બોલિવૂડ અભિનેત્રી Shilpa Shetty એ પતિ રાજ કુન્દ્રા સાથે મળીને 60 કરોડનું કરી નાંખ્યું!
- અભિનેત્રી Shilpa Shetty એ 60 કરોડનું કરી નાંખ્યું!
- પતિ રાજ કુન્દ્રા સાથે મળીને છેતરપિંડી કર્યાનો આરોપ
- સેલેબ્સ કપલ વિરૂદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ
- આર્થિક ગુના શાખાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી
- મુંબઈના બિઝનેસમેને છેતરપિંડીનો કેસ નોંધાવ્યો
- 2025થી 2023 વચ્ચે 60.48 કરોડ પડાવ્યા હતા
- બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા રાજ અને શિલ્પા
- લોનને બદલે રોકાણ દર્શાવીને વળતરની લાલચ
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા (Bollywood actress Shilpa Shetty and Raj Kundra) ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં સપડાયા છે. આ વખતે બંને પર એક ઉદ્યોગપતિ પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ મૂકાયો છે. ફરિયાદ મુજબ, શિલ્પા અને રાજની કંપનીમાં રોકાણના નામે 60.48 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉપયોગ વ્યવસાયમાં કર્યા વગર વ્યક્તિગત હેતુ માટે કરવામાં આવ્યો.
કેસ સાથે જોડાયેલી કંપની
આ મામલો બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે સંકળાયેલો છે, જે એક ઑનલાઈન શોપિંગ પ્લેટફોર્મ છે. ફરિયાદકર્તા ઉદ્યોગપતિ દીપક કોઠારીએ જણાવ્યું છે કે 2015 થી 2023 દરમિયાન તેમણે કંપનીના વિકાસ માટે આ રકમ આપી હતી. તે સમયે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) કંપનીના ડિરેક્ટર હતા અને 87% થી વધુ શેર ધરાવતા હતા. કોઠારીના જણાવ્યા મુજબ, 2015 માં તેઓ રાજેશ આર્ય નામના એજન્ટ દ્વારા શિલ્પા અને રાજ સાથે સંપર્કમાં આવ્યા હતા.
રાજેશ આર્યએ તેમને કંપની માટે 75 કરોડ રૂપિયાની લોન ઓફર કરી હતી, જે પર 12% વાર્ષિક વ્યાજ લેવાનું હતું. પરંતુ ઊંચા વ્યાજ દરને કારણે આ લોનને રોકાણ તરીકે રૂપાંતરિત કરવામાં આવી. કોઠારીએ એપ્રિલ 2015 માં 31.95 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કર્યો. ત્યારબાદ જાન્યુઆરી 2015 થી માર્ચ 2016 વચ્ચે 28.54 કરોડ રૂપિયાની બીજી રકમ આપવામાં આવી. આ રીતે કુલ 60.48 કરોડ રૂપિયા રોકાણ તરીકે આપવામાં આવ્યા, ઉપરાંત 3.19 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી તરીકે ચૂકવાયા.
2016માં Shilpa Shetty એ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
દીપક કોઠારીએ વધુમાં જણાવ્યું કે, એપ્રિલ 2016માં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ તેમને વ્યક્તિગત ગેરંટી આપી હતી. પરંતુ થોડા જ મહિનાઓ પછી, સપ્ટેમ્બર 2016માં શિલ્પાએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પણ નોંધાયો, જેના વિશે કોઠારીને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.
પૈસા પરત ન મળતાં ફરિયાદ
કોઠારીએ વારંવાર પોતાની રકમ પરત માંગ્યા છતાં તેને પૈસા પાછા આપવામાં આવ્યા નહીં. આખરે, તેમણે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ આ કેસની તપાસ હાથ ધરી છે અને શિલ્પા શેટ્ટી તથા રાજ કુન્દ્રા સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : War 2 Vs Coolie : દર્શકોને આજે મળશે ડબલ મજા! ઋતિક-રજનીકાંતની ફિલ્મોની જબરદસ્ત ટક્કર