેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ, બરવાડામાં એક નાના પણ ભવ્ય લગ્ન સમારંભમાં લગ્ન કરીને તેમના સંબંધને સત્તાવાર સ્વરૂપ આપ્યું હતું. સ્ટાર દંપતીના લગ્નના ચાર વર્ષ પછી, આ દંપતીએ 7 નવેમ્બર, 2025 ના રોજ તેમના પહેલા સંતાન વિઆનનું સ્વાગત કર્યું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ખુશખબર શેર કરતા લખ્યું, "અમારી ખુશીનું પડીકું આવી ગયું છે. ઘણા પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું પરિવારમાં સ્વાગત કરીએ છીએ."
આ પણ વાંચો ------- Vijay-Rashmika wedding: PM મોદીએ પત્ર લખીને પાઠવ્યા અભિનંદન, જાણો પ્રધાનમંત્રીએ શું લખ્યું?


