Salman Khan પર દુ:ખનું પહાડ તૂટ્યું, પોસ્ટમાં લખ્યું - 'તારા માટે આંસું નહી, યાદો...!'
- Salman Khan ની હ્રદય દ્રાવક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી
- તાજેતરમાં ખાન પરિવારના નજીકના સુશિલ કુમારનું નિધન થયું છે
- સલમાન ખાને પોસ્ટમાં પરિવારનો સભ્ય ગુમાવ્યું હોય તેવું દુ:ખ વ્યક્ત કર્યું
Salman Khan : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને (Bollywood Super Star - Salman Khan) પોતાના નજીકના મિત્ર સુશીલ કુમારના નિધન (Sushil Kumar - Passed Away) પર ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને ભાવુક કરી દીધા છે. મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ પોસ્ટમાં (Instagram Post), તેમણે તેમના 42 વર્ષ જૂના સંબંધોને યાદ કર્યા, અને જણાવ્યું કે, સુશીલ દરેક મુશ્કેલીમાં પણ કેવી રીતે હસતો રહ્યો. દુ:ખની સાથે, સલમાનના શબ્દો તેના મિત્ર પ્રત્યેના ગર્વને પણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. તેમણે પોતાની યાદો જ શેર કરવાની સાથે જીવન અને મૃત્યુ વિશે પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Salman Khan, બધું બરાબર થઈ જશે
સલમાન ખાને પોતાની પોસ્ટમાં લખ્યું, "આ માણસ 42 વર્ષ સુધી મારો ભાઈ રહ્યો, શ્રેષ્ઠ, દયાળુ, સૌથી મદદગાર. જ્યારે તે મુશ્કેલીમાં હતો ત્યારે પણ, તે હંમેશા હસતો, નાચતો, અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ કોઈ પીડા કે તણાવ દર્શાવતો નહીં. ભલે તે નાણાકીય, ભાવનાત્મક કે શારીરિક સમસ્યાઓ હોય, તે હંમેશા કહેતો, 'કોઈ વાંધો નથી, બધું બરાબર થઈ જશે.' સુશીલ કુમાર તેનું નામ છે... અથવા મારે કહેવું જોઈએ, તે ફક્ત 5 મિનિટ પહેલા સુધી હતું. ગુડબાય ભાઈ, તમે એક વાસ્તવિક માણસની જેમ જીવન જીવ્યા અને હેવીવેઇટ ચેમ્પિયનની જેમ મૃત્યુ સામે લડ્યા."
View this post on Instagram
આ પણ વાંચો - શું હવે લગ્ન કરશે Mukesh Khanna ? 67 વર્ષે સિંગલ હોવા પર 'શક્તિમાન'નો મોટો ખુલાસો!
Salman Khan, સિગારેટ અને વ્હિસ્કીનો આનંદ માણો
પોતાના મિત્રને યાદ કરતાં સલમાન ખાને આગળ લખ્યું કે, "તારા માટે આંસુ નહીં, ફક્ત યાદો અને હાસ્ય. મારો ભાઈ ચહેરા પર સ્મિત સાથે ગયો. કેટલાક પહેલા જશે, કેટલાક પછી... બધાએ જવું પડશે, કોઈને ખબર નથી કે, ક્યારે અને કેવી રીતે, તેથી તમે જતા પહેલા કંઈક કરો." તેણે મજાકમાં લખ્યું, "હવે તમારી સિગારેટ અને વ્હિસ્કીનો આનંદ માણો. ચીયર્સ ભાઈ... મને લાગે છે કે, હું તમને થોડા યાદ કરીશ." આ પોસ્ટમાં, સલમાન ખાને દુઃખ વચ્ચે તેના મિત્રના જીવનની ઉજવણી કરવાનો પોતાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો છે.
મને ગુસ્સો આવવાનો છે
બીજી પોસ્ટમાં, સલમાન ખાને લખ્યું, "લોકો 'RIP' લખી રહ્યા છે, પણ હું તને 'બોડી' નહીં કહું... તું હંમેશા સુશીલ કુમાર જ રહીશ. 'શાંતિથી આરામ કર' નહીં... ઉઠ, યાર!" તેણે ઉમેર્યું, "મને ગુસ્સો આવવાનો છે, મને રડવું છે... પણ તારા માટે એક આંસુ પણ નહીં. તું આ દુનિયા છોડીને ગયો, પણ તું તારી યાદો પાછળ છોડી ગયો." સલમાનના આ શબ્દોમાં ઊંડો પ્રેમ, તેના મિત્ર પ્રત્યેનો આદર અને વિદાયની એક અનોખી શૈલી પ્રતિબિંબિત થઈ, જેનાથી ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે.
View this post on Instagram
સંબંધ ફક્ત મિત્રતા પૂરતો મર્યાદિત નહોતો
સુશીલ કુમાર અને સલમાન ખાનના સંબંધોની ચોક્કસ વિગતો જાહેરમાં જાહેર કરવામાં આવી નથી, પરંતુ સુપરસ્ટાર દ્વારા શેર કરાયેલ શ્રદ્ધાંજલિ સ્પષ્ટ કરે છે કે, તે ખાન પરિવારની ખૂબ નજીક હતો. સલમાનના શબ્દો દર્શાવે છે કે, આ સંબંધ ફક્ત મિત્રતા પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તેમાં વર્ષોનો ઊંડો બંધન, નિકટતા અને દરેક પરિસ્થિતિમાં એકબીજાની પડખે ઊભા રહેવાની ભાવનાનો સમાવેશ થતો હતો. આ બંધન એટલું મજબૂત હતું કે, સલમાને તેમને "ભાઈ" તરીકે યાદ કર્યા અને તેમના નિધનને તેમના અંગત જીવનમાં મોટી ખોટ ગણાવી હતી.
આ પણ વાંચો - Diljit Dosanjh : કોન્સર્ટમાં ખાલિસ્તાની ધ્વજ જોતા જ સિંગર લાલઘૂમ


