Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Shilpa Shetty જોડે ફોટો પડાવવામાં તલ્લીન 'રાજાબાબુ'એ પુત્રીને ઇગ્નોર કરી

Shilpa Shetty જોડે ફોટો ખેંચાવવાના ચક્કરમાં અભિનેતા પુત્રી ભૂલ્યો, ખરેખર, ગોવિંદા પોતાની પુત્રી ટીનાને સપોર્ટ કરવા માટે રિયાલિટી શો 'મા હૈ ના' ના સેટ પર પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટી આ શોને હોસ્ટ કરી રહી છે, અને સુનિતા આહુજા અને ટીના તેમાં સાથે જોવા મળશે. સેટ પર, ગોવિંદાએ તેની પુત્રી અને શિલ્પા સાથે પાપારાઝીની સામે ઘણી તસવીરો ક્લિક કરાવી હતી.
shilpa shetty જોડે ફોટો પડાવવામાં તલ્લીન  રાજાબાબુ એ પુત્રીને ઇગ્નોર કરી
Advertisement
  • Shilpa Shetty જોડે ફોટો ખેંચાવવાના ચક્કરમાં અભિનેતા પુત્રી ભૂલ્યો
  • પાપારાઝી સામે પિતાનું વર્તન જોડા પુત્રીના મોંઢા પર નિરાશા છલકાઇ ગઇ
  • આખરે ફોટો પડાવ્યા બાદ જાણે કંઇ નથી થયું, તેમ દર્શાવી બધા આગળ વધ્યા

Shilpa Shetty : બોલિવૂડ સ્ટાર ગોવિંદા (Bollywood Star - Govinda) આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. પત્ની સુનિતા આહુજા (Wife - Sunita Ahuja) સાથેના સંબંધોમાં ખટાશ આવવાના અહેવાલો વચ્ચે, તેમનો એક નવો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (Social Media - Viral Video). આ વીડિયોમાં ગોવિંદા તેની પુત્રી ટીના આહુજા (Daughter - Tina Ahuja) અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે જોવા મળી રહ્યા છે. જોકે, લોકોનું ધ્યાન એક ખાસ ક્ષણ પર કેન્દ્રિત હતું જ્યારે ટીના તેના પિતાનો હાથ પકડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, પરંતુ ગોવિંદાએ તેનો હાથ પકડ્યો નહીં. પછી શું થયું, આ વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો મોટો વિષય બન્યો અને યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.

Shilpa Shetty, ઘણી તસવીરો ક્લિક કરાવી

ખરેખર, ગોવિંદા પોતાની પુત્રી ટીનાને સપોર્ટ કરવા માટે રિયાલિટી શો 'મા હૈ ના' ના સેટ પર પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટી આ શોને હોસ્ટ કરી રહી છે, અને સુનિતા આહુજા અને ટીના તેમાં સાથે જોવા મળશે. સેટ પર, ગોવિંદાએ તેની પુત્રી અને શિલ્પા સાથે પાપારાઝીની સામે ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. વાતાવરણ એકદમ ખુશનુમા લાગતું હતું, પરંતુ આ સમય દરમિયાન કેમેરામાં કેદ થયેલી એક નાની ક્ષણ હવે સોશિયલ મીડિયા પર એક મોટો મુદ્દો બની ગઈ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Telly Creates (@tellycreates)

Advertisement

આ પણ વાંચો - Jr NTR ની આગામી ફિલ્મની વીડિયો ક્લિપ સામે આવી, ફેન્સ બન્યા ક્રેઝી !

Shilpa Shetty, ટીનાના ચહેરા પર થોડી ઉદાસી દેખાય છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, ટીના ફોટો પડાવતી વખતે તેના પિતાનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે. જોકે, ગોવિંદા શિલ્પા શેટ્ટી સાથે પોઝ આપવામાં વ્યસ્ત છે, અને તેનો હાથ ટીના સુધી પહોંચતો નથી. એક ક્ષણ માટે, ટીનાના ચહેરા પર થોડી ઉદાસી દેખાય છે, પરંતુ બીજી જ ક્ષણે, તે સ્મિત કરે છે, અને કેમેરા સામે પોઝ આપે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ગોવિંદાને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે, અને કહે છે કે એક પિતાએ તેની પુત્રી સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.

સંપૂર્ણ ધ્યાન કેમેરા અને ફોટોશૂટ પર

જ્યારે કેટલાક લોકો ગોવિંદાની ટીકા કરી રહ્યા છે, ત્યારે તેમના ચાહકો અભિનેતાના સમર્થનમાં બહાર આવ્યા છે. ઘણા ચાહકો કહે છે કે ગોવિંદા જાણી જોઈને તેની પુત્રીને અવગણી રહ્યા ન હતા. તેનું સંપૂર્ણ ધ્યાન કેમેરા અને ફોટોશૂટ પર હતું, તેથી તે તે ક્ષણને ધ્યાનમાં લઈ શક્યો નહીં. 'મા હૈ ના' શોને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. ચાહકો ટીના અને સુનિતાના ઓનસ્ક્રીન બોન્ડિંગને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો - "60 વર્ષનો થયો છું પણ લડવાનું નથી ભૂલ્યો..." Paparazzi પર કેમ આટલા ભડક્યા Salman Khan?

Tags :
Advertisement

.

×