Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bollywood: આલિયા, પ્રિયંકા અને કંગના સાથે જોવા મળશે! ફેન્સને મળશે મોટી ભેટ

8 માર્ચ વિશ્વભરની મહિલાઓ માટે ખૂબ જ ખાસ બોલિવૂડમાં વુમન્સ ડેને ઉજવવાની તૈયારીઓ ફેન્સને માત્ર 4 દિવસમાં એક મોટી ભેટ આપી Bollywood: :8 માર્ચ વિશ્વભરની મહિલાઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસ મહિલાઓને સમર્પિત છે અને તેની...
bollywood  આલિયા  પ્રિયંકા અને કંગના સાથે જોવા મળશે  ફેન્સને મળશે મોટી ભેટ
Advertisement
  • 8 માર્ચ વિશ્વભરની મહિલાઓ માટે ખૂબ જ ખાસ
  • બોલિવૂડમાં વુમન્સ ડેને ઉજવવાની તૈયારીઓ
  • ફેન્સને માત્ર 4 દિવસમાં એક મોટી ભેટ આપી

Bollywood: :8 માર્ચ વિશ્વભરની મહિલાઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસ મહિલાઓને સમર્પિત છે અને તેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2025માં બોલિવૂડમાં વુમન્સ ડેને ખાસ રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ફેન્સને માત્ર 4 દિવસમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે. વુમન્સ ડેના દિવસે બોલિવૂડની 3 શક્તિશાળી અભિનેત્રીઓની ફિલ્મો ફરીથી રિલીઝ થવા જઈ રહી છે.

Advertisement

ફિલ્મ દેશભરના PVR INOX સિનેમામાં બતાવવામાં આવશે

આ એવી ફિલ્મો છે જે ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને આ ફિલ્મોએ સારી કમાણી પણ કરી છે. હવે આ ફિલ્મો ફરીથી ફેન્સને મનોરંજન પૂરૂં પાડશે.ફેશન,ક્વીન અને હાઈવે જેવી ફિલ્મો 8 માર્ચ, 2025ના રોજ ફરી થિયેટરમાં રિલીઝ થશે. વુમન્સ ડે 2025ના અવસર પર PVR INOXએ આ એક મોટો નિર્ણય લીધો છે. આ વખતે વુમન્સ ડે નિમિત્તે વુમન્સ ડે મહોત્સવ ઉજવવામાં આવશે. તે 7 માર્ચથી શરૂ થશે અને 13 માર્ચ, 2025 સુધી રી-રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દેશભરના PVR INOX સિનેમામાં બતાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સિનેમા દ્વારા મહિલા શક્તિને ઉજાગર કરવાનો રહેશે.

Advertisement

આ પણ  વાંચો -Oscars 2025 : 97મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત, વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

Advertisement

આ 3 ફિલ્મ ક્યારે રિલિઝ થઈ હતી?

તમને જણાવી દઈએ કે આ ત્રણેય ફિલ્મો વર્ષો પહેલા રિલિઝ થઈ હતી અને થિયેટરમાં ધૂમ મચાવી હતી. ત્યારે આલિયા ભટ્ટની ફિલ્મ 'હાઈવે' વિશે વાત કરીએ તો આ ફિલ્મ વર્ષ 2014માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને બોક્સ ઓફિસ પર તે સરેરાશ રહી હતી. ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને આલિયાનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો. ફિલ્મ 'ક્વીન' હજુ પણ કંગના રનૌતના કરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મે ભારતમાં 80 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેનું વિશ્વવ્યાપી કલેક્શન 100 કરોડની નજીક રહ્યું હતું. બીજી તરફ ફિલ્મ 'ફેશન'ની વાત કરીએ તો મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે લગભગ 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. તેમાં પ્રિયંકા ચોપરા, કંગના રનૌત અને મુગ્ધા ગોડસેએ અભિનય કર્યો હતો. આ ઉપરાંત, સોનાક્ષી સિંહા અને રણવીર સિંહની એક ફિલ્મ પણ 7 માર્ચે ફરીથી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નામ 'લૂટેરા' છે. આની જાહેરાત પહેલાથી જ થઈ ચૂકી છે.

Tags :
Advertisement

.

×