Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

અભિનેત્રી Nushrat Bharucha વિરૂદ્ધ મૌલાનાનો ફતવો, જાણો શું છે સમગ્ર મામલો

નુસરત ભરૂચાએ 30 ડિસેમ્બર, મંગળવારના રોજ મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો, અને મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિ વતી શિવકાંત પાંડે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે મહાકાલમાં પોતાની શ્રદ્ધા વિશે વાત કરતા કહ્યું કે, તે દર વર્ષે બાબા બાબાના દર્શન કરવાનો ઇરાદો ધરાવે છે
અભિનેત્રી nushrat bharucha વિરૂદ્ધ મૌલાનાનો ફતવો  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement
  • તાજેતરમાં અભિનેત્રી મહાકાલેશ્વર મંદિરે દર્શને પહોંતી હતી
  • આ મુલાકાત બાદ મૌલાનાએ ફતવો જારી કર્યો
  • મૌલાનાએ આ મુલાકાતને ગંભીર પાપ ગણાવ્યું છે

Muslim Leader Criticize Nushrat Bharucha : બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચાએ તાજેતરમાં ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ મહાકાલેશ્વરના દર્શન કર્યા હતા, અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અભિનેત્રીએ પરંપરાગત ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો, આ તકે મંદિરના પુજારીઓએ તેમનું શાલથી સન્માન કર્યું હતું, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે, તેમનું આ પગલું હવે મુસ્લિમ ધર્મ અને ધાર્મિક સહિષ્ણુતાને લઈને ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેત્રી હવે તેમની મુલાકાત અને મહાકાલેશ્વરની મુલાકાતને કારણે સમાચારમાં છે. અખિલ ભારતીય જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ નુસરત ભરૂચાની મહાકાલ મંદિરની મુલાકાત પર નારાજગી વ્યક્ત કરી છે, અને અભિનેત્રી વિરુદ્ધ ફતવો જારી કર્યો છે.

ફતવો જારી કરી દેવાયો

મૌલાના શહાબુદ્દીનનું કહેવું છે કે, નુસરત ભરૂચા મહાકાલ મંદિરમાં જે ધાર્મિક વિધિઓનું પાલન કરતી હતી, તે ઇસ્લામ વિરુદ્ધ છે, જેના કારણે તે શરિયા કાયદા હેઠળ દોષિત છે. મૌલાનાએ કહ્યું કે, નુસરતે આવું ન કરવું જોઈએ, અને કલમાનો પાઠ પણ કરવો જોઈએ. મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લેવા બદલ નુસરત ભરૂચા વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે. મૌલાના શહાબુદ્દીને તેને "ગંભીર પાપ" ગણાવ્યું છે.

Advertisement

30 ડિસેમ્બરે મંદિરની મુલાકાત લીધી

નુસરત ભરૂચાએ 30 ડિસેમ્બર, મંગળવારના રોજ મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો, અને મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિ વતી શિવકાંત પાંડે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે મહાકાલમાં પોતાની શ્રદ્ધા વિશે વાત કરતા કહ્યું કે, તેઓ દર વર્ષે બાબા બાબાના દર્શન કરવાનો ઇરાદો ધરાવે છે. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે, મહાકાલ બાબાના દર્શનની આ તેમની બીજી મુલાકાત હતી.

Advertisement

મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય, તમારે જવું જોઈએ

નુસરત ભરૂચાએ શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં ધર્મ પરના પોતાના વિચારોની ચર્ચા કરી હતી. તેણીએ કહ્યું કે, "મારા માટે, મારી શ્રદ્ધા સાચી છે. તેથી જ હું હજી પણ તેની સાથે જોડાયેલી છું, હજુ પણ મજબૂત છું, અને હું જાણું છું કે મારે આ માર્ગ પર ચાલવું પડશે. જ્યાં પણ તમને શાંતિ મળે, પછી ભલે તે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય, તમારે જવું જોઈએ. હું ખુલ્લેઆમ કહું છું કે: હું નમાઝ પણ પઢું છું. જો મારી પાસે સમય હોય, તો હું દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરું છું. મુસાફરી કરતી વખતે હું મારી સાથે નમાઝની સાદડી પણ રાખું છું. મેં હંમેશા માન્યું છે કે, ભગવાન એક જ છે, અને તેમની સાથે જોડાવાના ઘણા રસ્તાઓ છે. અને હું તે બધા માર્ગો શોધવા માંગુ છું."

આ પણ વાંચો --------  ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખ ખાન પર આપ્યું મોટું નિવેદન,રાજકારણ ગરમાયું

Tags :
Advertisement

.

×