Bollywood:અભિનેતા Sonu Sood વિરુદ્ધ ધરપકડ વોરંટ,જાણો સમગ્ર અહેવાલ
- બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર
- અભિનેતા Sonu Sood વિરુદ્ધ ધરપકડ વોરંટ
- લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડી આરોપ
Bollywood: બોલિવૂડ (Bollywood) અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ (Arrest Warrant)જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને ( Sonu Sood) લુધિયાણા (Ludhiana Court) સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે, શુક્લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં જ ફિલ્મ ફતેહ કરનાર અભિનેતા સૂદને વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે તેમના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
Punjab | Ludhiana's Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.
The summon has been issued in connection with a fraud case of Rs 10 lakh filed by a Ludhiana-based lawyer Rajesh Khanna against one Mohit Shukla, in which he… pic.twitter.com/XjXA2YVBw1
— ANI (@ANI) February 6, 2025
આ પણ વાંચો-'છાવા' માટે વિક્કી કૌશલે 25 કિલો વજન વધાર્યું, આક્રમક દેખાવા માટે ખૂબ મહેનત કરી
અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરો
લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે વોરંટ જારી કર્યું છે. આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સોનુ સૂદને સમન્સ અથવા વોરંટ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે પરંતુ તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયો છે (સમન્સ અથવા વોરંટની બજા ટાળવાના ઈરાદાથી ફરાર થઈ ગયો છે અને ભાગી ગયો છે). તમને સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.
આ પણ વાંચો-Vidaamuyarchi Leaked Online: રિલીઝના કલાકોમાં ઓનલાઇન લીક થઇ ફિલ્મ, મેકર્સે કરી ખાસ અપીલ
આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે
આ સાથે આ આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તમને આ વોરંટ 10-02-2025 ના રોજ અથવા તે પહેલાં પરત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે જેમાં તે તારીખ અને રીત પ્રમાણિત કરવામાં આવી છે કે તે કઈ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે, અથવા તે શા માટે અમલમાં મૂકવામાં આવ્યું નથી. આ કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે.